GSSSB ભરતી પરીક્ષા પધ્ધતિ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં કેવી છે પરીક્ષા પધ્ધતિ, ઉમેદવારોએ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે.

GSSSB ભરતી પરીક્ષા પધ્ધતિ: GSSSB Exam Pattern: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા હાલમાં જ નવી ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ પર 4300 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. પરંતુ હવે આ તમામ પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર થઈ ગયો છે કારણ કે આ પરીક્ષા પધ્ધતિ હવે 2 તબ્બકામાં યોજાશે. હવે આ GSSSB ભરતી પરીક્ષા પધ્ધતિમાં કમ્પ્યુટર દ્વારા પરીક્ષા લેવામાં આવશે અને અન્ય બદલાવ પણ કરવામાં આવ્યા છે. જેથી ઉમેદવારો આ ભરતીથી વાકેફ થાય.

GSSSB ભરતી પરીક્ષા પધ્ધતિ

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર
આર્ટીકલનું નામGSSSB ભરતી પરીક્ષા પધ્ધતિ
વર્ષ2024
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક, બિનસચિવાય ક્લાર્ક, હેડ ક્લાર્ક તથા અન્ય
અરજી કરવાની શરૂઆત4 જાન્યુઆરી 2024
ઓફિશિયલ વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in/Index

આ પણ વાંચો: બચત ખાતા પર ટેક્સ: બેન્ક સેવિંગ ખાતામાં આટલી રકમ રાખવા પર લાગે છે ઇન્કમ ટેક્સ, જો આનાથી વધારે રકમ ખાતામાં જમા છે તો તમે ઇન્કમ ટેક્સની નજરમાં છો.

GSSSB Exam Pattern

સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ઉતમ તક છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા 4300 થી વધારે પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળે હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સહિત ગ્રેડ 1 અને ગ્રેડ 2 સહિત 20 અલગ અલગ કેદાર માટે કુલ 4300 થી વધારે પદો માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ ભરતી માટેની ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 1 જાન્યુઆરી 2024થી શરૂ થઈ ગઈ છે. અને આવનારા માહિનાઑમાં પરીક્ષા પણ લેવામાં આવે છે. ત્યારે ઉમેદવારોએ આ GSSSB ભરતી પરીક્ષા પધ્ધતિ પણ જાણવી જરૂરી છે. કે આવનારી પરીક્ષા પેટર્ન કેવી રહેશે અને પસંદગી કેવી રીતે થશે.

આ પણ વાંચો   પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની પધ્ધતિમાં ફેરફાર, જુઓ શું શું થયા ફેરફારો.

2 તબ્બકામાં લેવાશે પરીક્ષા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વિવિધ પોસ્ટ માટેની કુલ 4300 થી વધારે જગ્યા પર ભરતી આવી છે આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કરવામાં માટે પરીક્ષા પધ્ધતિથી કરવામાં આવશે અને આ પરીક્ષા 2 તબબ્કામાં લેવાશે. ઉમેદવારોએ અહી પરીક્ષા પધ્ધતિથી અને પસંદગી વિષે સમજવું જરૂરી છે.

આ પણ વાંચો: ડ્રાઈફૃટ્સનું સૌથી સસ્તું માર્કેટ: 40 રૂપિયામાં બદામ અને 30 રૂપિયામાં કાજુ મળશે આ બજારમાં.

પહેલો તબબકો (પ્રાથમિક તબ્બકો)

  • મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોને પસંદ કરવા માટે પ્રથમ તબ્બકામાં ગ્રૂપ – A અને ગ્રૂપ – B હેઠળના તમામ સાવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ પ્રકાર ધરાવતી કમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ પધ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.
  • પ્રાથમિક પરીક્ષામાં 100 પ્રશ્નોનાં પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે 100 ગુણની રહેશે. અને પરીક્ષણો સમય 60 મિનિટનો રહેશે.
  • પ્રત્યેક ખોટા જવાબ દીઠ 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ કરવામાં આવશે.
  • દિવ્યાંગ ઉમેદવારો માટે વધારાની 20 મિનિટ આપવામાં આવશે.
  • પ્રાથમિક કસોટી માત્ર સ્ક્રિનિંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહીં.
  • અરજી ફી સાથે દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામ ચલાવ ધોરણે પ્રિલિમનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.
  • પ્રાથમિક પરિક્ષાના અંતે ગ્રૂપ – A અને ગ્રૂપ – B માટે મુખ્ય પરીક્ષા લાયક ઠરેલા ઉમેદવારની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે. અને ગ્રૂપ – A અને ગ્રૂપ – B માટે મેરિટના આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા ઉમેદવારોને ગ્રૂપ – A અને ગ્રૂપ – B ના બીજા તબ્બકામાં મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.

પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ

આ GSSSB ભરતી પરીક્ષા પધ્ધતિમાં પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ નીચે મુજબ દર્શાવવામાં આવ્યો છે.

વિષયનું નામગુણ
Reasoning40 માર્ક
Quantitive Aptitude 30 માર્ક
English15 માર્ક
ગુજરાતી15 માર્ક
કુલ માર્ક100 માર્ક

આ પણ વાંચો: લીલી ડુંગળીના ફાયદા: શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે લીલી ડુંગળી, જાણો 10 કમાલના ફાયદાઓ:

આ પણ વાંચો   ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

બીજો તબબકો (મુખ્ય પરીક્ષા)

પ્રથમ તબ્બ્કાની પરીક્ષા બાદ ગ્રૂપ – A માટે વર્ણનાત્મક જ્યારે ગ્રૂપ – B માટે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પધ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.

લઘુતમ લાયકી ધોરણ

પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવતા ધોરણ 40 ટકા રાખવામા આવ્યું છે. ઉમેદવારે પ્રત્યેક તબ્બકાની પરીક્ષામાં લઘુતમ લાયકી ગુણવતા ધોરણ 40 ટકા માર્કસ નિયત કરવામાં આવ્યા છે.તેમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવારો માટે 0 ટકા માર્ક કરત ઓછું ન્યૂનતમ ગુણવતા ધોરણ કોઈપણ સંજોગો માં નક્કી કરશે નહીં.

અગત્યની લિંક

ઓફિશિયલ વેબસાઇટ અહી ક્લિક કરો
પરીક્ષાના સિલેબસની PDF માટે અહી ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટેઅહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો
GSSSB ભરતી પરીક્ષા પધ્ધતિ
GSSSB ભરતી પરીક્ષા પધ્ધતિ

Leave a Comment

error: Content is protected !!