ફ્રી સિલાઇ મશીન યોજના:માનવ ગરીમા યોજના: માનવ કલ્યાણ યોજના: free silai machine yojana: ગુજરાત સરકાર વિવિધ વર્ગના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. ખેડૂતો, વૃદ્ધો, બાળકો, વિવિધ વ્યવસાયકારો અને મહિલાઓ ને ઘણી સરકારી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. મહિલાઓને શીવણ કામ માટે સહાય આપતી આવી જ 2 યોજનાઓ માનવ કલ્યાણ યોજના અને માનવ ગરીમા યોજના ની માહિતી મેળવીશુ.
ફ્રી સિલાઇ મશીન યોજના
યોજના | માનવ ગરીમા યોજના માનવ કલ્યાણ યોજના |
અમલીકરણ વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
આર્ટીકલ પ્ર્કાર | શીવણ કામ માટે સિલાઇ મશીન કિટ |
યોજનાનો હેતુ | સ્વરોજગારીની તકો |
કચેરી સંપર્ક | વિકસતિ જાતિ કલ્યાણ |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન અરજી |
અરજી કરવાની તારીખ | મે અને જૂન માસમા |
Official Website | www.esamajkalyan.gujarat.gov.in |
માનવ ગરીમા યોજના
આ યોજનાન ફોર્મ સામાન્ય રીતે દર વર્ષે જુલાઇ માસમા ઓનલાઇન ભરવા માટે સમાજ કલ્યાણ ખાતા તરફથી જાહેરાત આપવામા આવે છે. આ યોજનામા કુલ 28 પ્રકારના વ્યવસાય માટે સાધન કીટ સહાય રૂપે આપવામા આવે છે. ઓનલાઇન ફોર્મ ભરાયેલા લોકો પૈકી કોમ્પ્યુટર ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી કરવામા આવે છે.
પાત્રતાના માપદંડ
આ યોજના અંતર્ગત આવક મર્યાદા નિયત કરવામા આવી છે. હાલમાં વાર્ષિક આવક મર્યાદા ૬,૦૦,૦૦૦/- નિયત કરવામા આવેલી છે.
સહાયનું ધોરણ
આ યોજના અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો અરજી કરી શકે છે. તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં મૂકવામા આવેલી છે.
વ્યવસાય લીસ્ટ અને સહાય
માનવ ગરીમા યોજનામાં શીવણ કામ, દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે જેવા કુલ-૨૮ વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) કોમ્પ્યુટર દ્રો દ્વારા લાભાર્થીની પસંદગી કરીને આપવામાં આવે છે.
માનવ ગરીમા યોજના ડોકયુમેન્ટ લીસ્ટ
આ યોજના અંતર્ગત નીચે મુજબના ડોકયુમેન્ટ ની જરૂરીયાત રહે છે.
- આધાર કાર્ડ ની નકલ
- રેશન કાર્ડ ની નકલ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ રેશનકાર્ડ)
- અરજદારની જાતિ/ પેટાજાતિનો દાખલો
- તાલુકા વિકાસ અધિકારી/ મામલતદાર દ્વારા આપવામા આપેલ વાર્ષિક આવકનો દાખલો
- અભ્યાસનો પુરાવો
- વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
- બાંહેધરી પત્રક
- અરજદારના ફોટો
માનવ કલ્યાણ યોજના
આ યોજના અંતર્ગત વિવિધ પ્રકારના વ્યવસાય માટે સાધન ટુલ્સ કીટ સહાય રૂપે આપવામા આવે છે.
માનવ કલ્યાણ યોજના વ્યવસાય લીસ્ટ
માનવ કલ્યાણ યોજના 2023 મા નીચેના વ્યવસાય માટે સાધન સહાય ટુલ્સ કીટ મળવાપાત્ર છે.
- કડીયાકામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચી કામ
- ભરત કામ
- દરજી કામ
- કુંભારી કામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
- ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- સુથારી કામ
- ધોબી કામ
- સાવરણી સુપડા બનાવનાર
- દુધ-દહીં વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણાં બનાવટ
- ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફલોરમીલ
- મસાલા મીલ
- રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
- મોબાઇલ રીપેરીંગ
- પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
- હેર કટીંગ (વાળંદ કામ)
આ પણ વાંચો: GUEEDC: બિનઅનામત વર્ગ માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ
- યોજનાની પાત્રતા: ઉંમર:- ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ.
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા .
- આ યોજના અંતર્ગત અરજી કરવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
માનવ કલ્યાણ યોજના અરજી ફોર્મ
આ યોજનામા ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબ ના સ્ટેપ મુજબ પ્રોસેસ કરવાની રહેશે.
- સૌ પ્રથમ આ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in ખોલવાની રહેશે.
- ત્યારબાદ આ વેબસાઇટમા ઉપર આપેલા વિવિધ વિભાગ પૈકી કમિશનર,કુટીર અને ગ્રામોદ્યોગ પર ક્લીક કરો.
- ત્યારબાદ વિવિધ યોજનાઓનુ લીસ્ટ તમને દેખાશે. તેમાથી માનવ ક્લ્યાણ યોજના પર ક્લીક કરો.
- આ યોજનાની તમામ માહિતી આપને દેખાશે તે વાંચી લો.
- ત્યારબાદ ઓનલાઇન અરજી કરો. જેમા સૌ પ્રથમ તમારુ રજીસ્ટ્રેશન કરો અને ત્યારબાદ તમારી માંગવામા આવેલી માહિતી ભરો.
- માંગેલા ડોકયુમેન્ટ અપલોડ કરો.
- ડોકયુમેન્ટ અપલોડ કરતી વખતે એક ખાસ ધ્યાન રાખો કે ઓરીજીનલ ડોકયુમેન્ટ ને સ્કેન કરીને જ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી કંફર્મ કરી પ્રીન્ટ કાઢી તમારી પાસે સેવ રાખો.
અગત્યની લીંક
માનવ ગરીમા યોજના ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
માનવ કલ્યાણ યોજના ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
માનવ ગરીમા યોજના ના ફોર્મ ઓનલાઇન ભરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
www.esamajkalyan.gujarat.gov.in
માનવ કલ્યાણ યોજના ના ફોર્મ ઓનલાઇન ભરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://e-kutir.gujarat.gov.in
ફ્રી સિલાય મશીન યોજના
257713