વેધર એલર્ટ: બિપોરજોય વાવાઝોડુ: windy.com: ગુજરાત પર હાલ બિપોરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે આ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધશે કે પાકિસ્તાન તરફ ફંટાઇ જશે તેના તરફ લોકોની મીટ મંટાઇ રહિ છે. ગુજરાત પર અગાઉ વાયુ, તૌકતે જેવા વાવાઝોડા આવે ઘણુ નુકશાન પહોંચાડી ચૂક્યા છે ત્યારે આ બિપોરજોય વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધે છે કે પછી તેની દિશા બદલે છે તે મહત્વનુ બની રહે છે. ત્યારે ચાલો જાણીએ આ અંગે હવામાન વિભાગની શું આગાહિ છે અને વાવાઝોડાના સંભવિત જોખમને લઇ ને તંત્ર એ શું તૈયારીઓ કરી છે.
લેટેસ્ટ અપડેટ
[Latest Update}
ઉત્તર ગુજરાતમાં દેખાણી છે બિપોરજોય વાવાઝોડાની અસર
ગઇકાલથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં પડી રહ્યો છે ધોધમાર વરસાદ
સુઈગામ, વાવ, ભાભર, થરાદ સહિતના વિસ્તારોમાં ભારે પવનથી નુકશાની થઇ છે.
અંબાજીમાં વાવાજોડાને લઈને કાચુ મકાન ધરાશાઈ થયુ છે.
ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાએ દરિયાકાંઠાના જિલ્લાઓમા ભારે તબાહી મચાવી છે. સૂસવાટા મારતો પવન ફૂંકાયો હતો. જે વાવાઝોડાને લઈ દ્વારકા મંદિર ભક્તો માટે બંધ કરાયુ હતુ. . હવે વાવાઝોડા બાદ દ્વારકાધીશ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામા આવ્યા છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને તેમણે ભગવાનના દર્શન કર્યા હતા વાવાઝોડાની સ્થિતિ બાદ હર્ષ સંઘવીએ દ્વારકાધીશના આશીર્વાદ લીધા છે.
હવામાન વિભાગે આગાહિ કરતા જણાવ્યું હતુ કે, વાવાઝોડું જ્યારે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયું ત્યારે તેની સ્પીડ 125 કિ.મી પ્રતિ કલાક જેટલી હતી, પણ હાલ વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી ગયું છે. આગળ જતા બિપરજોય વાવાઝોડુ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઇ જશે. જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ થવાની શકયતાઓ છે.
બિપોરજોય વાવાઝોડાથી કચ્છમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે.
ભુજના હાઈવે પર ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
ભારે વરસાદ થતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.
અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે.
વૃક્ષ ધરાશાયી થવાના કારણે અનેક રસ્તાઓ થયા છે બંધ.
બિપોરજોયને હવામાન વિભાગે નવી માહિતી આપી છે.
વાવાઝોડાએ સૌરાષ્ટ્ર-કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું છે.
રાત્રે 11થી 11.30 વાગ્યા વચ્ચે થયું હતુ. લેન્ડફોલ
- આજ સાંજે વાવાઝોડુ ડીપ્રેશનમા ફેરવાઇ જશે.
- દક્ષિણ રાજસ્થાન તરફ વાવાઝોડુ આગળ વધશે તેવી આગાહિ કરવામા આવી રહિ છે.
- માંડવીમા જોરદાર પવન સાથે વરસાદ
- હજારો વૃક્ષો ધરાશાયી થતા કચ્છમા અંધારપટ
- હાલ કચ્છના વિવિધ વિસ્તારો મા ખાસ કરીને જખૌ મ અખુબ જ ઝડપી પવન ફૂંકાઇ રહ્યો છે.
- ૧૭ કરતા વધુ જિલ્લાઓમા આવતીકાલે રજા જાહેર કરવામા આવી છે.
અતિ ભયંકર બિપોરજોય વાવાઝોડું હાલ ગુજરાત સાથે ટકારઇ ગયું છે અને તેના લેન્ડફોલની પક્રિયા જખૌ મા ચાલુ છે. આ પ્રક્રિયા મોડી રાત સુધી ચાલશે. જ્યારે 11 વાગ્યા સુધી કચ્છમાં વાવાઝોડાની આંખ ત્રાટકશે. આ દરમિયાન સૌથી ખતરનાક તબક્કો એ હશે, જ્યારે વાવાઝોડાની આંખ દરિયાકિનારે ટકરાશે. આ આંખનો ઘેરાવો 50 કિ.મી જેટલો વિશાળ હશે . ગુજરાતમાં 6.30 વાગ્યા આસપાસ વાવાઝોડું લેન્ડફોલ શરૂ થયું હતું. મિડ નાઈટ સુધી ચાલનારી પ્રક્રિયામાં જ્યારે વાવાઝોડની આંખ ટકરાશે ત્યારે શું થશે, શું હોય છે વાવાઝોડાની આંખ?
‘આઈ ઓફ સાયક્લોન’ કોઈપણ ચક્રવાતનો સૌથી ખતરનાક ભાગ ગણવામા આવે છે. વાવાઝોડાના કેન્દ્રમાં ‘ચક્રવાતની આંખ’ હોય છે. ‘આઈ ઓફ સાયક્લોન’ની જગ્યાએ પવનની ઝડપ સૌથી મહતમ હોય છે. જ્યારે તે દરિયાકાંઠે અથડાય છે, ત્યારે તે મેકસીમમ નુકસાન પહોંચાડે છે. ‘ચક્રવાતની આંખ’ કોઈપણ ચક્રવાતના કેન્દ્રમાં રહેલી હોય છે.
- ગુજરાતના જખૌ દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું ટકરાયું.
- ગુજરાતના જખૌ ના દરિયા કિનારે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે
- દરિયા કિનારાના વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદ શરૂ.
- કચ્છમાં તોફાની વાવાઝોડાની અસર દેખાવાની શરૂઆત થઇ ગઇ છે.
- 15 કિમીની ગતિથી આગળ હાલ વાવાઝોડુંવધી રહ્યું છે .
- 125 થી 140 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે.
- મધરાત્રિ સુધી સંપૂર્ણ રીતે ટકરાઈ જશે વાવાઝોડું.
- કરાંચીથી માંડવી વચ્ચે આગળ વધી રહ્યું છે વાવાઝોડું.
- અનેક જગ્યાએ વીજળીના પોલ પડી ગયા છાપરાં અને હોડિંગ્સ પણ અસંખ્ય જગ્યાએ પડ્યા છે.
- કચ્છ અને દ્વારકામાં વાવાઝોડાના લેન્ડફોલની શરૂઆત થઈ ગઈ છે. આ વાવાઝોડ ની આંખનો વ્યાસ 50 કિલોમીટર છે. વાવાઝોડું જે ઝડપે ચાલી રહ્યું છે તે હાલમાં 13 થી 14 કિલોમીટરની છે. વાવાઝોડાને પસાર થતા પાંચ કલાક થશે. આખું વાવાઝોડું લેન્ડફોલ થતા મધરાત થશે.’
- મોરબી, જામનગર અને દ્વારકામાં વરસાદ સાથે પવનની ઝડપ વધી
- આગામી 5 ક્લાક છે ભારે
- છતા ખતરો હજુ ટળ્યો નથી, લોકોને સાવધ રહેવા અપીલ કરવામા આવે છે.
- વાવાઝોડાની અસર વચ્ચે અનેક જિલ્લાઓમા આવતીકાલે શાળા કોલેજોમા રજા જાહેર કરવામા આવી છે.
- ‘બિપરજોય’ના કારણે અનેક મકાનોના છાપરા ઉડ્યા
- વાવાઝોડાના પગલે દ્વારકાનો દરિયો તોફાની બની રહ્યો છે. ત્યારે બેટ દ્વારકામાં કિનારે લાંગરેલી બોટો ડૂબવા લાગી છે.
- જખૌ બંદરની નજીક વાવાઝોડું ટકરાવાની પુરી શકયતાઓ.
- વાવાઝોડું જયારે ટકરાશે ત્યારે પવનની ગતી 125-150 km/h ની ઝડપ રહેવાની શકયતા..
- અમદાવાદમાં આવતીકાલે વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે.
- કચ્છ, જામનગર, મોરબી દ્વારકા, રાજકોટ જિલ્લાઓમાં વધુ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
- વાવાઝોડુ 15 જૂને જખૌ બંદરે લેન્ડફોલ થવાની શકયતા
- સાયકોનની કેટેગરી એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાંથી વેરી સિવિયર સાઇક્લોનિક સ્ટ્રોમમાં બદલાઈ છે
- લેન્ડફોલ થતાની સાથે વાવાઝોડું વધુ સ્ટ્રોંગ બનશે
- સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની છે શક્યતા
- 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
- વાવાઝોડા ની સ્પીડ 140 કીમી પ્રતિ કલાકની છે.
- વાવાઝોડુ દર કલાકે 6 કીમી આગળ વધી રહ્યુ છે.
- ૧૫ જૂનની રાતે જખૌ પાસે ટકરાઇ શકે છે.
- દરિયામા 10 મીટર ઉંચા મોજા ઉછળવાની સંભાવના છે.
- રાજ્યના મોરબી, ઓખા ,કંડલા, માંડવી સહિતના બંદરો ઉપર ભયસૂચક 10 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે.
- વાવાઝોડાની અસરને લઇને 10 નંબરનું સિગ્નલ લગાવાયું
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 5 દિવસ ભારે વરસાદ ની આગાહિ
- ગુજરાતમાં 14 જૂનથી શરૂ થશે વરસાદ
- 15 અને 16 જૂને ભારે વરસાદ થઈ શકે
- વાવાઝોડાનો ટ્રેક જોઇએ તો ઉત્તર દિશામાં વાવાઝોડું આગળ વધી રહ્યું છે
- 14 જૂન સવારથી ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધે તેવી શકયતાઓ છે.
- માંડવી અને કરાચીમાં વાવાઝોડાનો વિલય થશે
- જખૌ પાસેથી વાવાઝોડું પસાર થશે
- 14 અને 15 જૂને ભારે વરસાદ થવાની શકયતાઓ છે.
- કચ્છ, દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદ પડશે.
- જખૌ, નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યા છે.
- દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરના સિગ્નલની ચેતવણી આપવામા આવી છે.
- દરિયામાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે.
- 14 જૂન રાતથી દરિયામાં પવનની ગતિ જોર પકડશે.
- માછીમારોને 16 જૂન સુધી દરિયામા ન જવા કડક સૂચના આપવામાં આવી
- 15 જૂને બપોરે 12 વાગ્યે વાવાઝોડું ટકરાશે
- વાવાઝોડું આવવા સમયે પવન 125થી 135ની ઝડપે ફૂંકાશે
- અત્યારે 7 કિમીની ઝડપે વાવાઝોડું કિનારા તરફ આગળ વધી રહ્યું છે
- અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે.
- 14 અને 15 જૂને અમદાવાદમાં પણ ભારે વરસાદ થશે.
અરબી સમુદ્રમાં સક્રિય બનેલા સાયક્લોન બિપોરજોય અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સમુદ્રમાં બિપોરજોયની ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયા નજીકથી પસાર તશે તેવી શકયતાઓ છે. હવે બિપોરજોય પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાઇ રહ્યુ છે. વાવાઝોડાનો માર્ગ બદલાતાં લોકોમા ફરી ચિંતા વધી ગઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે વાવાઝોડું દક્ષિણ પશ્વિમ પોરબંદરથી 300 કિલોમીટર દૂર સ્થિત છે. તે હવે ધીમે ધીમે દરિયાકાંઠાથી નજીક આવી રહ્યુ છે. વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાતાં લોકોમા ફરી ચિંતા વધી રહી છે. હવે જખૌ તરફ ફંટાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ થોડુ વધ્યું છે. આગામી તારીખ 11 થી 14 જૂન સુધી તેજ પવન સાથે ભારે વરસાદની આવવાની શક્યતાઓ દેખાઇ રહિ છે. અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આ અંગે જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે 10, 11 અને 12 જૂને પવન 80 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. તેમજ પવન 120 કિમી પ્રતિ કલાકની ગતિ પણ પકડી શકે છે. આ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અને વાવાઝોડાની સંભાવના રહેલી છે.
આ પણ વાંચો: Biporjoy Cyclone: વાવાઝોડામાં શું કરવુ ? શું ન કરવુ ? તકેદારીના શું પગલા લેવા ?
બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અધિકારીઓ અને કર્મચારીઓને હેડકવાર્ટર ન છોડવા સૂચના આપવામા આવી છે. આવનારા વાવાઝોડા ની સંભવિત અસર ને પહોંચી વળવા તંત્ર એલર્ટ છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છનાં દરિયાકિનારે અસર કરી શકે છે. વાવાઝોડાને કારણે દરિયાકિનારાના વિસ્તારોમા ભારે પવન ફુંકાશે. દરિયા કિનારે 70 થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. તેમજ સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પણ પડવાની અગાહિ છે.
આ બંદરો પર લગાવાયા ભયજનક સિગ્નલ
હાલ ગુજરાતમા ઘણા જિલ્લાઓમા બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જામનગરના તમામ બંદરો પર 10 નંબરના ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. 10 નંબરનું સિગ્નલ અતિ ભયસૂચક સિગ્નલ દર્શાવે છે. દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા અસરગ્રસ્ત ગામના લોકોને સ્થળાંતર કરાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જામનગર ઉપરાંત દ્વારકાના ઓખા બંદરે 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગની આગાહીના પગલે ઓખા બંદરે પણ 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના નવલખી બંદર પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોરબંદર પોર્ટ ઉપર પણ 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
લોકોનુ સ્થળાંતર
જરૂર જણાશે તો સ્થળાંતર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામા આવશે.
પાછલા વર્ષો દરમિયાન આવેલા તૌકતે દરિયાઈ વાવાઝોડાને કારણે સોમનાથ જિલ્લાના અને ભાવનગર જિલ્લાના ઘણા ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતુ. તંત્ર તરફથી દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમા સર્વે કરી આશ્રસ્થાનો અને શેલ્ટર હોમની યાદિઓ કરી લેવામા આવી છે. જરૂર જણાયે જરૂરિયાત વાળા લોકોનુ ત્યા સ્થળાંતર તાત્કાલીક કરવામા આવશે. ત્યારે જિલ્લા અને તાલુકા મથકે વાવાઝોડાની આગાહિ ને પગલે કંટ્રોલ રૂમ શરૂ કરવામા આવ્યા છે.
આ પણ વાંચો: બંદર પર લગાવાતા સિગ્નલ નો અર્થ: જાણો કયા નંબરનુ સિગ્નલ ક્યારે લગાવવામા આવે છે
આ જિલ્લાઓમા છે એલર્ટ
રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે દરિયાઇ પટ્ટીના કલેકટશ્રીઓ સાથે વિડીયો કોંફરંસ્થી મીટીંગ યોજી વાવાઝોડાની પૂર્વતૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક સુશ્રી મોહંતીએ આ બેઠકમાં માહિતી આપતા જણાવ્યું હતુ કે, હાલની સ્થિતિએ આ ‘બીપોરજોય’ વાવાઝોડું પોરબંદરથી દૂર દરિયામા સ્થિત થયેલું છે,
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના 13 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, સુરત, વલસાડ, નવસારી વગેરેમાં કલેક્ટરશ્રીઓને પૂરતી સતર્કતા અને તકેદારી તથા પૂર્વતૈયારીઓ રાખવા માર્ગદર્શન આપ્યું હતું.
અગત્યની લીંક
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ | અહિ કલીક કરો |
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
FaQ’s
આ વાવાઝોડાને શું નામ આપવામા આવ્યુ છે ?
બિપોરજોય
વાવાઝોડા નુ સ્ટેટસ મેપ પર લાઇવ જોવા માટે કઇ વેબસાઇટ છે ?
www.windy.com
બિપોરજોય વાવાઝોડુ ગુજરાત મા કયારે ટકરાય તેવી શકયતાઓ છે ?
14-15 જુન
કયા જિલ્લાઓમા રેડ એલર્ટ આપવામા આવ્યું છે ?
કચ્છ,દેવભુમિ દ્વારકા અને જામનગર
जय श्री राम
Jai shree ram
અંતોલી