Post Saving Scheme: Post Interest Rate: પોસ્ટ બચત યોજના: પોસ્ટ યોજના વ્યાજદર: પોસ્ટ ઓફીસમા ઘણી નાની બચત યોજનાઓ ચાલે છે. નાના રોકાણકારો માટે પોસ્ટની બચત યોજનાઓ બેસ્ટ હોય છે. સલામત રોકાણની સાથે સાથે નિશ્વિત વળતર માટે પોસ્ટ ની બચત યોજનાઓ બેસ્ટ માનવામા આવે છે. કિસાન વિકાસ પત્ર, સુકન્યા સમૃધ્ધી યોજના વગેરે જેવી અનેક બચત યોજનાઓ પોસ્ટ મા ચાલે છે. જેમા સલામત રોકાણ સાથે નિશ્વિત વ્યાજ મળી રહે છે.
Post Saving Scheme
Kisan Vikas Patra માં રોકાણની રકમ 115 મહિનામાં બમણી થઇ જાય છે. પોસ્ટની આ બચત યોજનામા આ સ્કીમમાં (Saving Scheme)રોકાણ કરેલી રકમ પર સાત ટકાથી વધુ વ્યાજ આપી રહિ છે. સરકાર દર ત્રણ મહિને આ યોજનાઓ માટે તેના વ્યાજ દરની સમીક્ષા કરે છે.
આ પણ વાંચો: સરકારી યોજના: ખેડૂતો માટે ઉપયોગી 5 સરકારી યોજનાઓ, ફટાફટ ઉઠાવો આ યોજનાઓ નો લાભ
પોસ્ટ ઓફિસ (Post Office) નાના રોકાણકારો માટે અનેક પ્રકારની નાની બચત યોજનાઓ ચલાવે છે. આમાંની ઘણી યોજનાઓ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. લોકો આવી નાની યોજનાઓ વધુ રોકાણ કરતા હોય છે. આવી જ એક સરસ યોજના એટલે કિસાન વિકાસ પત્ર છે. જો તમે આ દિવસોમાં રોકાણની યોજના બનાવી રહ્યા હોય, તો તમે કિસાન વિકાસ પત્ર મા રોકાણ કરી શકો છો. આ પોસ્ટ ઓફિસ (Post Office) સ્કીમ પહેલા કરતાં વધુ બેનીફીટ આપે છે, કારણ કે હવે આ યોજનામા 120 મહિનાને બદલે, રોકાણ કરેલી રકમ માત્ર 115 મહિનામાં ડબલ થઈ જાય છે.
સરકાર આ સ્કીમમાં (Saving Scheme) રોકાણ કરેલી રકમ પર સાત ટકાથી વધુ વ્યાજ આપી રહી છે. પોસ્ટ ઓફિસની (Post Office) યોજનાઓમાં રોકાણ સુરક્ષિત માનવામાં આવે છે. તેથી જ નાના લોકો માટે રોકાણ માટે પોસ્ટ ની બચત યોજનાઓ સૌથી પહેલી પસંદગી હોય છે. તેથી જ મોટી સંખ્યામાં લોકોએ રોકાણ કર્યું છે.
વ્યાજની ગણતરી
Kisan Vikas Patra માં રોકાણની રકમ 115 મહિનામાં ડબલ થઈ જાય છે. જાન્યુઆરી 2023 માં સરકારે કિસાન વિકાસ પત્રની પાકતી મુદત 123 મહિનાથી ઘટાડીને 120 મહિના કરી દિધી છે. હવે આ મુદત વધુ ઘટાડીને 115 મહિના કરવામાં આવી છે. મતલબ કે હવે કિસાન વિકાસ પત્રમા રોકેલી રકમ 115 મહિનામા જ ડબલ થઇ જશે. પોસ્ટ ઓફિસની (Post Office) વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરાયેલી રકમ પર વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિ વ્યાજના ધોરણે કરવામાં આવે છે. આ યોજનામાં રોકાણ કરેલી રકમ પર વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી અનુસાર કરવામાં આવે છે.
Kisan Vikas Patr Interest Rate
સરકાર Kisan Vikas Patraમાં રોકાણ કરેલી રકમ પર 7.5 ટકાના દરે વાર્ષિક વ્યાજ આપી રહી છે. મતલબ કે તમે આ સ્કીમમાં 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. આ પછી રૂ.100ના ગુણાંકમાં ગમે તેટલુ રોકાણ કરી શકાય છે. આ યોજનામાં મહત્તમ રોકાણ ની કોઇ મર્યાદા નથી. તમે સંયુક્ત ખાતુ ખોલીને પણ આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સાથે કિસાન વિકાસ પત્રમાં નોમિની ઉમેરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
પોસ્ટ બચત યોજના
Kisan Vikas Patra યોજનામાં 10 વર્ષથી ઓછી ઉંમરના સગીર બાળકનુ ખાતું પણ ખોલાવી શકાય છે. જો કે, પુખ્ત વ્યક્તિ તેમના વતી ખાતું ખોલાવી શકે છે અને સગીર 10 વર્ષની ઉંમરે પહોંચતાની સાથે જ એકાઉન્ટ તેમના નામે ટ્રાન્સફર કરવામા આવે છે. આ યોજના માટે ખાતું ખોલાવવું ખૂબ જ સરળ છે. આ માટે પોસ્ટ ઓફિસમાં જમા રસીદ સાથે અરજી ભરવાની હોય છે અને ત્યારબાદ રોકાણની રકમ રોકડ, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટમાં જમા કરાવવાની રહેશે. તમારે અરજી સાથે તમારું આઇ કાર્ડ પણ જોડવું પડશે.
કિસાન વિકાસ પત્ર એક નાની બચત યોજના છે. તેના વ્યાજ દરની સરકાર દર 3 મહિને સમીક્ષા કરે છે. અને તેમા જરૂરીયાત મુજબ ફેરફાર કરે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

કિસાન વિકાસ પત્ર પર કેટલો વ્યાજદર છે ?
7.5 %
કિસાન વિકાસ પત્ર મા કેટલા મહિનામા રકમ ડબલ થાય છે ?
115 મહિનામા