Jio air Fiber: જિયો એર ફાઇબર 8 શહેરોમા થયુ લોન્ચ, જાણો શુ રીચાર્જ પ્લાન છે અને કેટલી મળશે સ્પીડ

Jio air Fiber: Jio air Fiber Recharge Plan: Jio Air Fiber Price: રિલાયન્સ જિયો ગ્રાહકોને ટેલીકોમ અને ઈન્ટરનેટ ક્ષેત્રે અવનવી સેવાઓ પુરી પાડતી રહે છે. જિયો એ ગણેશ ચતુર્થી પર તેની એર ફાઈબર સેવા શરૂ કરી છે. તેનો ઉપયોગ ઘર અને ઓફિસ બંને જગ્યાએ કરી શકાય છે. અને કસ્ટમરને સારી ઇન્ટરનેટ સ્પીડ મળી રહે છે. રિલાયન્સ એર ફાઈબરમાં, યુઝર્સને 1 Gbps સુધીની ઉત્તમ સ્પીડ મળશે, જેથી તમે હાઈ-ડેફિનેશન વિડિયો સ્ટ્રીમિંગ, ઑનલાઇન ગેમિંગ અને બફરીંગ વગર અવિરત વિડિયો જોવાનો આનંદ માણી શકો. ચાલો જાણીએ Jio air Fiber ની કિંમત શુંં છે ? તેના રીચાર્જ પ્લાન શું છે ? અને હાલ કયા કયા શહેરોમા લોન્ચ કરવામા આવ્યુ છે ?

Jio air Fiber

રિલાયન્સના ચેરમેન મુકેશભાઇ અંબાણીએ 28 ઓગસ્ટે કંપની ની 46 મી વાર્ષિક સામાન્ય સભામાં જિયો એર ફાઈબર લોંચ કરવાની જાહેરાત કરી હતી, ત્યારથી યુઝર્સ રિલાયન્સના આ વિસ્ફોટક જિયો એર ફાઈબરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો તમે પણ જિયો એર ફાઈબર ની અદભુત ઇન્ટરનેટ સ્પીડનો આનંદ માણવા માંગો છો, તો અહીં અમે તમને તેના પ્લાન અને ફીચર્સ વિશે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ.

આ પણ વાંચો: World Cup Team List: વર્લ્ડ કપ માટે તમામ દેશોની ટીમ જાહેર, કઇ ટીમ માથી કયો ખેલાડી રમશે

Jio air Fiber Recharge Plan

જિયો એર ફાઈબર પ્લાન 6 મહિના અને 12 મહિનાની મુદત માટે લઈ શકાય છે. જેમાં કંપની પાસેથી 6 મહિનાનો પ્લાન ખરીદવા માટે તમારે 1000 રૂપિયાનો ઇન્સ્ટોલેશન ચાર્જ પે કરવો પડશે. 12 મહિનાનો પ્લાન લેવા પર, તમારે કોઈ ઇન્સ્ટોલેશન ચાર્જ પે નહી કરવો પડે. જિયો એર ફાઈબર પ્લાન 599 રૂપિયા + GST ​​માસિકથી શરૂ થાય છે. જિયો એર ફાઈબર એ ઇંટરનેટ સ્પીડ માટે એક સંકલિત એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન છે જે હોમ એન્ટરટેઇનમેન્ટ, સ્માર્ટ હોમ સર્વિસ અને હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ જેવી સર્વીસ પુરી પાડશે.

જિયો કંપનીએ હાલ નીચેના શહેરો મા આ સર્વીસ પુરી પાડવા જાહેરાત કરી છે.

  • દિલ્હી
  • મુંબઈ
  • હૈદરાબાદ
  • કોલકાતા
  • અમદાવાદ
  • બેંગલુરુ
  • ચેન્નાઈ
  • પુણે

આ પણ વાંચો: ફ્રી સિલાઇ મશીન યોજના: માનવ ગરીમા યોજના અને માનવ કલ્યાણ યોજનાઓ મા મળે છે ફ્રી સિલાઇ મશીન કિટ, જાણો આ યોજનાઓની પુરી માહિતી

Jio air Fiber માટે કંપનીએ બજારમાં એર ફાઈબર અને એર ફાઈબર મેક્સ નામના બે પ્લાન લોન્ચ કર્યા છે. એર ફાઇબર પ્લાનમાં ગ્રાહકને બે પ્રકારના સ્પીડ પ્લાન આપવામા આવશે, જેમા 30 Mbps અને 100 Mbps વાળા પ્લાન છે. કંપનીએ પ્રારંભિક 30 Mbps સ્પીડ વાળા પ્લાનની કિંમત 599 રૂપિયા રાખી છે. જ્યારે 100 Mbps વાળા પ્લાનની કિંમત 899 રૂપિયા રાખવામાં આવી છે. બંને પ્લાનમાં ગ્રાહકને 550 થી વધુ ડિજિટલ ચેનલ્સ અને 14 એન્ટરટેઈનમેન્ટ એપ્સ આપવામા આવશે. એર ફાઇબર પ્લાન હેઠળ, કંપનીએ 100 Mbps સ્પીડ સાથે 1199 રૂપિયાનો પ્લાન પણ લોંચ કર્યો છે. જેમાં ઉપરોક્ત ચેનલો અને એપ્સની સાથે Netflix, Amazon અને Jio Cinema જેવી પ્રીમિયમ એપ્સ નુ સબસ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ હશે.

Jio Fiber અને જિયો એર ફાઈબર મા શું તફાવત છે?

Jio ફાઈબર ઓપ્ટિક વાયર ટેક્નોલોજી પર વર્કીંગ કરે છે. આના દ્વારા ઇન્ટરનેટ સેવા પુરી પાડવા માતે કંપની ઘર/ઓફિસમાં રાઉટર ઇન્સ્ટોલ કરવામા આવે છે. ઓપ્ટિક વાયરને તે રાઉટર સાથે જોડેલ હોય છે. આ પછી, ફાઇબર સ્થિર હાઇ-સ્પીડ ઇન્ટરનેટ આપે છે. કંપની જિયો એર ફાઈબર દ્વારા વાયરલેસ બ્રોડબેન્ડ સર્વીસ પ્રોવાઇડ કરશે. તે વાયરલેસ ડોંગલની જેમ કામ કરે છે, પરંતુ ઇન્ટરનેટની ઝડપ ઘણી ઝડપી હોય છે. આ માટે કોઈપણ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડતી નથી. તે સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
Jio air Fiber
Jio air Fiber

Jio air Fiber સર્વીસ હાલ કેટલા શહેર મા પુરી પાડવામા આવે છે ?

8 શહેર મા

Jio air Fiber મા કેટલા રીચાર્જ પ્લાન છે ?

2 પ્લાન હાલ છે. 30 Mbps અને 100 Mbps વાળા પ્લાન

Leave a Comment

error: Content is protected !!