ફ્રી સિલાઇ મશીન યોજના: આ યોજનામા મળશે મહિલાઓને સિલાઇ મશીન, જાણો કયા અરજી કરવી અને કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે

ફ્રી સિલાઇ મશીન યોજના: Free Silai machine yojana: કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા સમાજના દરેક વર્ગો માટે ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. ખાસ કરીને મહિલાઓ આર્થીક રીતે પગભર બને તે માટે ઘણી યોજનાઓ અંતર્ગત સહાય આપવામા આવે છે. આવી જ એક સહાયકારી યોજના એટલે મહિલાઓ માટે ફ્રી સિલાઇ મશીન ની યોજના. ઘણી યોજનાઓ અંતર્ગત મહિલાઓને સિલાઇ મશીન અને સિવણ કામ માટે સિલાઇ મશીન ની કીટ આપવામા આવે છે. આ આર્ટીકલ મા આપણે તેની માહિતી મેળવીશુ.

ફ્રી સિલાઇ મશીન યોજના

ફ્રી સિલાઈ મશીન યોજના 2024 વિશે જરૂરી માહિતી નીચે મુજબ છે.

 • યોજના :  ફ્રી સિલાઈ મશીન યોજના (Free Silai Machine Yojana)
 • સંબંધિત વિભાગ – મહિલા કલ્યાણ વિભાગ
 • લાભાર્થી જુથ: દેશની આર્થીક રીતે પછાત મહિલાઓ
 • યોજના નો હેતુ:  ગરીબ મહિલાઓને મફત સિલાઈ મશીન અને સિવણ કીટ આપવી
 • યોજના કેટેગરી:  કેન્દ્ર સરકાર અને રાજય સરકાર
 • અરજી પ્રક્રિયા:  ઓનલાઇન
 • ઓફિશિયલ વેબસાઇટ – https://pmvishwakarma.gov.in અને https://esamajkalyan.gujarat.gov.in

Free Silai machine yojana

સિલાઇ મશીન માટેની આ યોજના ની જરૂરી માહિતી નીચે મુજબ છે.

મહિલાઓને સિલાઇ કામ માટે શિવણ કિટ આપવામા આવે છે. રાજયમા આવી 2 યોજનાઓ પ્રવર્તમાન છે. જેમા ડ્રો મા પસંદ થયેલી મહિલાઓને શીવણ કામ માટે કિટ આપવામા આવે છે. જેની માહિતી નીચે મુજબ છે.

આ પણ વાંચો: આયુષ્માન કાર્ડ પ્રોસેસ: ઘરેબેઠા ઓનલાઇન ડાઉનલોડ કરો આયુષ્માન કાર્ડ, મળશે 10 લાખનો આરોગ્ય વિમો

માનગ ગરીમા યોજના

મનાવ ગરીમા યોજના અંતર્ગત વિવિધ 228 જેટલા વ્યવસાયો માટે સાધન ટુલ્સ કીટ આપવામા આવે છે. જેમા વિવિધ વ્યવસાયો ઉપરાંત દરજી કામ માટે પણ સાધન સામગ્રી ખરીદવા માટે ટુલ્સ કીટ આપવામા આવે છે. આ યોજના ની મુખ્ય જોગવાઇઓ નીચે મુજબ છે

 • આ યોજના અંતર્ગત નવો ધંધો વ્યવસાય શરૂ કરવા માટે સાધન સહાય અને ટુલ્સ કિટ આપવામા આવે છે.
 • આ યોજના માટે લાભાર્થીની ઉંંમર ૧૮ થી ૬૦ વર્ષ ની વચ્ચે હોવી જોઇએ.
 • અનુસૂચિત જાતિના લોકો માટે આવક મર્યાદા વાર્ષિક રૂ. 6,00,000 નક્કી કરવામા આવેલ છે.
 • અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ ના અરજદારો માટે કોઇ આવક મર્યાદા રાખવામા આવેલ નથી.
 • લાભાર્થી અથવા લાભાર્થીના કુટુંબ ને આ યોજના અંતર્ગત એક વખત જ લાભ મળવાપાત્ર છે. અગાઉ આ યોજના નો લાભ મેળવેલ હશે તો ફરીથી લાભ મળવાપાત્ર નથી.
 • આ યોજના અંતર્ગત ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, જાતિ નો દાખલો, આવકનો દાખલો વગેરે જેવા ડોકયુમેન્ટ ને જરૂરિયાત રહે છે.
 • આ યોજના અંતર્ગત સૌ પ્રથમ નિયત તારીખોમા ઓનલાઇન અરજી કરવાની હોય છે. ત્યારબાદ આવેલી તમામ અરજીઓ ની કમ્યુટરાઇઝડ ડ્રો દ્વારા લાભાર્થીની પસંદગી કરવામા આવે છે.
 • ત્યારબાદ ડોકયુમેન્ટ જમા કરાવવાના હોય છે. અને પસંદ થયેલા લાભાર્થીઓને ટુલ્સ કિટ આપવામા આવે છે.

આ પણ વાંચો: સરકારી યોજના: ખેડૂતો માટે ઉપયોગી છે આ 5 સરકારી યોજના, મળશે સહાય અને સબસીડી

માનવ કલ્યાણ યોજના

આ યોજના અંતર્ગત આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્‍વરોજગારી ઉભા કરવા માટે જરૂરી ઓજારો/સાધન સહાય આપવામા આવે છે. આ યોજનાની મુખ્ય વિગતો નીચે મુજબ છે.

 • ગરીબી રેખા નીચે જીવતા લોકોની આર્થીક સ્થિતિ સુધારવા માટે અગાઉની સ્વ રોજગાર યોજના ને બદલે માન કલ્યાણ યોજના 1995 થી શરૂ કરવામા આવી છે.
 • આ યોજના અંતર્ગત ફેરીયા, શાકભાજી વેચનાર અને અન્ય વિવિધ વ્યવસાય કરતા લોકોને સાધન સહાય આપવામા આવે છે.
 • આ યોજના અંતર્ગત આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 120000 અને શહેરી વિસ્તાર માટે રૂ.150000 નક્કી કરવામા આવેલ છે.
 • આ યોજના નો લાભ લેવા માટે અરજદાર ની ઉંમર 16 થી 60 વર્ષ ની વચ્ચે હોવી જોઇએ.
 • આ યોજના અંતર્ગત ફોર્મ ઓનલાઇન ભરવાનુ હોય છે.
 • ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, આવક નો દાખલો વગેરે જેવા ડોકયુમેન્ટ ની જરૂરીયાત રહે છે.
 • ફોર્મ ભર્યા બાદ આવેલી અરજીઓ પૈકી કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા લાભાર્થીની પસંદગી કરવામા આવે છે.

અગત્યની લીંક

માનવ ગરીમા યોજના ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
માનવ કલ્યાણ યોજના ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
ફ્રી સિલાઇ મશીન યોજના
ફ્રી સિલાઇ મશીન યોજના

માનવ ગરીમા યોજના મા લાભાર્થીની પસંદગી કઇ રીતે કરવામા આવે છે ?

કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા

માનવ કલ્યાણ યોજના મા આવક મર્યાદા કેટલી છે ?

ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.120000 અને શહેરી વિસ્તાર માટે રો.150000

5 thoughts on “ફ્રી સિલાઇ મશીન યોજના: આ યોજનામા મળશે મહિલાઓને સિલાઇ મશીન, જાણો કયા અરજી કરવી અને કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે”

Leave a Comment

error: Content is protected !!