Cyclone Tej Route: વાવાઝોડુ તેજ કેટલે પહોંચ્યુ, ગુજરાત પર અસર થશે કે નહિ; લેટેસ્ટ આગાહિ

Cyclone Tej Route: વાવાઝોડુ તેજ: હવામાન સમાચાર: ગુજરાતમા જૂન મહિનામા આવેલા બિપોરજોય વાવાઝોડાએ ઘણી તારાજી સર્જી હતી અને મોટાપાયે નુકશાની થઇ હતી. એવામા વધુ એક ચક્રવાત સર્જાવાની ભીતી સેવાઇ રહી છે. રાજ્યમાં લોકોને જ્યારથી વાવાઝોડું સક્રિય બની રહ્યુ છે ત્યારથી લોકોની ચિંતા મા વધારો થયો છે ખાસ કરીને ખેડૂતો ને ખેતીમા તૈયાર થયેલા પાકમા નુકશાની થવાનો ડર છે. ત્યારે લોકો આશા કરી રહ્યા છે કે આ સિસ્ટમ ગુજરાતમાથી પસાર ન થાય. ત્યારે હવામાન વિભાગે આજે આપેલી લેટેસ્ટ માહિતી પ્રમાણે, રાજ્યમાં આગામી 5 થી 7 દિવસ વરસાદ આવવાની શક્યતા નહીવત દેખાઇ રહિ છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, હવામાનમાં પણ મોટા ફેરફારની શક્યતા નથી.

Cyclone Tej Route

વાવાઝોડા અંગેની સ્થિતિ સ્પષ્ટ કરતા, અમદાવાદ હવામાન વિભાગના ટાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, ‘હાલ સાયક્લોન લોપ્રેશર બનીને તે વેલ માર્ક લો પ્રેશર બની રહ્યુ છે અને હવે તે ડિપ્રેશનમાં પરિવર્તિત થનાર છે. જે આગામી 24 કલાકમાં વધુ પ્રબળ બને તેવી શકયતાઓ દેખાઇ રહિ છે. જે બાદ 22 તારીખે આ સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બને તેવુ દેખાઇ રહ્યુ છે. જેનું મુવમેન્ટ સાઉથ ઓમાન અને એમ એન કોસ્ટ તરફ રહે તેવો હાલ રૂટ છે.

આ પણ વાંચો: SSC Exam Paper Style: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તમામ વિષયની નવી પેપર સ્ટાઇલ અને મોડેલ પેપર

આ સાથે તેમણે ગુજરાતના દરિયાકિનારે આ ચક્રવાતની અસર કેવી રહેશે તે અંગે જણાવતા કહ્યુ કે, ‘ગુજરાતના દરિયાકાંઠે અસર થાય તેવી શકયતાઓ ઓછી છે. હાલ ગુજરાતમા વરસાદ અને ભારે પવનની પણ કોઇ આગાહી નથી. માછીમારો માટે પણ કોઇ ચેતવણી આપવામા આવી નથી. પરંતુ સાઉથ વેસ્ટ અરેબિયન સીમાં ચેતવણી રહેશે. એટલે માછીમારોએ તે બાજુ ન જવા જણાવવામા આવ્યુ છે.

હવામાન સમાચાર

ભારતીય હવામાન વિભાગે આગાહિ કરતા જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને નજીકના દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર લો પ્રેશર એરીયામા ફેરવાઈ ગયો છે, જેનાથી 21 ઓક્ટોબરની સવારે ચક્રવાતી તોફાન સર્જાય તેની સંભાવના વધી છે. આ વર્ષે અરબી સમુદ્રમાં થનાર આ બીજું ચક્રવાતી તોફાન હશે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતી વાવાઝોડાના નામકરણની ફોર્મ્યુલા અનુસાર આ ચક્રવાતનુ નામ ‘તેજ’ હશે. જો કે, વૈશ્વિક હવામાન આગાહી કહે છે કે આ વાવાઝોડું અરબી સમુદ્રમાં છે અને તે પાકિસ્તાન અને ગુજરાતના દરિયાકાંઠે તેનો રુટ બદલે તેવી શકયતા છે. આ ચક્રવાતી તોફાનમાં 62-88 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ તેવી શકયતાઓ રહેલી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ અંગે જણાવ્યુ હતુ કે, ‘અરબ સાગરમાં દક્ષિણપૂર્વ-દક્ષિણ મધ્યમમાં એક લો પ્રેશર સક્રિય થઇ રહ્યુ છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બનવાની શક્યતાઓ દેખાઇ રહી છે. જો કે, આ સિસ્ટમ પર હવામાન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે. દક્ષિણપૂર્વ-દક્ષિણ મધ્યમ અરબી સમુદ્રમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અગાઉ પણ અનુમાન જાહેર કર્યુ હતુ કે, 17 ઓક્ટોબરથી એક સિસ્ટમ અરબી સમુદ્રમાં આકાર લેનાર છે.’ આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, હાલ અરબી સમુદ્રમાં વાવાઝોડાની પ્રકિયા શરુ થઈ ગઈ છે. 20 ઓક્ટોબરે આ સિસ્ટમ મજબૂત બનનાર છે. 21થી 24 ઓક્ટોબરે વાવાઝોડુ વધુ મજબુત હશે. તેની ગતિ 150 કિલોમીટર જેટલી રહેવાની શક્યતા છે.’

આ પણ વાંચો: ઈન્સ્ટન્ટ ઈલેક્ટ્રિકલ વોટર હીટર: હિટર અને ગીઝર ની ઝંઝટ ખતમ, હવે 999 રૂ. મા આખો શિયાળો મળશે ગરમ પાણી

ભારતીય હવામાન વિભાગે અરબ સાગરમાં બનનારા સંભવિત ચક્રવાતી તોફાનના કારણે મહારાષ્ટ્રમાં હવામાનમાં બદલાવ આવવાની ચેતવણી આપી છે. આઈએમડીએ જણાવ્યુ છે કે, દક્ષિણ પશ્ચિમ મોનસૂન 19 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાંથી વિદાય થઈ ગયું છે. એક હળવા દબાણનું ક્ષેત્ર દક્ષિણ પૂર્વ અને તેની નજીક દક્ષિણ પશ્ચિમ અરબ સાગર પર સ્થિત છે. ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર સુધી સમુદ્રના ગરમ તાપમાનના કારણે બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચક્રવાતોના વિકાસની સંભાવના રહેલી હોય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Cyclone Tej Route
Cyclone Tej Route

1 thought on “Cyclone Tej Route: વાવાઝોડુ તેજ કેટલે પહોંચ્યુ, ગુજરાત પર અસર થશે કે નહિ; લેટેસ્ટ આગાહિ”

Leave a Comment

error: Content is protected !!