હવામાન સમાચાર: અંબાલાલ ની આગાહિ: રાજયમા આ વર્ષે બિપોરજોય વાવાઝોડાની અસર બાદ વરસાદ સારો પડયો હતો અને લગભગ તમામ રાઉન્ડ મા સાર્વત્રિક વરસાદ પડયો હતો. મોટા ભાગના જિલ્લાઓમા 100 ટકાથી 110 ટકા સુધી વરસાદ પડયો છે. એવામા હવે આવનારા દિવસોમા હવામાન કેવુ રહેશે અને વરસાદ આવશે કે નહી તે બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહિ સામે આવી છે.
હવામાન સમાચાર
રાજયમા હવે વરસાદ વિદાય લઇ રહ્યો છે. અને આખા રાજયમા હાલ હળવા વરસાદી ઝાપટાને બાદ કરતા વરસાદી વાતાવરણ જોવા મળતુ નથી. એવામા ટૂંક સમયમા નવરાત્રી આવી રહી છે અને 14 ઓકટોબરે અમદાવાદ મા વર્લ્ડ કપમા ભારત પાકિસ્તાનની મહત્વની મેચ રમાનારી છે. ત્યારે ગરબા રસિકો અને ક્રિકેટ ફેન્સ ની નઝર આ સમયમા વરસાદ આવશે કે કેમ તેના પર છે.
આ પણ વાંચો: અંબાલાલ વાવાઝોડુ આગાહિ: આવી રહ્યુ છે વાવાઝોડુ, સંભવિત ટ્રેક શું હશે; ક્યા થશે અસર
રાજ્યમાં હાલ ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યુ છે. ત્યારે રાજ્યમાં ક્યારેક વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે તો ક્યારેક ધોમધખતો તાપ પડી રહ્યો છે. આવી પરિસ્થથિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી સમયમા કેવુ વરસાદી વાતાવરણ રહેશે તે અંગે આગાહિ આપી હતી. અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યુ હતુ કે, 30 સપ્ટેમ્બર બાદ વારંવાર ચક્રવાત સક્રિય થશે જેની અસર વાતાવરણ પર જોવા મળશે.
અંબાલાલ ની આગાહિ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યુ અનુસાર બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ એકટીવ બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે. 30 સપ્ટેમ્બરથી આ સ્થિતિ જોવા મળશે. 2 થી 14 ઓક્ટોબર દરમિયાન મોટું ચક્રવાત એકટીવ થવાનું અનુમાન છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ આવે તેવી શકયતાઓ છે અને વરસાદ જ્યારે આવશે ત્યારે હવે ચક્રવાતનો વરસાદ હશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કણાવ્યુ હતુ કે મુંબઈ નજીકના ભાગમાં 30 સપ્ટેમ્બરે એક સિસ્ટમ બનવાની છે. આ સિસ્ટમ થી લો પ્રેશર સર્જાશે. જેના લીધે મહારાષ્ટ્ર મુંબઈ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, બંગાળના ઉપસાગરમાં ત્રણ ઓક્ટોબર આસાપસ એક સિસ્ટમ સર્જાશે . 6થી 9 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. ઓક્ટોબરની શરુઆતમાં આ સિસ્ટમના કારણે દેશના પૂર્વભાગમાં વરસાદ થશે. ઓક્ટોબરથી ગુજરાતના ભાગોમાંથી ચોમાસું પીછેહટ થશે અને ગરમી વધશે. બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Good