Diwali 2023: આ વખતે દિવાળીમાં ફટાકડા ફોડવા માટે ફક્ત બે કલાકનો સમયગાળો. જાણો કઈ જગ્યા એ લાગુ પડશે નિયમ

Diwali 2023: દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું: આ વખતે દિવાળી 2023 પર તહેવારો ને લઈ ને મોટું જાહેરનામું બહાર પડ્યું છે. પોલીસ કમિશ્નર દ્વારા બહાર પડેલા આ જાહેરનામામાં સુપ્રીમકોર્ટના નિયમ અને સાથે સાથે ગ્રીન ફટાકડા ફોડવાનો ઉલ્લેખ કરેલ છે.

રાજકોટ માં દિવાળી તહેવાર ને અનુસંધાને પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાત્રિના 8 વાગ્યા થી લઈ ને 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ જાહેરનામું સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે બહાર પડેલ છે.

Diwali 2023 ફટાકડા ફોડવા પર જાહેરનામું

દિવાળી 2023 / DIWALI 2023: તમામ લોકો હવે દિવાળી ના તહેવાર ની તૈયારી ધામધૂમ થી કરી રહ્યા છે. બાળકો પણ ફટાકડા ફોડવા માટે આતુર છે. વાલીઓ પણ ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. ત્યારે દિવાળી ને હવે ગણતરીના દિવસો જ બાકી છે એવામાં રાજકોટ થી એક મોટા સમાચાર મળી રહયા છે. આ સમાચાર મુજબ દિવાળી ના તહેવારો ને અનુલક્ષી ને રાજકોટ પોલીસ કમિશ્નરનું જાહેરનામું સામે આવ્યું છે. રાજકોટ ના પોલીસ કમિશ્નરે દિવાળી માં ફટાકડા ફોડવાના સમય બાબતે જાહેરનામું બહાર પડ્યું છે. આ જાહેરનામા મુજબ હવે રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારમાં રાત્રે 8 વાગ્યા થી લઈ ને રાત્રિના 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.

શું છે સુપ્રિમકોર્ટનો નિયમ

સરકારશ્રીના જાહેરનામા અનુસાર, ગ્રીન માન્યતા પ્રાપ્ત ફટાકડા એટલેકે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે. આવા ફટાકડાના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપેલ છે. ગ્રીન માન્યતા સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકાયેલ છે. આ ઉપરાંત ભારે ઘોંઘાટ વાળા ફટાકડા ઉપર પણ પ્રતિબંધ મૂકાયેલ છે. તેમજ તમામ ઈ-કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકાયેલ છે. તેમજ ફટાકડા બનાવવા માટે જે બેરિયમનો ઉપયોગ થાય છે તે બેરીયમના ઉપયોગ કરવા પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મેકેલ છે. 

આ પણ વાંચો   Bank Holiday October: ઓક્ટોબરમાં આટલા દિવસ રહેશે બેન્ક બંધ, બેન્કના કામ બાકી હોય તો વહેલા પૂરા કરી લેજો.

પોલીસ કમિશ્નરનું જાહેરનામું 

હમણાં હમણાં જ રાજકોટ શહેર પોલિસ કમિશ્નરનું જાહેરનામું બહાર પડ્યું છે. આ જાહેરનામા મુજબ દિવાળીના તહેવાર પર રાત્રિના 8 વાગ્યા થી લઈ ને 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ જાહેરનામા માં સુપ્રીમ કોર્ટ ના નિયમ અને ગ્રીન ફટાકડા ફોડવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. અને સાથે જ ગોડાઉન, હોસ્પિટલ, એરપોર્ટ, અને જાહેર સ્થળો પર ફટાકડા ફોડવાનો પ્રતિબંધ ફરમાવ્યો છે. અને સાથે સાથે જ ધાર્મિક સ્થળો, પેટ્રોલ પમ્પ, શાળા અથવા કોલેજ, નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મહત્વ પૂર્ણ લિન્ક

હોમ પેજઅહીં ક્લિક કરો
અમને ગૂગલ ન્યુસ પર ફોલો કરોઅહીં ક્લિક કરો
વ્હાટ્સપ ગ્રુપમાં જોઇન થાઓઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!