જ્ઞાનસહાયક ભરતી: જ્ઞાનસહાયક કરાર PDF : રાજયમા આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમા મિશન સ્કુલ ઓફ એક્સલન્સ અંતર્ગત ની શાળાઓમા ખાલી રહેલી જગ્યાઓ ઉપર 11 માસના કરાર આધારીત જ્ઞાન સહાયક શિક્ષકોની નિમણૂંક કરવાની યોજના અમલમા છે. આ જ્ઞાન સહાયક શિક્ષકોની નિમણૂંક કરતી વખતે 11 માસનો કરાર કરવાનો રહે છે. જેનો નમૂનો, જ્ઞાન સહાયક નિમણૂંક માટે ની શરતો નીચે મુજબ છે.
જ્ઞાનસહાયક ભરતી
પ્રાથમિક શાળાઓમા અંદાજીત 15000 જેટલી જગ્યાઓ પર જ્ઞાનસહાયક શિક્ષકોની નિમણૂંક કરવા માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમા નિમણૂંક કરતી વખતે શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા 11 માસનો કરવામા આવે છે. જેની બોલીઓ અને શરતો નીચે મુજબ છે.
- આ ક૨ા૨ની મુદત તા. થી તા..સુધી (૧૧ માસના) છે, એટલે કરારની મુદત પુરી થતાં આપ કામગીરી ઉ૫૨થી છુટા થયેલા ગણાશે. ૧૧ માસ પછી રીવ્યુના અંતે જ્ઞાન સહાયકની કામગીરી સંતોષકા૨ક જણાશે તો શાળા વ્યવસ્થાપન સમિતિ(SMC) દ્વારા સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
- આ જગ્યાની આપની કામગીરી/વર્તણૂક સંતોષકારક નહીં જણાય તો કોઇ પણ જાતની નોટીસ વગ૨ ક૨ા૨નો અંત લાવવામાં આવશે. જો જ્ઞાન સહાયક મુદત પહેલા કરાર પુરો કરવા માગે તો ક૨ા૨નો અંત લાવવા માટે એક માસની નોટીસ આપવાની રહેશે.
- આ કામગીરી માટે માસિક રૂ. ૨૧૦૦૦ /- ( એકવીસ હજાર પુરા) ઉચ્ચક માનદ વેતન ચૂકવવામાં આવશે. ક૨ા૨ની મુદત દરમિયાન ઉકત ઉચ્ચક માનદવેતન ઉ૫૨ કોઈ પણ પ્રકા૨નો વધારો, ઈજાફો, ભથ્થાં કે અન્ય નાણાંકીય લાભ મળવાપાત્ર નથી.
- આ જગ્યા ૫૨ શાળા કક્ષાએ નિર્યામત શિક્ષકોની ભરતી થતાં, અથવા પ્રતિની રજા કે લાંબી ૨જા ૫૨ ગયેલ શિક્ષક પાછા ફરે, અથવા બદલીથી કોઈ શિક્ષક હાજ૨ થયેથી; કે અગિયા૨ માસ માટે, બે માંથી જે વહેલું હોય તેટલા સમય માટે ઉચ્ચક માનદવેતન મળવાપાત્ર થશે. એટલે કે ૧૧ માસની મુદત પહેલા કોઇ નિયમત શિક્ષક હાજ૨ થાય તો જ્ઞાન સહાયકને ૧૧ માસની મુદત પહેલા છૂટા ક૨વામાંઆવશે અને તેમણે બજાવેલ ફ૨જના રામય માટેનું જ માનદ વેતન મળવાપાત્ર થશે.
- આ જગ્યા માટે નિયત કરવામાં આવેલ કર્તવ્યો અને ફરજો બજાવવાની રહેશે. તેમજ શાળા વ્યવસ્થાપન ર્રાતિ દ્વારા વખતો વખત જ્ઞાનસહાયકની કામગીરીને અનુરૂપ નિર્દેશ કરવામાં આવતી કામગીરી કરવાની રહેશે. શાળામાં ફરજપાલન માટે નિયત કરેલ સમય પ્રમાણે પૂર્ણકાલિન હાજરી આપવાની રહેશે.
- આ કરારની અર્વાધ પૂર્ણ થતાં કામગીરી ઉપર ચાલુ રહેવા/નવીન ક૨ા૨ ક૨વા માટેનો કોઇ હકદાવો કરી શકાશે નહી.
- કરારના સમયગાળા દરમ્યાન અવસાન થાય/એક તરફી ક૨ા૨નો અંત લાવો તો તમોએ બજાયેલ સમયગાળાની એકત્રિત લેણી ૨કમ તેઓના કુટુંબીજનોને/તમોને મળવાપાત્ર થશે. બીજા કોઈ નાણાંકીય લાભ એક્ષગ્રેસીયા લાભ કે રહેમરાહે નોકરી જેવા અનુષાંગિક લાભ મળવાપાત્ર થશે નહી.
- જે તે શાળાના અધિકૃત આચાર્યની પરવાનગી વગર મુખ્યમથક છોડી શકાસે નહી. જ્ઞાન સહાયક એ શાળામાં કામકાજનાં દિવસો દર્શમયાન શાળા સમય તેમજ જરૂર જણાયે શાળાના શૈક્ષણિક સમય ઉપરાંત વધારાના સમય શાળામાં રોકાઈને ઉપચારાત્મક શિક્ષણ, મૂલ્યાંકન, તાલીમ, હોમ લર્નીંગ સહિતની તમામ પ્રકા૨ની શૈક્ષણિક અને સહ શૈક્ષણિક વગેરે પ્રવૃતિઓ ક૨વાની ૨હેશે.
- વેકેશનના સમયગાળા દરમિયાનનું ઉચ્ચક માનદવેતન મળવાપાત્ર રહેશે નહીં.
ઉપરની બોલીઓ અને શરતો વાંચે શાળાના આચાર્ય અને એસએમસી સમિતિના અધ્યક્ષ ની હાજરીમા કરાર પર સહિ કરવાની હોય છે.
અગત્યની લીંક
| જ્ઞાનસહાયક ભરતી કરાર નમુનો PDF | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

Pgvcl job
Pgvcl jod