અંબાલાલ આગાહિ: કમોસમી વરસાદ: માવઠુ આગાહિ: રાજ્યમા ફરી માવઠાનો ખતરો મંડરાઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહિ મુજબ ઉતર ગુજરાત થી લઇ સૌરાષ્ટ્ર સુધી વિવિધ જિલ્લાઓમા વરસાદ પડવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ઉનાળાની ગરમીઓની શરૂઆત થઇ ગઇ છે અને રાજ્યમા દિન પ્રતિદિન ગરમી વધતી જાય છે. આગામી દિવસોમા ગરમીનો પારો 42 ડીગ્રી ને પાર જવાની શકયતા છે. ત્યારે રાજ્યમા કાળઝાળ ગરમીની વચ્ચે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહિ કરવામા આવી છે.
અંબાલાલ આગાહિ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરેલી આગાહિ મુજબ રાજ્યમાં 12 થી 15 એપ્રિલ સુધીમાં પ્રિ-મોન્સુન એક્ટીવિટીને કારણે ગાજવીજ સાથે કમોસમી વરસાદ માવઠું થવાની શકયતા છે. આ દિવસો દરમિયાન વહેલી સવારે અને બપોર પછી પવન સાથે વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. તો બપોરે ધોમધખતો તાપ પડે તેવી આગાહિ કરવામા આવી છે. 18 તારીખે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઇ તેવી શકયતા છે. 16 એપ્રિલથી ગરમી ના પ્રમાણમા વધારો થશે. અમદાવાદ, વડોદરા, પંચમહાલ, જૂનાગઢ, અમરેલી, કચ્છ જેવા જિલ્લા તથા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ના વિવિધ જિલ્લાઓમાં આકરી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામા આવી છે. સરેરાશ ગરમીનો પારો 43 ડિગ્રી સેલ્શિયસ ની ઉપર રહે તેવી આગાહિ કરવામા આવી છે.
આ પણ વાંચો: સોનામા તેજી: સોનાના ભાવ આસમાને, હાલ રોકાણ કરાય કે ભાવ ઘટવાની રાહ જોવાય ? શું કહે છે નિષ્ણાંતો ?
માવઠુ આગાહિ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે તેમજ રાજસ્થાનમાં સર્જાયેલ સાઈક્લોનિક સરક્યુલેશન ને કારણે રવિવારે સાંજે રાજયમા ઘણા શહેરોનુ વાતાવર્ણ પલટાયુ હતુ. સાંજે 6 વાગ્યા પછી 20-25 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાયો હતો. તેમ રાજયના અમુક શહેરોમા અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડયા હતા. ત્યારે રવિવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી જેટલુ નોંધાયું હતું. તેમજ દિવસભર વાદળૅછાયા વાતાવરણ સાથે ભારે બફારો અનુભવાઇ રહ્યો હતો.
થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહિ કરવામા આવી છે.
આજે પણ હવામાન વિભાગ દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમા કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડે તેવી સંભાવના છે તેમજ ભારે પવન અને વીજળી સાથે અમુક જગ્યાએ કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે.
સાયક્લોનિક સર્ક્ચુલેશન સક્રિય થતાં સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવી શકયતા દેખાઇ રહિ છે.
તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટો છવાયો સ્થળો એ વરસાદ પડશે. તેમજ બનાસકાંઠા, ભરૂચ અને સુરતમાં પણ કમોસમી વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. હાલ વરસાદી માહોલનાં કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સામાન્ય વરસાદ પડશે. તેમજ ગઈકાલે રાજકોટમાં 40.7 ડિગ્રી જેટલુ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યમાં તાપમાનનો પારો 35 ડિગ્રીથી ઉપર નોંધાયો હતો.
અગત્યની લીંક
હવામાન વિભાગ આગાહિ PDF | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |