બિપરજોય વાવાઝોડુ આગાહિ: ગુજરાત માથે હાલ બિપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. આ વાવાઝોડુ તારીખ 14-15 જૂને કચ્છ ના માંડવી અને નલીયામા ટકરાય તેવી શકયતાઓ છે. ત્યારે આની સાથે સાથે અન્ય જિલ્લાઓમા પણ આ વાવાવાઝોડાની અસર વર્તાશે. જેમા વિવિધ જિલ્લાઓમા અલગ અલગ સ્પીડે પવન ફૂંકાશે. આવતા 4 દિવસની હવામાન વિભાગની આગાહિ જોઇએ જેમા જિલ્લાવાઇઝ કેટલી ઝડપે પવન ફૂંકાશે તે જોઇએ.
બિપરજોય વાવાઝોડુ આગાહિ
બિપરજોય વાવાઝોડું ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. જેથી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ચક્રવાતની ચેતવણી આપવામા આવી છે. પૂર્વમધ્ય અરબી સમુદ્ર પરથી નીકળેલું અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” છેલ્લા 6-કલાક દરમિયાન 7 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધશે વાવાઝોડું હાલ પોરબંદરથી 290 કિમી દક્ષિણ -દક્ષિણ પશ્ચિમમાં દરિયામા દૂર છે. તો દેવભૂમિ દ્વારકાથી 190 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં દરિયામા દૂર છે. વાવાઝોડું 14 મી ની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધશે તેવી શકયતાઓ છે, પછી ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધીને, સૌરાષ્ટ્ર અને કચ્છને વટાવીને 15 મી જૂનની બપોર સુધીમાં જખૌ બંદર (ગુજરાત) નજીક માંડવી પહોંચે તેવી આગાહિ છે. અને કરાચી ( પાકિસ્તાન) પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી પણ શક્યતા છે. ગંભીર ચક્રવાત વાવાઝોડું 150 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ઝડપે 125-135 કિમી પ્રતિ કલાકની સતત પવનની ગતિ પહોંચે તેવી સંભાવના રહેલી છે.
આ પણ વાંચો: વેધર એલર્ટ: કેટલે પહોંચ્યુ બિપોરજોય વાવાઝોડુ ? જાણો શું છે હવામાન વિભાગની આગાહિ ?
13 જૂન પવનની આગાહિ
૧૩ જૂન ના રોજ યલ્લો ઝોનમા કચ્છ,દેવભુમિ દ્વારકા,જામનગર,મોરબી,પોરબંદર,રાજકોટ,જુનાગઢ,અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાને મૂકવામા આવ્યા છે. જ્યા 50-60 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે.
જ્યારે પર્પલ ઝોનમા સુરેંદ્રનગર, ભાવનગર,બોટાદ,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ જિલ્લાને સમાવવામા આવ્યા છે.જ્યા 40-50 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.

આ પણ વાંચો: વરસાદ આગાહિ: 15 અને 16 જૂને છે ભારે વરસાદની આગાહિ, જાણો તમારો જિલ્લો કયા ઝોનમા છે ?
14 જૂન પવનની આગાહિ
૧૪ જૂન ના રોજ ઓરેંજ ઝોનમા કચ્છ,દેવભુમિ દ્વારકા,જામનગર,મોરબી,પોરબંદર,રાજકોટ,જુનાગઢ,અને ગીર સોમનાથ જિલ્લાને મૂકવામા આવ્યા છે. જ્યા 65-75 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે.
જ્યારે યલ્લો ઝોનમા સુરેંદ્રનગર, અમરેલી, ભાવનગર,બોટાદ,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,આણંદ અને અમદાવાદ જિલ્લાને સમાવવામા આવ્યા છે.જ્યા 50-70 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.

આ પણ વાંચો: હવામાન સમાચાર: આજની દરેક જિલ્લાની વાવાઝોડા અને વરસાદ અંગે આગાહિ, તમારા જિલ્લામા વાતાવરણ કેવુ રહેશે ?
15 જૂન પવનની આગાહિ
૧૫ જૂન ના રોજ વાવાઝોડુ ત્રાટકવાની ખાસ આગાહિ કરવામા આવી છે. જેમા કચ્છ,જામનગર અને દેવભુમિ દ્વારકામા રેડ એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે. જ્યા 125-135 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.
જ્યારે ઓરેંજ ઝોનમા પોરબંદર અને રાજકોટ જિલ્લાને મૂકવામા આવ્યા છે. જ્યા 80-100 કીમીની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.
તો યલ્લો ઝોનમા જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાને મૂકવામા આવ્યા છે જ્યા 60-80 કીમી ને એઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે.
જ્યારે પર્પલ ઝોનમા સુરેંદ્રનગર, અમરેલી, ભાવનગર,બોટાદ,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,આણંદ અને અમદાવાદ જિલ્લાને સમાવવામા આવ્યા છે.જ્યા 50-60 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.

16 જૂન પવનની આગાહિ
16 જૂનના રોજ પાટણ,બનાસકાંઠા,મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાને મૂકવામા આવ્યા છે. જ્યા 45-55 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે.

અગત્યની લીંક
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ | અહિ કલીક કરો |
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

ગુજરાતમા વાવાઝોડુ ક્યારે ત્રાટકે તેવી શકયતાઓ છે ?
15 જૂનના રોજ
વાવાઝોડુ કયા જિલ્લામા ત્રાટકવાની શકયતાઓ છે ?
કચ્છ
કયા જિલ્લાઓમા રેડ એલર્ટ આપવામા આવ્યુ છે ?
કચ્છ,દેવભુમિ દ્વારકા અને જામનગર
Gujarat b.k ma avni sakiyat khari