વાવાઝોડામા મોબાઇલ નેટવર્ક: વાવાઝોડામા તમારા ફોનમા નેટવર્ક ન આવે તો કોઇ પણ કંપનીનુ નેટવર્ક પકડાવી શકાસે, ફોનમા કરો આટલુ સેટીંગ

વાવાઝોડામા મોબાઇલ નેટવર્ક: અગત્યનુ: હાલ ગુજરાતમા સૌરાષ્ટ્રમા બિપોરજોય વાવાઝોડુ ત્રાટકવાની પુરે શકયતાઓ રહેલી છે. અને તેને લીધે પવન ની ગતિ પણ તેજ રહેશે. આવામા જો મોબાઇલ્મા કોઇ કંપનીનુ નેટવર્ક ન પકડાય તો આવી સ્થિતીમા ટેલીકોમ ડીપાર્ટમેન્ટે લોકોની સરળતા માટે એક ખૂબ જ સરસ નિર્ણય લીધો છે. જે મુજબ તમે કોઇ પણ કંપનીનુ નેટવર્ક સેટ કરી શકો છો. જાનો આ સુવિધા કોને મળશે અને આના માટે ફોનમા શું સેટીંગ કરવુ ?

વાવાઝોડામા મોબાઇલ નેટવર્ક

બિપરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે નુકસાન થવાની સંભાવના રહેલી છે. તોફાની પવનને કારણે ઈલેક્ટ્રીક પોલ અને ટેલિફોન ટાવરને પણ નુકસાન થઇ શકે છે. જેના કારણે મોબાઇલ નુ ટેલિકોમ કંપનીઓનુ નેટવર્ક (Telecom Network) પણ ખોરવાઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ટેલિકોમ વિભાગે ખૂબ જ સરસ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: વરસાદ આગાહિ: 15 અને 16 જૂને છે ભારે વરસાદની આગાહિ, જાણો તમારો જિલ્લો કયા ઝોનમા છે ?

“બિપરજોય” વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમા નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઇ ટેલિકોમ કંપનીઓએ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત જો કોઈ નાગરિકે સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવા કામ ન કરે અથવા અસ્થાઈ રીતે બંધ હોય તો બીજા કોઈ પણ ટેલિકોમ ઓપરેટરની સેવાનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

બિપોરજોય વાવાઝોડુ આગાહિ

અરબી સમુદ્રમાં આવેલા અતિ ગંભીર ચક્રવાત ‘બિપરજોય’ને પહોંચી વળવા માટે ગુજરાતનું સમગ્ર વહીવટીતંત્ર સંપૂર્ણ પણે સજ્જ છે. આ ચક્રવાતને કારણે અનેક જિલ્લાઓમાં નુકસાન થવાની શકયતાઓ છે. તોફાની પવનને કારણે ઈલેક્ટ્રીક પોલ અને ટેલિફોન ટાવરને નુકસાન થવાની પણ સંભાવના છે, જેના કારણે ટેલિકોમ નેટવર્ક પણ ખોરવાઈ શકે છે.

ટેલિકોમ વિભાગે આજે એક અગત્યની જાહેરાત કરી છે કે ચક્રવાત ‘બિપરજોય’ દરમિયાન ટેલિકોમ નેટવર્કમાં ઇશ્યુ આવે તો અસરગ્રસ્ત જિલ્લાઓમાં લોકો કોઈપણ અન્ય ટેલિકોમ કંપનીઓના નેટવર્કનો ઉપયોગ કરી શકશે. આ સેવાનો ઉપયોગ કરવા માટે, લોકોએ મોબાઇલ સેટિંગ્સમાં જઈને સિમ કાર્ડ પસંદ કરવું પડશે અને પછી તેમના વિસ્તારમાં ઉપલબ્ધ મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરી શકસે.

આ પણ વાંચો: હવામાન સમાચાર: આજની દરેક જિલ્લાની વાવાઝોડા અને વરસાદ અંગે આગાહિ, તમારા જિલ્લામા વાતાવરણ કેવુ રહેશે ?

આ સેવાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લા ઓ માટે હાલ ઉપલબ્ધ છે, જે 17 જૂન, 2023 ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ચાલુ રાખવામા આવશે.

હવામાન વિભાગનું અનુમાન છે કે બિપરજોય ચક્રવાત 15 જૂને સાંજે 4 વાગ્યાની આસપાસ ગુજરાતના કચ્છમાં જખૌ કિનારે ટ્કરાય તેવી શકયતાઓ છે. આ દરમિયાન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. જેના કારણે ભારે નુકસાન થવાની શકય્તાઓ છે આવી સ્થિતિમાં, વાવાઝોડાને જોતા, લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી દૂર કરીને સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતર કરવામા આવી રહ્યા છે.

IMD એ બુધવારે જણાવ્યું હતું કે ‘બિપરજોય’ ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધતાં સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં ભારે પવન અને ભારે વરસાદનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગની આગાહિ મુજબ ‘બિપરજોય’ બુધવારે માર્ગ બદલીને ઉત્તર-પૂર્વ દિશામાં કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે અને ગુરુવારે સાંજે તે જખૌ બંદર નજીક અસર થશે.

અગત્યની લીંક

જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિઅહિ કલીક કરો
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
વાવાઝોડામા મોબાઇલ નેટવર્ક
વાવાઝોડામા મોબાઇલ નેટવર્ક

1 thought on “વાવાઝોડામા મોબાઇલ નેટવર્ક: વાવાઝોડામા તમારા ફોનમા નેટવર્ક ન આવે તો કોઇ પણ કંપનીનુ નેટવર્ક પકડાવી શકાસે, ફોનમા કરો આટલુ સેટીંગ”

Leave a Comment

error: Content is protected !!