ગુજરાત ના ફરવાલાયક સ્થળો: ગુજરાત મા ક્યાય ફરવા જવાનુ વિચારતા હોય તો આ સ્થળો છે સ્વર્ગ

अपने दोस्तों के साथ शेयर करें

ગુજરાત ના ફરવાલાયક સ્થળો: ઉનાળાની ગરમી મા અને વેકેશન હોવાથી લોકો બહાર ફરવા જવાનુ વિચારતા હોય છે. મોટાભાગે લોકો ગુજરાત બહાર ઠંડા સ્થળોએ ફરવા જવાનુ વધુ પસંદ કરે છે. પરંતુ ઘણા લોકો પાસે બહારના રાજયોમા ફરવા જવા જેટલો સમય અને બજેટ હોતુ નથી. પરંતુ તમે આપણા ગુજરાતમા પણ સારા ફરવાલાયક સ્થળોએ જઇ શકો છો. આજે આપણે ગુજરાત ના ફરવાલાયક સ્થળો ની માહિતી મેળવીશુ જે આઉટ સ્ટેટ ના પ્રવાસન સ્થળો ને પણ ટક્કર મારે એવા છે.

ગુજરાત ના ફરવાલાયક સ્થળો

ગુજરાતમા પણ પ્રવાસન સ્થળો ખૂબ જ સારા આવેલા છે. બહારના રાજયના લોકો આપણા ગુજરાત ના પ્રવાસન સ્થળોએ ફરવા આવતા હોય છે. આવા ફરવા લાયક બેસ્ટ સ્થળોની માહિતી મેળવીશુ. હાલમાં બાળકોનું વેકેશન ચાલી રહ્યુ છે તેથી ફરવાના શોખીન લોકો રજામાં ફરવા જવાનુ આયોજન બનાવતા જ હોય છે. જો તમને પણ ફરવાનો શોખ હોય તો આજે તમને ગુજરાતના જ એવા સ્થળો વિશે જણાવીએ જે સ્વર્ગ જેવા સુંદર છે.

ગુજરાતમા આવેલા ઘણા તીર્થધામો, અને શહેરો તેની વિવિધ ખાસિયતો ને લીધે જાણીતા છે. આ સ્થળો એ કુદરતી સૌંદર્યને મન ભરીને માણી શકાય છે. આવા સ્થળોની વાત કરીએ તો ગુજરાતમાં 5 એવી જગ્યાઓએ છે જ્યાં ફરવા જવું તમારા માટે બેસ્ટ રહેશે. કુદરતે સૌદર્ય માણવા માટે મોંઘાદાટ ખર્ચાઓ કરીને બહારન અરાજયોમા જવાની જરૂર નથી. ગુજરાતમાં પણ આવા સ્થળો છે કે જ્યાં તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકાય છે. ગુજરાતની આ 5 જગ્યા એવી છે જ્યાંનો પ્રવાસ તમારા માટે જીંદગીનું યાદગાર સંભારણું બની રહે છે.

यह भी पढे:  Under Water Metro Train: ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન, જાણો શું છે ખાસ.

આ પણ વાંચો: PSM Light Show: અદભુત લાઇટ શો, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમા જવાનુ ચૂકી ગયા હોય તો આ લાઇટ સાઉન્ડ શો અચૂક જુઓ

ગિરનાર

ગુજરાત ના ફરવાલાયક સ્થળો ની વાત કરીએ તો તેમા ગીરનાર નુ નામ સૌથી આગળ આવે છે. ભાગ્યે જ કોઇ એવુ હશે જે ગીરનાર થી અજાણ હોય. ગીરનાર પર્વત જુનાગઢ મા આવેલો છે. અહિં ચોમાસામાં ફરવા જવુ એ જીવનનો એક લ્હાવો છે. એમ અપણ રોપ વે પરથી ગીરનાર પર્વતનો નઝારો માણવો એ યાદગાર બની રહેશે. ગીરનાર પર્વતમા આવેલા અહિંના ધોધ, ઝરણાં અને અહિં મળતી અનેક ઔષધિઓ દૂર્લભ છે. દિવસરાત ગીરનાર પર્વતમા ફરીને કુદરતી સૌદર્યને માણતા રહો તેવી અનુભુતિ થાય. ગિરનારની ટોચ ઉપર ગુરૂદત્ત બીરાજે છે.તો ઉપરકોટનો કિલ્લો પણ એની ભવ્યતા માટે પ્રવાસીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર છે. ગુજરાતનું સૌથી મહત્વનું તીર્થધામ અને ગુજરાતનો સૌથી ઉંચો પર્વત! જુનાગઢની ઉપર ગિરનાર જાણે પડછાયો બનીને ઉભો છે.

તારંગા

જૈનોના તીર્થ ગણાતા તારંગામાં તમને ડુંગરોની વચ્ચે આવેલા આ જૈન મંદિરો જોવાનો લ્હાવો મળશે. મહેસાણાના સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી અંદાજે ૧૨૦૦ ફિટ ઉંચી તારંગાની ટેકરી આવેલી છે. આમ જોઇએ તો તે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ ગણાય છે. અહિંની પર્વતીય સુંદરતા પ્રવાસીઓ આકર્ષણનુ કેન્દ્ર છે. આ ટેકરીની ઉપરથી જોતા માઇલો સુધી પથરાયેલ અરવલ્લીના અનેક ટેકરાઓની રમણીયતા તમારી નજરે પડે છે. અહિં ઘણા જૈન મંદિરૌ આવેલા છે. આ ટેકરીના ઇતિહાસની વાત કરીએ તો કુમારપાળે અહિં ભગવાન અજિતનાથનું સુંદર દેરું બનાવેલું છે. અહિં જૈન મંદિરો આવેલા છે. જૈન લોકો માટે આ સ્થળ શ્રધ્ધાનું કેન્દ્ર છે. અહિંની મુલાકાત લેવી એ પન જીવનનો એક લ્હાવો છે.

ગીરનું જંગલ

સામાન્ય રીતે લોકો ગુજરાતમા ફરવા જવાનુ આયોજન કરતા હોય તો ગીરનુ જંગલ દરેક લોકોની આ દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. ચોમાસામાં તો અહીં વનરાજી ખીલી ઉઠે છે. ગુજરાતનો સૌથી મોટો અયણ્ય વિસ્તાર એટલે ગીર ! વનરાજોની વસ્તી ધરાવતો અદ્ભુત અરણ્ય સંગમ.અનેક જાતના વૃક્ષો ધરાવતો અને અનેક નદી નાળાં સમેત ઝરણા ધરાવતો ભવ્ય પ્રકૃતિ મહોત્સવ ! માઇલો સુધી પથરાયેલ ગીરનું જંગલ પ્રકૃતિની પૂર્ણતા છે. અહિં આવેલ “ગીર નેશનલ પાર્ક”ની મુલાકાત ખરેખર લેવા જેવી છે. ગીરમાં આવ્યા પછી સિંહ જોવા ન મળે તો તો થઇ રહ્યું ! એ ઉપરાંત પણ અનેક પ્રાણીઓ અહિં મુક્ત રીતે વિહરે છે.પ્રકૃતિ અને પ્રાણીઓના સંગમ સ્થાન સમાન આ સ્થળની મુલાકાત લેવી સદાય અવિસ્મરણીય બની રહેશે.

यह भी पढे:  Noodles Making Video: નુડલ્સ ના શોખીન લોકો સાવધાન, નુડલ્સ બનાવવાનો આ વિડીયો જોઇ લેશો તો નુડલ્સ ખાવાનુ બંધ કરી દેશો.

આ પણ વાંચો: Mini AC: બજેટ ઓછુ છે, નો ટેન્શન, 2000 મા લાવો આ મીની એસી; મળશે શીમલા જેવી ઠંડક Free

સાપુતારા

ગુજરાતમ સૌથી વધુ ઉંચાઇ પર આવેલુ અને હવા ખાવાનુ એકમાત્ર સ્થળ એટલે સાપુતારા. ડાંગ જિલ્લામા ગુજરાત અને મહારાષ્ટ્ર ની સરહદે આવેલુ આ સ્થળ ઉનાળામા ફરવા જવા માટે લોકોમા ખૂબ જ પ્રસિધ્ધ છે. ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલ સાપુતારાની ભવ્ય પહાડીઓ ખરેખર ખૂબ જ અદભુત છે. અહિં કુદરતી સૌદર્ય અને પ્રકૃતિ માણવી એ એક લ્હાવો છે. ઔદ્યોગિકરણ અને પ્રદૂષણે હજી અહીં પગપેસારો નથી કર્યો. સાપુતારા મુખ્યત્વે ડાંગના આદિવાસીઓનું રહેઠાણ છે. સાપુતારા મા આવેલુ આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે.

અહિ જળાશય મા લોકો નૌકાવિહાર ની, પેરાગ્યાઇડીંગ ની લોકો ખૂબ જ મજા માણે છે. ઉપરાંત અહિં ઉંચા મા ઉંચી ટેકરી પરથી પરથી સનસેટ સૂર્ય આથમતો અને સનરાઇઝ સૂર્ય ઉગતો જોવો એ એક લ્હાવો છે. સાપુતારાથી થોડે દુર “ગુજરાતનો નાયગ્રા” કહેવાતો ગીરા ધોધ પણ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બની રહે છે.

આ પણ વાંચો: WATER PARK In GUJARAT: ગુજરાત મા આવેલા 5 વોટર પાર્ક, ફોટો જોઇ જવાનુ મન થઇ જશે.

પાલિતાણા

પાલીતાણા ભાવનગરમાં આવેલ જૈનોનું એક મુખ્ય તીર્થસ્થળ છે. પાલીતાણા ને “મંદિરોનું શહેર” પણ કહેવાય છે. અહિં જૈન ધર્મના જોડાયેલા અનેક મંદિરો આવેલા છે. અદ્ભુત કોતરણી અને પવિત્રતાનો સંગમ એટલે આ મંદિરો! બસ, જોતા જ રહીએ એવી આહલાદક અનુભુતિ અને શાંતિનો અનુભવ અહિં થાય છે. જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથની સાથે જોડાયેલ આ તીર્થંને બધા જૈન તીર્થોમાં મુખ્ય માનવામાં આવે છે. દેરાસર ની બાજુમા અહિં મુસ્લીમોની પવિત્ર દરગાહ પણ આવેલ છે. અહીંનું નયનરમ્ય વાતાવરણ સૌ કોઇને આકર્ષિત કરે છે.

આ ઉપરાંત ગુજરાતમા અન્ય ઘણા સારા સ્થળો આવેલા છે જ્યા ફરવા જઇ શકાય અને ઉનાળાની ગરમીમા ઠંડી હવા લઇ શકાય.

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી
  • નીલકંઠ ધામ પોઇચા
  • શીવરાજપુર બીચ દ્વારકા
  • સોમનાથ
  • પોલો ફોરેસ્ટ (સાબરકાંઠા)
  • ઝરવાણી ધોધ (નર્મદા)
  • પીરોટન આઈલેન્ડ (જામનગર)
  • નળ સરોવર (અમદાવાદ)
  • ગીરનું જંગલ (જૂનાગઢ)
  • દીવ
  • ડાંગ
यह भी पढे:  2000 Note Change: 2000 ની નોટ બદલવા આ બેંકમા પહોંચી જાવ, કોઇ ફોર્મ કે આઇ કાર્ડ ની જરૂર નહિ પડે

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
ગુજરાત ના ફરવાલાયક સ્થળો
ગુજરાત ના ફરવાલાયક સ્થળો

ગીરનાર પર્વત ક્યા આવેલો છે ?

જુનાગઢ

ગુજરાતનુ એકમાત્ર ઉંચાઇ પર આવેલુ હવા ખાવાનુ સ્થળ કયુ છે ?

સાપુતારા


अपने दोस्तों के साथ शेयर करें

Leave a Comment

error: Content is protected !!