વીજ વપરાશ: power consumption: Use Electricity: આપણે આપના ઘરમાં રહેલ દરેક ઇલેક્ટ્રીક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. જેમાં TV, ફ્રીઝ, મોબાઈલ ચાર્જિંગ, વોશિંગ મશીન, લેપટોપ, બલ્બ, AC, પંખા તેમજ અન્ય ઘણા એવા ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ જે વીજળીથી ચાલે છે. અને આપણે આ તમામ ઉપકરણો ઉપયોગ કર્યા બાદ ઇલેક્ટ્રીસિટી તરફથી આવતા લાઇટ બિલ ભરીએ છે. ત્યારે શું તમે જાણો છો કે ક્યૂ ઉપકરણ કેટલો વીજ વપરાશ કરે છે અને ક્યૂ ઉપકરણ વધુ તેમજ ઓછો વાપરસ કરે છે. જો તમે નથી જાણતા તો આવો જોઈએ આ બાબતની માહિતી.
વીજ વપરાશ
વીજ બિલ વધુ આવવાની સંભાવના લગભગ ઘરે ઘરે હોય છે. ત્યાર આપણે પ્રશ્ન થાય છે કે આટલું બિલ આવે કઈ રીતે? જો તમે ઘરેલુ વ્યક્તિ છો તો તમે ચોક્કસ પણે જાણવા માંગતા હશો કે સરેરાસ એક માહિનાનો વીજળીનો વપરાશ કેટલો થાય છે તેમજ તમે જાણવા માંગતા હશો કે આ તમામ ઘરમાં રહેલ ઉપકરણો કેટલી વીજળી વપરાસ લે છે.
આ પણ વાંચો: Rajasthan Tourism: રાજસ્થાનના ફરવા લાયક 5 Best સ્થળો, જાણો અહીથી.
ઘરમાં TV, ફ્રેઝ, કુલર કે AC કેટલા યુનિટ વીજળી ઉપયોગ કરે છે. તે શોધવાનું કામ મુશ્કેલ છે. કોઈપણ એક ઉપકરણ કેટલી વીજળીનો વપરાષ કરે છે તે શોધવું મુશ્કેલ છે. આ બિલની ત્યારે જ ખબર પડશે જ્યારે બિલ આવશે. તેમાં પણ AC ચલાવવા માટે કેટલી વીજ વપરાશ થયો હતો કે કપડાં ઇસ્ત્રી કરવા પાછળ કેટલા યુનિટ વીજળીનો ખર્ચ થતો હશે તેની માહિતી મેળવવી અઘરી છે. પણ અમે જે રીતે સમજાવી એ છીએ જેનાથી તમે જાણી શકો છો કે વીજ વપરાશ કેટલો થયો છે.
વીજળીનો આટલો ખર્ચ હશે.
આ જાણવા માટે પહેલા તમારે 1 યુનિટનો અર્થ સમજવો પડશે. 1 યુનિટ એટ્લે 1 કિલોવોટ પ્રતિ કલાક એટ્લે 1000 વોટનું ઉપકરણ1 કલાક માટે ઉપયોગ થાય તો તે 1 યુનિટ વીજળી વપરાય છે. તમારા ઘરમાં LED બલ્બ, પાંખો, AC, TV, ફ્રીઝ, ટ્યુબ લાઇટ, માઇક્રોવે ઓવન, વોશિંગ મશીન, લેપટોપ અને મિક્ષર લગાવેલા હશે. જો 9 વોટના 3 બલ્બ 10 કલાક સુધી ઉપયોગ થાય તો તે 270 વોટ વીજળીનો વપરાશ કરશે. એજ રીતે જો ઘરમાં 60 વોટના 4 પંખા લગાવવામાં આવે અને 12 કલાક ચાલે તો 2880 વોટવીજળીનો વપરાશ થયો હશે.
આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.
આ પ્રમાણે વીજ બિલ હશે.
તમે ફક્ત કલ્પના કરો કે તમારા ઘરમાં તમામ ઉપકરણોથી 1 દિવસમાં 15000 વોટ વીજ વપરાશ થાય છે. જો આપણે તે 1000 વડે ભાગવાથી જવાબ 15 આવે છે. એટ્લે કે તમારા ઘરમાં 1 દિવસમાં 15 યુનિટ વીજળીનો ઉપયોગ થાય છે. તો આખા મહિના માટે 450 યુનિટ વીજળી વપરાશ થયો હશે. ત્યાર બાદ હવે તમે ગ્રામ્યમાં રહો છો કે શહેરીમાં તેના પર વીજનો દર નક્કી કરવામાં આવે છે. 450 યુનિટના હિસાબે ગ્રામ્યમાં 2000 રૂપિયા અને શહેરી વિસ્તાર માટે 2500 રૂપિયાની આજુબાજુ હશે. અને તેમાં ફિક્સ ચાર્જ અને ઇલેક્ટ્રીકસિટી ડ્યૂટી ઉમેરીને બિલ તૈયાર કરવામાં આવે છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
