હેડકી બંધ કરવા: અચાનક શરૂ થયેલી હેડકી બંધ નથી થતી, કરો આ ઉપાય; ચપટી મા બંધ થશે હેડકી

હેડકી બંધ કરવા: હેડકીની દવા: આપણે ત્યાં દરેક બીમારી કે સ્વાસ્થ્ય સમસ્યાના નિવારણ માટે ઘરગથ્થુ ઉપાયો અજમાવવામાં આવતા હોય છે. કેટલીક આર્યુર્વેદિક દવાઓ પણ વર્ષોથી રેગ્યુલર ઉપયોગમાં લેવામાં આવે છે. ઉલ્ટી, ઉબકા કે હેડકી આવે ત્યારે પણ આવી દવાઓ કે ઘરગથ્થુ ઉપચારનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. દરેક સામાન્ય બીમારી એવી હોય છે કે જેની દવાઓ આપણે ઘરમા રાખતા હોઇએ છીએ. પરંતુ હેડકી એક એવી તકલીફ છે કે જેની ન તો કોઇ દવા આપણી પાસે હોય છે કે તે ઘડીકમા બંધ થવાનુ નામ લેતી નથી.

હેડકી આવવાનુ કારણ

  • સામાન્ય રીતે આપણે હેડકી આવે તો એવું કહેવાય છે કે, હેડકી આવે તો કોઈ તમને યાદ કરતું હોય છે. પણ એવું બિલકુલ હોતુ નથી લાઇફ સ્ટાઇલમા બદલાવ આવવાથી, વધારે ટેંશન લેવાથી અને ધૂમ્રપાન કરવાથી અચાનક હેડકી આવવાની શરૂ થઇ જતી હોય છે.
  • તો ખાસ કરીને પાન,માવા તમાકુ ખાતા લોકો જ્યારે તમાકુવાળુ થુંક થુંકી દેવાને બદલે ઓગાળી જતા હોય ત્યારે હેડકી આવતી હોય છે.
  • હેડકી માટેનું સૌથી મોટું કારણ જોઇએ તો પેટ અને ફેફસાંની વચ્ચે આવેલ ડાયાફ્રેમ અને પાંસળીના સ્નાયુઓમાં તહ્તુ સંકોચન છે. ડાયાફ્રેમના સંકોચનને કારણે, ફેફસાં ઝડપથી હવા અંદર ખેંચવા લાગે છે, જેના કારણે કોઈને પણ હેડકી આવવા લાગે છે.
  • આ સિવાય કારણો જોઇએ તો જ્યારે ખોરાક ખાવાથી કે ગેસ થવાથી પેટ ભરેલું લાગે ત્યારે પણ હેડકી આવતી હોય છે. વૈજ્ઞાનિકોના મતે,જોઇએ તો અતિશય હલનચલન અને પાચન અથવા શ્વસન માર્ગમાં ખલેલ પહોચવાથી વ્યક્તિને હેડકી આવી શકે છે. ગરમ તીખો અને મસાલેદાર ખોરાક ખાવાથી પણ હેડકી આવતી હોય છે.

આ પણ વાંચો: Diabetes Info: શું છે ડાયાબીટીસ ? કેમ ઝડપથી વધતા જાય છે ડાયાબીટીસ ના કેસ ? ડાયાબીટીસ ન થાય તે માટે શું ધ્યાનમા રાખશો ? ડાયાબીટીસ થાય તો શું ધ્યાન રાખવુ ?

હેડકી બંધ કરવા માટે

હેડકી બંધ કરવા માટે આમ તો કોઇ ચોક્કસ દવા નથી પરંતુ આપણે સામાન્ય રીતે હેડકી આવે તો નીચેના જેવા ઉપાયો અજમાવતા હોઇએ છીએ અને તેને લીધે હેડકી બંધ થઇ જતી હોય છે.

  • પાણી પીવું : હેડકી બંધ કરવા માટે સૌથી વધુ અજમાવાતો ઉપાય પાણી છે. શ્વાસ લેવાની વચ્ચે રોકાયા વિના ધીમે ધીમે એક ગ્લાસ પાણી પીવો. આ સૌથી જૂની યુક્તિ છે જેનો આપણે વર્ષોથી ઉપયોગ કરીએ છીએ, કારણ કે તે અદ્ભુત રીતે કામ કરે છે. જ્યારે તમે ધીમે ધીમે પાણી પીશો તો હેડકીની સમસ્યાથી રાહત મળશે.
  • શ્વાસ રોકો : થોડીવાર માટે તમારા શ્વાસને રોકો. આમ કરવાથી પણ હેડકી બંધ થઇ જતી હોય છે.
  • ખાંડ ખાઓ: આજ પછી આ તમારી મનપસંદ યુક્તિ બની જશે. હા, જો તમને હેડકી આવતી હોય તો અડધી ચમચી ખાંડ જીભ પર રાખો. ધીરે ધીરે તે ગળી જશે અને હેડકી પણ બંધ થઇ જતી હોય છે.
  • બરફના પાણીથી ગાર્ગલ કરો: 30 સેકન્ડ માટે બરફના પાણીથી ગળાના ભાગે ગાર્ગલ કરો. તેનાથી હેડકીમાંથી બહુ ઝડપથી રાહત મળે છે.

આ પણ વાંચો: હળદર વાળું દૂધઃ હળદર વાળું દૂધ પીવાના ફાયદા અને હળદર વાળું દૂધ પીવાના નુકસાન

  • જીભને હળવેથી ખેંચો: આ તમને થોડું અજીબ લાગશે પરંતુ આ યુક્તિ પણ કામ કરે છે. આ માટે તમારી જીભને એક કે બે વાર હળવા હાથે ખેંચો. આવી સ્થિતિમાં, જો તમને હેડકી આવી રહી છે, તો તમે આ ટ્રીકનો ઉપયોગ કરી શકો છો.
  • પેપર બેગમાં શ્વાસ લો : તમારા મોં પર પેપર બેગ મૂકો. તમારા નાકને પણ ઢાંકો. હવે શ્વાસ અંદર અને બહાર લેતી વખતે ધીમે ધીમે પેપર બેગને ફુલાવો. આમ કરવાથી હેડકી મા રાહત મળે છે.
  • ચપટી સૂંઠ અને ગાંગડી ગોળ લઇ એક ચમચી ઘી સાથે ચાટવાથી હેડકી મા રાહત મળે છે.
  • લીંડીપીપરનું ચૂર્ણ અને મોરનાં પીંછાની ભસ્મ સમાનભાવે લઇ મધ સાથે ચાટવાથી હેડકી તથા ઉલટીમાં તરત જ રાહત મળે છે.
  • લીંબુ ના રસનુ સેવન કરવાથી પન હેડકીમા રાહત મળે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

1 thought on “હેડકી બંધ કરવા: અચાનક શરૂ થયેલી હેડકી બંધ નથી થતી, કરો આ ઉપાય; ચપટી મા બંધ થશે હેડકી”

Leave a Comment

error: Content is protected !!