સોલાર રૂફટોપ યોજના 2023: ઉનાળામા એ.સી., પંખા વાપરો બીન્દાસ્ત, લાઇટ બીલ આવશે ઝીરો; જાણો સરકારની આ સબસીડી યોજના

સોલાર રૂફટોપ યોજના 2023: Solar Rooftop subsidy 2023: ઉનાળામ અખૂબ જ ગરમી પડતી હોવાથી એ.સી,પંખા વગેરે નો ઉપયોગ વધી જાય છે. પરંતુ સામે લાઇટ બીલ પણ એટલુ જ આવે છે. લાઇટ બીલની ઝંંઝટ માથી મુક્તિ અપાવે તેવી સરકારની એક યોજના સોલાર રૂફટોપ યોજના 2023 ની માહિતી આજે આપણે મેળવીશુ. આ યોજના મા હવે તમારી છત પર જ વિજળી ઉત્પન્ન થશે અને લાઇટબીલ આવશે ઝીરો. ચાલો જાણીએ Solar Rooftop subsidy 2023 યોજના વિશે.

સોલાર રૂફટોપ યોજના 2023 Solar Rooftop subsidy 2023

યોજનાનું નામ સોલાર રૂફટોપ યોજના 2023
Solar Rooftop subsidy 2023
કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલMinistry of New & Renewable Energy
(MNRE) Government of India
લાભાર્થીઓભારતના નાગરિકો
મળવાપાત્ર સબસીડી20% થી લઈ ને 40% સુધી સબસીડી
સોલાર પેનલનુ આયુષ્ય20 થી 25 વર્ષ
Official websitesolarrooftop.gov.in

આ પણ વાંચો: આયુષ્માન કાર્ડ માટે માન્ય હોસ્પિટલો નુ લીસ્ટ

સોલાર રૂફટોપ યોજનાની સબસીડી 

ગુજરાત સરકારે વર્ષ 2009 માં ગુજરાત સૌર ઉર્જા નીતિ જાહેર કરી હતી સૌર ઉર્જા નીતિના ભાગરૂપે સરકાર પોતાની છત ઉપર સૌર પેનલ સિસ્ટમ લગાવવા ઇચ્છતા લોકોને પ્રોત્સાહન પૂરું પાડે છે. સોલાર રૂફ ટોપ યોજના 2012 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત લોકોએ પોતાના ઘર પર છત મા સોલાર પેંલ લગાવવાની હોય છે. આ સોલાર પેનલ લગાવવાનો જે ખર્ચ થાય તેમા સરકાર તરફથી Solar Rooftop subsidy 2023 નિયત કરેલી સબસીડી આપવામા આવે છે.

ભારત સરકાર દ્વારા માટે આપવામાં આવતી સોલાર રૂફ ટોપ યોજનાની સબસીડી નીચે મુજબ મળવાપાત્ર છે.

ક્રમક્ષમતાકુલ કીમત પર સબસીડી
૩kv સુધી૪૦ %
૩Kv થી ૧૦ kv સુધી૨૦ %
૧૦Kv થી વધુસબસીડી ન મળે

આ પણ વાંચો: વૃદ્ધ પેંશન સહાય યોજના. રૂ1000 થી 1250 સુધી પેંશન

સોલાર રૂફટોપ યોજના ફાયદા

આ યોજનાથી નીચે મુજબના ફાયદા થાય છે.

  • મફત વીજળી : સોલર પેનલ લગાવવાનો ખર્ચ અંદાજે 5 વર્ષ માં વસૂલ થઈ જાય છે, ત્યારપછી ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના 20 વર્ષ સુધી મફત વાપરવા મળશે , આમ રોકાણની દ્રષ્ટિએ પણ આ યોજના ખૂબ જ ફાયદાકારક છે.
  • વધારાનો પાવર વીજ કંપની ખરીદશે : જો વર્ષના અંતે વપરાશ કરતાં વધારે વીજળી ઉત્પન્ન થઇ હોય તો તે ગ્રીડમાં જશે, જે વીજનિયમન પંચ દ્વારા નક્કી થયેલ યુનિટના ભાવ મુજબ 25 વર્ષ સુધી વીજ કંપની દ્વારા ખરીદવામાં આવશે અને નિયત રકમની ગ્રાહકને ચૂકવણી પણ કરવામાં આવે છે.
  • આવકમાં વધારો: તમારા વપરાશ સિવાયના યુનિટરૂ. .2.25/Unit લેખે વીજ કંપની ખરીદી લેશે દરેક નાણાકીય વર્ષ ના અંતે બિલ માં જમા થતી વધારાની રકમ આપના ગ્રાહકના બેન્ક ખાતામાં જમા કરવામા આવે છે.
  • 5 વર્ષ માટે ફ્રી મેઈન્ટેનન્સ : સોલર રૂફ ટોપ પેનલ લગાવ્યા બાદ જે તે એજન્સી ૫ વર્ષ સુધી સિસ્ટમનું વિનામુલ્યે મેન્ટેનન્સ કરી આપે છે.

કેટલી જગ્યા જરૂરી ?

સોલર પેનલ લગાવવા માટે છત પર વધારે મોટા પ્રમાણમાં કોઈ જગ્યાની જરૂર રહેતી નથી. આ પેનલને પોતાના ઘરની છત અથવા કારખાનાની છત પર પણ લગાવી શકાય છે. 1KW સૌર ઉર્જા માટે 10 વર્ગમીટર જગ્યાની જરૂર પડશે. શરત એક જ કે આ જગ્યા પર તડકો આવવો જોઇએ.

સોલાર રૂફટોપ યોજના 2023 ઓનલાઇન અરજી

તમે પણ જો તમારા ઘરની છત પર સોલાર રૂફટોપ લગાવવા માગતા હોય તો નીચે આપેલી વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકો છો.

  • https://suryagujarat.guvnl.in/ આ લિંક પર ક્લિક કરીને ઓનલાઇન અરજી કરી શકાય છે.
  • https://solarrooftop.gov.in/ (રાષ્ટ્રીય સ્તરે કાર્યરત સોલાર રૂફટોફ યોજનાની જાણકારી માટે આ વેબસાઇટ છે)

આ પણ વાંચો: પશુપાલકોને તબેલો બનાવવા રૂ.4 લાખ સુધીની લોન

સોલાર રૂફટોપ યોજના સબસિડી ગુજરાત ડોકયુમેન્ટ લીસ્ટ

આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની જરૂર પડે છે.

  • વિક્રેતા, લાભાર્થી અને ડિસ્કોમ અધિકારી દ્વારા આપવામા આવેલ સોલર સિસ્ટમ કમિશનિંગ રિપોર્ટ
  • સોલાર રૂફટોપ સિસ્ટમ સેટઅપ માટે વેન્ડર તરફથી ચૂકવણીનું બિલ/પ્રમાણપત્ર
  • 10kw કરતાં વધુ સેટઅપ: Cei દ્વારા ચાર્જિંગ પરવાનગી માટેનો દાખલો
  • 10kw કરતાં ઓછું સેટઅપ: ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અથવા કોન્ટ્રાક્ટરનો દાખલો

સોલાર રૂફટોપ યોજના 2023 હેલ્પલાઈન નંબર

  • Email:info.suryagujarat@ahasolar.in
  • ટોલ ફ્રી નંબર (Toll free number) 1800-180-3333

20 થી 25 વર્ષ સુધી બીલની બચત

સૌર ઉર્જાના ઉપયોગ થકી આપણે વાતાવરણને પ્રદુષિત થતાં અટકાવી શકાય છે. પરંતુ સાથોસાથ વીજબિલમાં પણ બચત થાય છે. આમ આ સરકારી યોજનામાં રોકાણ કર્યા બાદ લાંબા ગાળાનો હિસાબ કરીએ તો 20 થી 25 વર્ષ સુધી આવતા વીજબિલ ની બચત થાય છે. સોલાર પેનલ પર તડકો આવવાથી તેમા સૌર ઉર્જા ઉત્પન્ન થાય છે. તમારા ઘરના વિજળીના વપરાશ મુજબ ક્ષમતાનુ સોલાર પેનલ લગાવી શકાય.

તમારે સોલાર પેનલ લગાવવા માટે કેટલો ખર્ચ થશે તેના માટે કેલ્ક્યુલેટર પણ મૂકેલ છે. જેના પરથી તમે ગણતરી કરી શકસો. તે મુજન સોલાર એજન્સી નો સંપર્ક કરવો.

સોલાર રૂફટોપ કેલ્ક્યુલેટર Solar Rooftop Calculator

 Solar Rooftop કેલ્ક્યુલેટર પણ બનાવવામાં આવેલ છે, જેમાં તમારું રૂફ ટોપ એરિયા સિલેક્ટ કરી તમારી જરૂરીયાત વપરાશ દર્શાવી અને તમારા રાજ્ય પ્રમાણે સોલાર લગાવવાનો પ્રતિ કિલો વોલ્ટ કેટલા રૂપિયા ખર્ચ થશે તેની માહિતી મેળવી શકો છો.

સોલાર રૂફટોપ યોજના ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
સોલાર રૂફટોપ યોજના 2023
સોલાર રૂફટોપ યોજના 2023

FaQ’s પૂછાતા પ્રશ્નો

સોલાર રૂફટોપ યોજના માટે હેલ્પલાઇન નંબર કયો છે ?

સોલાર રૂફટોપ યોજના હેલ્પલાઇન નંબર 1800-180-3333 છે.

સોલાર રૂફટોપ યોજના મા કેટલી સબસીડી મળે છે ?

20 % થી 40 % સુધી

સોલાર રૂફટોપ યોજના માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://suryagujarat.guvnl.in

સોલાર પેનલ ક્યા લગાવવામા આવે છે ?

ઘરની છત પર

3 thoughts on “સોલાર રૂફટોપ યોજના 2023: ઉનાળામા એ.સી., પંખા વાપરો બીન્દાસ્ત, લાઇટ બીલ આવશે ઝીરો; જાણો સરકારની આ સબસીડી યોજના”

Leave a Comment

error: Content is protected !!