વાવાઝોડુ તેજ લેટેસ્ટ અપડેટ: સાયક્લોન તેજ કયા ટકરાશે, પવનની ઝડપ શું છે; ગુજરાત પર અસર થશે કે નહી, જાણો લેટેસ્ટ અપડેટ

વાવાઝોડુ તેજ લેટેસ્ટ અપડેટ: હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વાવાઝોડાના નામકરણ માટે ચોક્કસ ફોર્મુલા અપનાવવામાં આવેલી છે. હાલ સર્જાઈ રહેલા વાવાઝોડાનું નામ ‘તેજ’ આપવામા આવ્યુ છે. ગુજરાત હવામાન વિભાગે આ તેજ વાવાઝોડાના સંદર્ભમાં ખાસ કોઈ ચેતવણીઓ બહાર પાડી નથી, પરંતુ કેટલાક હવામાન નિષ્ણાંતોએ ગુજરાત પર આ વાવાઝોડા ની થોડી અસર થશે તેવી આફાહી કરી છે. આ વાવાઝોડા તેજ નો રૂટ શું છે ? કયા લેન્ડફોલ થશે ? પવનની ઝડપ શું છે ? ગુજરાત પર કેટલી અસર થશે ? જેવી અગત્યની માહિતી મેળવીએ.

વાવાઝોડુ તેજ લેટેસ્ટ અપડેટ

  • અરબ દેશોમા તબાહિ મચાવશે વાવાઝોડુ તેજ
  • 24 અને 25 ઓકતોબરે રાજયમા પડશે ઝરમર વરસાદ
  • અરબી સમુદ્ર મા સર્જાયુ છે વાવાઝોડુ તેજ
  • Cyclone Tej status [Latest Update]
  • અરબ દેશોમા ચક્રવાતી તોફાન ની વધુ અસર થનાર છે.
  • 24 ઓકટોબર સુધી રહેશે વાવાઝોડાની અસર
  • ઓમાન અને યમન વચ્ચે લેન્ડફોલ થશે વાવાઝોડુ
  • વાવાઝોડાની અસર ને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટૃ મા પવન ફૂંકાશે
  • ગુજરાતમા રહેશે વાદળછાયુ વાતાવરણ
  • 24 ઓકટોબર આસપાસ બંગાળના ઉપસાગરમા પણ હળવુ દબાણ સર્જાશે
  • ઉતર ભારતનુ હવામાન પલટાતા ઠંડી વધશે.

આ પણ વાંચો: Heart Attack: નવરાત્રીમા નવી આફત, એક જ દિવસમા 10 થી વધુ હ્રદય ના ધબકારા પડયા બંધ

કયા ટકરાશે ? કયા થશે લેન્ડફોલ ?

અરબી સમુદ્ર મા સરજાયેલુ આ વાવાઝોડુ ઓમાન અને યમન વચ્ચે ટકરાય શકયતાઓ છે. જો કે વાવાઝોડામા લેન્ડફોલ થાય તે પહેલા અવારનવાર તેના રૂટ બદલાતા હોય છે. બિપોરજોય વાવાઝોડામા આ જોવા મળ્યુ હતુ.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 24 ઓક્ટોબર સુધી આ વાવાઝોડાની અસર જોવા મળશે. 24 ઓક્ટોબરે ઓમાન-યમન વચ્ચે ‘તેજ’ વાવાઝોડું ટકરાશે હાલ વવાઝોડાનો રૂટ આ છે. તેઓએ કહ્યું છે કે, આ ‘તેજ’ વાવાઝોડું અરબ દેશમાં તબાહી મચાવશે. આ વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાય તેવી શકયતાઓ છે. વેસ્ટર્ન ડીસ્ટર્નબન્સ ના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

મંગળવાર અને બુધવારે ઝરમર વરસાદ પડે તેવી સંભાવના વ્યકત કરવામા આવી છે.
તેમણે જણાવ્યું હતુ કે, 24 અને 25 ઓક્ટોબરે રાજ્યમાં અમુક વિસ્તારોમા ઝરમર વરસાદ થાય તેવી સંભાવના છે. 28 ઓક્ટોબરના દિવસે શરદ પૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમા દેખાનાર છે. 28 અને 29 ઓક્ટોબરે થનાર ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. હાલ ચાલતી શરદ ઋતુ 24 ઓક્ટોબરે પૂર્ણ થનાર છે. 24 ઓક્ટોબર બાદ સ્વાતિ નક્ષત્ર બેસતા હેમંત ઋતુનો પ્રારંભ થશે. હેમંત ઋતુના આરંભથી શિયાળાની શરૂઆત થશે અને હળવી ઠંડી પડશે.

આ પણ વાંચો: Gujarati samaj List 2023: રજાઓમા ક્યાય ફરવા જવાના હોય તો આ ગુજરાતી સમાજનુ લીસ્ટ સેવ કરી લો, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા મળશે

શું થશે ગુજરાત પર અસર ?

સ્કાઈમેટ વેધર ની આગાહિ પ્રમાણે મોટા ભાગના મોડલ સંકેત આપી રહ્યાં છે કે તેજ તોફાન યમન-ઓમાનના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે સ્પષ્ટ કરી દીધુ છે કે ભારતના રાજ્યો પર આ તેજ વાવાઝોડાની કોઈ અસર પડશે નહીં. આવું એટલા માટે કહેવામા આવ્યુ છે કારણ કે સાઇક્લોન તેજ વેસ્ટ-નોર્થ અને વેસ્ટ તરફ વધશે. આ કારણે ગુજરાતના લોકોએ આ વાવાઝોડાને લઇને ચિંતા કરવાની જરૂર નથી.

તેજ વાવાઝોડું બન્યા બાદ તે vadhu આક્રમક બનીને ઓમાન અને યમન તરફ ફંટાઈ તેવો તેનો રૂટ છે. હવામાન નિષ્ણાંતો જણાવે છે કે વાવાઝોડાથી ગુજરાત મા કોઇ નુકશાની થાય તેવુ હાલ દેખાઇ રહ્યુ છે. કારણ કે વાવાઝોડું ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરીને યમન અને ઓમાન પર ત્રાટકશે તેવી શકયતાઓ છે. જે રીતે અગાઉ બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાત અને પાકિસ્તાન એમ બન્ને જગ્યાએ થઈ હતી તે જ રીતે આ તેજ વાવાઝોડાની અસર પણ યમન અને ઓમાન પર થશે તેવો વાવાઝોડા નો ટ્રેક છે.

અગત્યની લીંક

વાવાઝોડુ તેજ લાઇવ સ્ટેટસ લાઇવ સ્ટેટસ જુઓ મેપ પરઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
વાવાઝોડુ તેજ લેટેસ્ટ અપડેટ
વાવાઝોડુ તેજ લેટેસ્ટ અપડેટ

સાયકલોન નુ લાઇવ સ્ટેટસ જોવા માટે કઇ એપ છે ?

www.windy.com

1 thought on “વાવાઝોડુ તેજ લેટેસ્ટ અપડેટ: સાયક્લોન તેજ કયા ટકરાશે, પવનની ઝડપ શું છે; ગુજરાત પર અસર થશે કે નહી, જાણો લેટેસ્ટ અપડેટ”

Leave a Comment

error: Content is protected !!