ડ્રોન દીદી યોજના: Drone DiDi Yojana: મહિલાઓનો વિકાસ થાય અને મહિલાઓ આર્થીક રીતે સ્વનિર્ભર બને તે માટે સરકાર દ્વારા ઘણી યોજ્નાઓ અંતર્ગત સહાય આપવામા આવે છે. મહિલાઓ સ્વનિર્ભર બને તે માટે આવી જ એક યોજના એટલે ડ્રોન દીદી યોજના. ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે ખૂબ જ સારી યોજના છે. આ યોજના અંતર્ગત મહિલાઓ ઘરબેઠા સારી કમાણી કરી શકે છે. સરકારે બજેટમા આ યોજના પાછળ કરોડો રૂપિયા ની ફાળવણી કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે ડ્રોન દીદી યોજના ની જાહેરાત કરી હતી.
ડ્રોન દીદી યોજના
ચાલુ વર્ષે બજેટમા આ યોજના માટે ફાળવણીમાં અઢી ગણો વધારો કર્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ ફોકસ ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે. સરકાર દ્વારા નમો ડ્રોન દીદી યોજના માટે વચગાળાના બજેટમાં 500 કરોડ રૂપિયા ની ફાળવણી કરી છે. નમો ડ્રોન યોજના માટે આ વધારવામા આવેલા ભંડોળ થી કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાની સરકારની પ્રતિબદ્ધતાને દેખાડે છે.
આ યોજનાનો લાભ કોને આપવામા આવશે? આ યોજના ક્યારે શરૂ થઈ? કોઈ તેનો લાભ કેવી રીતે લઈ શકે? તેની માહિતી આ પોસ્ટમા મેળવીએ.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 નવેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગ થી ડ્રોન દીદી યોજના નો શુભારંભ કરાવ્યો હતો. આ દરમિયાન તેમણે વિકાસ ભારત સંકલ્પ યાત્રાના સહભાગીઓ સાથે પણ વાતચીત કરી હતી. ડ્રોન દીદી યોજના હેઠળ, આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરીને 15,000 મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન આપવામા આવશે.
યોજનાની શરૂઆત
નમો ડ્રોન દીદી યોજનાની શરૂઆત ક્યારે થઈ?
નમો ડ્રોન દીદી યોજના 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામા આવી હતી. આ અંતર્ગત આગામી 5 વર્ષમાં 1 લાખ મહિલાઓને તાલીમ આપવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે. આ યોજના સમગ્ર દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs) દ્વારા લાગુ કરવામાં આવશે.
ડ્રોન દીદી યોજના તાલીમ
તાલીમમાં શું શીખવવામાં આવે છે ?
નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત મહિલાઓને ડ્રોન કેવી રીતે ઉડાડવુ તેની, ડ્રોન ને લગતા ડેટા નુ એનાલિસિસ અને ડ્રોનની જાળવણી કેવી રીતે કરવી તેની તાલીમ આપવામાં આવે છે. તેમને ડ્રોનનો ઉપયોગ કરીને વિવિધ ખેતીને લગતી કામગીરી માટે પણ તાલીમ આપવામાં આવે છે. તેમાં પાકની દેખરેખ, જંતુનાશકો અને ખાતરોનો છંટકાવ અને બિયારણની વાવણી જેવા કાર્યો નો સમાવેશ થાય છે.
1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં ડ્રોન દીદી યોજના માટે 500 કરોડ રૂપિયા ની આ વર્ષ માટે ફાળવણી કરવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીએ આ ફાળવણી 2.5 ગણી વધુ છે. ગયા વર્ષે આ યોજના માટે 200 કરોડ રૂપિયા ફાળવવા મા આવ્યા હતા.
ડ્રોન દીદી યોજના દ્વારા, ખેતીમા ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોના છંટકાવમાં ખેડૂતોને મદદ કરશે. આ માટે લાભાર્થી મહિલાઓને લગભગ 15 દિવસ સુધી તાલીમ આપવામાં આવશે. ડ્રોન ઉડાડવા માટે ડ્રોન પાઈલટ અને કો-પાઈલટને દર મહિને એક નિશ્ચિત રકમ નુ મહેનતાણુ આપવામા આવે છે. આ સિવાય મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમતના 80 ટકા અથવા વધુમાં વધુ 8 લાખ રૂપિયા જેટલી સહાય પણ આપવામાં આવે છે. ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે ઘણી રીતે ફાયદાકારક છે. આ યોજના નો મુખ્ય હેતુ મહિલાઓનું સશક્તિકરણ છે. આ યોજના તેમને આર્થિક રીતે પગભર બનાવશે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

4 thoughts on “ડ્રોન દીદી યોજના: સરકાર આપી રહિ છે મહિલાઓને આપી રહિ છે 8 લાખની સહાય, મળશે 15000 ની સહાય”