વરસાદી મોસમ: આગામી 3 દિવસ છે ભારે વરસાદની આગાહિ, છત્રી રેઇનકોટ તૈયાર રાખજો

વરસાદી મોસમ: વરસાદની આગાહિ: હાલ વરસાદી સીઝન ચાલી રહી છે. ફરી એક વખત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગામી 36 કલાકમાં ફરી એક વખત ધમાકેદાર વરસાદ માટે તૈયાર રહેવા આગાહિ કરી છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાનું અનુમાન કર્યું છે. સાથે ગુજરાતની અમુક નદીઓમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ ઉભી થાય તેવી પણ શકયતાઓ દેખાઇ રહિ છે.

વરસાદી મોસમ

ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જુલાઈ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ રહેશે તેની આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડવાની આગાહિ છે, જૂનના અંતમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી હતી, જેનાથી નદીઓ, જળાશયો અને તળાવો છલકાશે તેવી આગાહિ કરવામા આવી હતી. ત્યારે વાવાઝોડું અને ભારે વરસાદની સચોટ અગાહી કરનાર અંબાલાલ પટેલે જુલાઈ અને ઓગસ્ટમાં કેવો વરસાદ પડશે તેની આગાહિ કરી છે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહિ કરી છે. દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડશે તેવી શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસસે તેવી આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાશે. જ્યારે નર્મદા નદીમાં હળવુ પૂર આવવાની શક્યતા છે. વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણીની સારી આવક થશે. કચ્છના કેટલાક ભાગમાં વરાપ નીકળવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો: Pancard Online: ઘરેબેઠા ઓનલાઇન પાનકાર્ડ કઢાવો 10 મીનીટમા, ક્યાય ઓફીસોમા ધક્કા ખાધા વગર

વરસાદની આગાહિ

ગુજરાતમાં આગામી 7 થી 15 જુલાઈ દરમિયાન સારો વરસાદ પડશે તેવી આગાહિ છે. 11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની આગાહિ છે. 18 થી 20 જુલાઈએ પણ વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમા વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલ ની આગાહિ અનુસાર આ વર્ષે ગુજરાતના ભાગોમાં ચોમાસું 101 ટકા જેવું રહેવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું 104% કે તેનાથી ઉપર જવાની પણ શક્યતાઓ છે. તેમણે હિંદ મહાસાગરનું વાતાવરણ સાનુકૂળ રહેવાની પણ આગાહિઓ કરી છે.

અંબાલાલ પટેલે આગાહિ કરતા વધુમાં જણાવ્યું છે કે, 8 મી જુલાઈ સુધીમાં ગુજરાતના મહત્તમ ભાગોમાં વરસાદ થશે. આ દરમિયાન હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. 1 જૂને કેરળમાં ચોમાસું બેઠા પછી સામાન્ય રીતે 10-12 જૂને તે મુંબઈમાં અને 15 જૂનની આસપાસ ગુજરાત મા વરસાદ આવતો હોય છે. પરંતુ આ વખતે વાવાઝોડાના કારણે કેરળમાં 8 મી જૂને ચોમાસું પહોંચ્યું અને તે પછી દક્ષિણ ભારતમાં જાણે સિસ્ટમ ચોંટી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સિસ્ટમ મુંબઈ પહોંચે તે પછી તેના વિશે ગુજરાતની આગાહી કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: વિધવા સહાય યોજના: ગંગા સ્વરુપા બહેનો ને મળશે દર મહિને સહાય, ફોર્મ ડાઉનલોડ કરવા અહિં ક્લીક કરો

7 થી 12 જુલાઇ રહેશે વરસાદનુ જોર

આગામી 7 થી 12 જુલાઈ સુધી વરસાદનું જોર રહેવાની શકયતાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ આવશે. જુલાઈના અંતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં વરસાદ પડવાની શકયતાઓ છે. જુલાઈ મહિનાનો વરસાદ ડેમો અને જળાશયોમાં નવા નીર લાવશે. જુલાઈમાં સૌરાષ્ટ્ર – કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ છે. ઓગસ્ટ મહિના અંગે અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં તાપી નદીના જળસ્તરમાં વધશે. હળવો વરસાદ થશે. જુલાઈના અંતમાં તથા ઓગસ્ટની શરુઆતમાં વિષમ હવામાનની વિપરિત અસર રહેવાની પણ શક્યતાઓ છે. જોકે અંબાલાલ પટેલે આ વર્ષે કાતરા નામની જીવાત નો ઉપદ્રવ વધે તેવી પણ આગાહી કરી છે.

અંબાલાલ પટેલે ઓગસ્ટના વરસાદ વિશે વાત કરતાં જણાવ્યું છે કે, 17 ઓગસ્ટ પછી વરસાદમાં ઘટાડો થશે પરંતુ 23 ઓગસ્ટ પછી તેમાં વધારે ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે. જોકે, આ પછી પાછોતરો વરસાદ સારો થશે. ઓક્ટોબર માસ અંગે વાત કરીને તેમણે કહ્યું કે દરિયામાં ભારે પવન ફૂંકાવાની શકયતાઓ છે. નવેમ્બરથી ફરી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા સર્કિય થતા જોવા મળશે. ઓગસ્ટ માસનો થોડો ભાગ બાદ કરતા ચોમાસું એકંદરે સારું રહેશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
વરસાદી મોસમ
વરસાદી મોસમ

1 thought on “વરસાદી મોસમ: આગામી 3 દિવસ છે ભારે વરસાદની આગાહિ, છત્રી રેઇનકોટ તૈયાર રાખજો”

Leave a Comment

error: Content is protected !!