મોબાઇલ સહાય યોજના: ખેડૂતોને સ્માર્ટફોન લેવા માટે મળશે રૂ.6000 સહાય, જાણો અરજી કરવાની પ્રોસેસ અને ડોકયુમેન્ટ લીસ્ટ

મોબાઇલ સહાય યોજના: ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના: કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઇ.ટી. ટેકનોલોજીનાં ઉપયોગ થકી નવી ખેત ઉપયોગી અદ્યતન ટેકનીકો અપનાવી પોતાની આવકમાં વધારો મેળવતા થયેલ છે. જેમાં ખેડૂતો દ્વારા ખેતીમા પણ હવે અનેક બાબતોમા સ્માર્ટફોન નો ઉપયોગ કરતા થયા છે. આ માટે ખેડૂતોને મોબાઇલ ખરીદવા માટે સહાય આપવા માટે મોબાઇલ સહાય યોજના સરકાર દ્વારા અમલી બનાવેલ છે. આજે આ પોસ્ટમા આપણે ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના ની માહિતી મેળવીશુ.

મોબાઇલ સહાય યોજના 2023

યોજનાખેડૂતો માટે મોબાઇલ સહાય યોજના 2023
હેતુખેડૂતોને મોબાઇલ ખરીદવા સહાય
લાભાર્થીઓગુજરાત ના ખેડૂતો
મળવાપાત્ર સહાયમોબાઇલની ખરીદી પર 40% સુધી સહાય
કેટલીવાર સહાય મળશેઆજીવન એક વખત
ફોર્મ ભરવાની તારીખ15-05-2023 થી
સતાવાર વેબસાઈટikhedut.gujarat.gov.in

ખેડૂતો ખેતીમા ઘણી બાબતો મા સ્માર્ટફોનનો ઉપયોગ કરતા થયા છે. હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાત ઉપદ્રવની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ, રોગ-જિવાત નિયંત્રણની તકનિકી, ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવવા તથા ખેતીવાડી ખાતાની યોજનાઓમાં સહાય મેળવવા ઓનલાઇન અરજી કરવા વિગેરે જેવી બાબતો માટે સ્માર્ટફોનનો ઉપયોગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલ છે. આ માટે રાજયના ખેડૂતોને સ્માર્ટટફોન ખરીદવા માટે મદદ મળી રહે તે માટે મોબાઇલ સહાય યોજના મા સ્માર્ટફોન ની કિંમતના 40 % જેટલી રકમ સરકાર દ્વારા સહાય આપવામા આવે છે.

આ પણ વાંચો: જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના

ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના

ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના અન્વયે ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કર્યેથી રૂ.15000/- સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે. જેમાં ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40 % સહાય અથવા રૂ.6000/- બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

કેટલી સહય મળશે ? ઉદાહરણ દ્વારા સમજૂતી

દા.ત. કોઈ ખેડૂત રૂ.10000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતનાં 40 % મુજબના રૂ.4000/- અથવા રૂ.6000/- બે માંથી જે ઓછુ હોય તે એટલે કે રૂ.4000/- સહાય મળવાપાત્ર થાય અને જો કોઈ ખેડૂત રૂ.20000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતના 40 % લેખે રૂ.8000/- અથવા રૂ.6000/- બે માંથી જે ઓછુ હોય તે એટલે કે રૂ.6000/- સહાય મળવાપાત્ર થાય.

આ પણ વાંચો: વૃધ્ધ પેંશન યોજના ફોર્મ ડાઉનલોડ કરો

પાત્રતા ધોરણો

 • આ યોજના હેઠળ આજીવન એક વખત સહાય મળવાપાત્ર રહેશે. આ સહાય ફકત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે, સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઇયર ફોન, ચાર્જર વિગેરે જેવા સાધનોનો સમાવેશ થઇ શકશે નહીં.
 • આ યોજનાનો લાભ રાજયમાં જમીન ધારણ કરતાં તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના ૮-અ માં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર રહેશે.
 • પસંદ થયેલ લાભાર્થીઓએ પૂર્વ મંજૂરીના આદેશની તારીખથી દિન.૩૦ માં સ્માર્ટફોન ખરીદવાનો રહેશે.
 • અરજદાર દ્વારા i-khedut પોર્ટલ પર કરવામાં આવેલ અરજીમાં આપેલ કોઈ પણ વિગતો ખોટી જણાશે તો, પૂર્વ મંજુરી આધારિત ખરીદ પ્રક્રિયા પૂર્ણ કરેલ હોવા છતાં અરજદારની અરજી રદ ગણવામાં આવશે અને સહાય મળવાપાત્ર રહેશે નહી. આ અંગે અરજદારનો હક્ક- દાવો રહેશે નહીં.

મોબાઇલ સહાય યોજના ડોકયુમેન્ટ લીસ્ટ

મોબાઇલ સહાય યોજના અંન્વયે નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ અરજદાર ખેડૂતે સહી કરેલ અરજીની પ્રિંટઆઉટ સાથે નીચે મુજબના સાધનિક પુરાવા ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાના હોય છે.

 • અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
 • ૮-અ ની નકલ
 • બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક
 • દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો)
 • આધાર કાર્ડની નકલ
 • સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બીલ
 • મોબાઇલનો IMEI નંબર

શરતો

 મોબાઇલ સહાય યોજના હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

 • આ યોજનાનું અમલીકરણ DBT (Direct Benefit Transfer) પધ્ધતિ મારફત કરવાનું હોય,
 • યોજનાના લાભ માટે દર્શાવેલ સ્માર્ટફોનના બિલની ખરાઈ માટેબિલમાં સ્માર્ટફોન વેચનાર એજન્સીના GST No. તેમજ મોબાઇલનો IMEI નંબર દર્શાવેલ હોવો જોઈએ.
 • સદર સહાય ફકત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે, સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરીબેક અપ ડીવાઈઝ, ઈયર ફોન, ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થઇ શકશે નહીં.

આ યોજના માટે ઓનલાઇન અરજી કરવાનુ Ikhedut પોર્ટલ પર શરૂ થઇ ગયેલ છે.

અગત્યની લીંક

Ikhedut Online Apply લિંકઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
મોબાઇલ સહાય યોજના
મોબાઇલ સહાય યોજના

મોબાઇલ સહાય યોજના મા સ્માર્ટફોન ખરીદવા માટે કેટલી રકમ સહાય મળે છે?

ફોનની કિંમતના 40 % અથવા રૂ. 6000 બેમાથી ઓછુ હોય તે

ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://ikhedut.gujarat.gov.in/

મોબાઇલ સહાય માટે ઓનલાઇન અરજી ક્યારથી શરૂ થશે ?

15 મે 2023

2 thoughts on “મોબાઇલ સહાય યોજના: ખેડૂતોને સ્માર્ટફોન લેવા માટે મળશે રૂ.6000 સહાય, જાણો અરજી કરવાની પ્રોસેસ અને ડોકયુમેન્ટ લીસ્ટ”

Leave a Comment

error: Content is protected !!