આયુષ્યમાન ભારત યોજના: આયુષ્યમાન ભારત યોજના વિષેની સંપૂર્ણ માહિતી, કેવી રીતે બનાવવું આયુષ્યમાન કાર્ડ; જુઓ વિગતવાર માહિતી.

આયુષ્યમાન ભારત યોજના: PMJAY Scheme: આયુષ્યમાન કાર્ડ: ભારત સરકાર દ્વારા લોકો માટે અવનવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ યોજના થકી લોકોના જીવન ધોરણમાં સુધારો આવ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઘણી યોજના ચલાવવામાં આવે છે. જેમાં મફત અનાજ, ફ્રી સિલાઈ મસીન, વીમા કવચ, બાળકોને મફત ઉનિફોર્મ, સ્કોલરશીપ જેવી અઢળક સ્કીમો ચલાવવામાં આવે છે. તેવી જ એક સ્કીમ એટ્લે આયુષ્યમાન ભારત યોજના. આ યોજના ભારતના આર્થિક અને ગરીબી રેખા નીચે આવતા લોકોને સરકાર દ્વારા 5 લાખના વીમા કવચ પૂરા પાડવામાં આવ્યા છે.

આ વીમા કવચ પહેલા 5 લાખ સુધીનો હતો પરંતુ હાલ કેન્દ્ર સરકાર દ્વારા આ વીમા કવચની રકમ વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. આ આયુષ્યમાન ભારત યોજના હેઠળ લોકોને એક કાર્ડ આપવામાં આવે છે. જેનાથી લોકોને ગંભીર બીમારી સામે લડવા માટે રૂ. 10 લાખ જેટલી રકમની સારવાર મફતમાં કરી આપવામાં આવે છે અને આ કાર્ડ દ્વારા સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દી સારવાર લઈ શકે છે. ત્યારે હવે પ્રશ્ન એવો થાય કે આ આયુષ્યમાન કાર્ડ ક્યાં બનાવવું અને કેવી રીતે મેળવવું તેની સપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે.

આ પણ વાંચો: પાલક માતા પિતા યોજના: નિરાધાર બાળકને મળશે દર મહિને રૂ 3000 સહાય, ફોર્મ ડાઉનલોડ કરો

આયુષ્યમાન ભારત યોજના

આર્ટિકલનું નામઆયુષ્યમાન ભારત યોજના
યોજનાનુ નામપ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)
વિભાગનેશનલ હેલ્થ ઓથોરીટી (ભારત સરકાર)
લાભાર્થીભારતનો નાગરિક
મુખ્ય ફાયદોયૂનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) રૂ 5 લાખ સુધીનો વીમો હાલ 10 લાખ
ઉદેશ્યનબળા વર્ગના લોકોને આરોગ્ય વીમો
હેલ્પલાઇન નંબર14555/1800111565
ઓફિશિયલ વેબસાઇટhttps://bis.pmjay.gov.in/

PMJAY યોજનાનો ઉદેશ્ય

PMJAY યોજનાનો ઉદેશ્ય એટલો છે કે ભારત દેશમાં વસતા આર્થિક રીતે નબળા વર્ગના લોકો અને ગરીબી રેખા નીચે આવતા પરિવારોને આરોગ્ય અને સુખાકારી જીવન જીવી શકે તે માટે સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ આયુષ્યમાન ભારત યોજનાથી ગરીબ અને અરિક રીતે નબળા વર્ગના લોકોને સરકાર દ્વારા 10 લાખની સહાય આપી અને તેમના આરોગ્ય વીમો પૂરો પડે છે.

આ પણ વાંચો: PM Kisan Yojana list: પીએમ કિસાન યોજનાનુ લીસ્ટ, ચેક કરો તમારુ નામ છે કે જેમ; ન હોય તો જલ્દી કરો e-kyc અપડેટ

ગરીબો અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે સરકાર રૂ. 10 લાખની સહાય રકમ આપવામાં આવે છે. તેથી આ લોકો ગંભીર બીમારી સામે રક્ષણ મેળવવામાં સરકારી અને ખગી હોસ્પિટલોમાં પોતાની સારવાર કરાવી શકે છે. અને ગંભીર બીમારીઓથી છુટકારો મેળવી શકે છે.

આયુષ્યમાન કાર્ડના ફાયદા

  • આ યોજના અંતર્ગત લોકો રૂ. 10 લાખ સુધીની મફત સારવાર કરાવી શકે છે.
  • આયુષ્યમાન કાર્ડ ધારકો સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પોતાની સારવાર મફતમાં કરાવી શકે છે.
  • દેશના 50 કરોડ થી વધુ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે.
  • આ યોજનાથી લેખિત કાર્યોમાં ઘટાડો થશે.

આયુષ્યમાન કાઢવાના સ્ટેપ

આયુષ્યમાન ભારત યોજના એ PMJAY SECC 2011 (સામાજિક આર્થિક અને જાતિ વસ્તી ગણતરી) અંતર્ગત નિયત થયેલા લોકોને લાગુ પડે છે. આ યોજનામાં RSBY પહેલેથી જ કનેકટેડ છે. જો તમે PMJAY યોજના ના લાભાર્થી બનવા યોગ્ય છો કે નહીં તો તમે તમારું નામ આયુષ્યમાન ભારત યોજના માં તપાસી શકો છો. તમે તેની યાદીઓને પણ તપાસી શકો છો.

આ પણ વાંચો: Gujarati samaj List 2023: રજાઓમા ક્યાય ફરવા જવાના હોય તો આ ગુજરાતી સમાજનુ લીસ્ટ સેવ કરી લો, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા મળશે

  • સૌથી પહેલા તમે આયુષ્યમાન ભારત યોજના ની ઓફિશિયલ વેબસાઇટ https://mera.pmjay.gov.in/ પર જાઓ.
  • ત્યાર બાદ તમારો ચાલુ મોબાઈલ નંબર અને કેપચા દાખલ કરી અને OTP જનરેટ કરો.
  • ત્યાર બાદ તમારું રાજ્ય પસંદ કરો અને નામ/HHD નંબર/રેશન કાર્ડ નંબર/મોબાઈલ નંબર દ્વારા શોધો.
  • આ પરિણામ હેઠળ તમને જોવા મળશે કે તમારું પરિવાર PMJAY યોજના હેઠળ આવરી લેવામાં આવ્યું છે કે નહીં.
  • હવે તમને 24 અંક નો એક HHID નંબર મળશે જેને તમારે સાચવી રાખવાનો રહેશે. આ નંબર આયુષ્યમાન કાર્ડ મેળવવા જરૂરી થશે.
  • જો તમારું નામ આ યોજનામાં નથી તો તમે નજીકની સરકારી હોસ્પીટલમાં જઈને માહિતી મેળવી શકો છો.
  • અથવા તો સરકાર દ્વારા આપવામાં આવેલા ટોલ ફ્રી નંબર 14555/1800111565 પર સાંપરાક કરી શકો છો.
  • અથવાતો તમે નજીકના CHC પર જઈને તમે ત્યાથી આયુષ્યમાન કાર્ડ કાઢવી શકો છો.

આયુષ્યમાં કાર્ડ માટે જરૂરી આધારપુરાવાઓ

  • આધારકાર્ડ
  • રાશનકાર્ડ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • HHID નંબર
  • તથા અન્ય માંગવામાં આવેલ પુરાવાઓ

અગત્યની લીંક

માહિતી માટે ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
આયુષ્યમાન કાર્ડ માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
આયુષ્યમાન ભારત યોજના
આયુષ્યમાન ભારત યોજના

આ યોજના અંતર્ગત કેટલા રૂ. નો વીમો પૂરો પડે છે ?

10 લાખ રૂપિયાનો

આ યોજના માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://mera.pmjay.gov.in/search

2 thoughts on “આયુષ્યમાન ભારત યોજના: આયુષ્યમાન ભારત યોજના વિષેની સંપૂર્ણ માહિતી, કેવી રીતે બનાવવું આયુષ્યમાન કાર્ડ; જુઓ વિગતવાર માહિતી.”

Leave a Comment

error: Content is protected !!