ચોમાસુ વિદાય: હવામાન વિભાગની આગાહિ, આ તારીખથી ચોમાસુ વિધિવત લેશે વિદાય; અરબસાગર મા ચક્રવાત સર્જાશે

ચોમાસુ વિદાય: હવામાન આગાહિ: અંબાલાલ ની આગાહિ: રાજયમા આ વર્ષે સારો એવો વરસાદ પડયો છે. બિપોરજોય વાવાઝોડા બાદ બીજા અને ત્રીજા રાઉન્ડ મા સારો એવો વરસાદ પડયો હતો. ત્યારબાદ લગભગ દોઢ-બે મહિના મેઘરાજા એ સંપૂર્ણ વિરામ લીધો હતો અને હાલ સપ્ટેમ્બર મહિનામા સારો એવો વરસાદ સાર્વત્રિક પડયો છે. એવામા હવે હવામાન વિભાગની નવી આગાહિ સામે આવી છે.

ચોમાસુ વિદાય

  • ગુજરાતમાં સિઝનનો 104 ટકા વરસાદ પડયો છે.
  • રાજ્યના 13% તાલુકામાં 30 ટકાથી વધુ વરસાદની ઘટ છે.
  • 33 તાલુકાઓમાં 70 ટકાથી ઓછો વરસાદ વરસ્યો છે.
  • 38 તાલુકાઓમાં 10 થી 20 ઈંચ જ વરસાદ પડયો છે.
  • 20 તાલુકાઓમાં 100 ટકા અથવા એનાથી વધુ વરસાદ પડયો છે.

કયા તાલુકામાં ઓછો વરસાદ પડયો ?

  • ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર અને કલોલ
  • પાટણ જિલ્લામાં ચાણસ્મા
  • ભાવનગર જિલ્લામાં જેસર અને પાલીતાણા
  • છોટા ઉદેપુર જિલ્લામાં નસવાડી
  • બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ
  • મહેસાણા જિલ્લામાં ઊંઝા
  • અરવલ્લી જિલ્લામાં માલપુર
  • અમદાવાદ જિલ્લામાં બાવળ,દસ્ક્રોઈ,દેત્રોજ
  • હાંસોટ અને ઝઘડીયા
  • સાણંદ અને વિરમગામ
  • વડોદરા જિલ્લામાં કરજણ, સાવલી અને વાઘોડીયા
  • પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા
  • સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી
  • રાજકોટ જિલ્લામાં જસદણ, પડધરી અને રાજકોટ
  • તાપી જિલ્લામાં ઉચ્છાલ
  • અમરેલી જિલ્લામાં જાફરાબાદ અને સાવરકુંડલા
  • બોટાદ જિલ્લામાં રાણપુર
  • ભરૂચ જિલ્લામાં અમોદ
  • સુરત જિલ્લામાં માંગરોળ અને ઓલપાડ
  • ખેડા જિલ્લામાં ગળતેશ્વર અને ઠાસરા

એક તરફ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામા આવી છે. પરંતુ જો તમે વરસાદની રાહ જોઇ રહ્યા હોય તો જાણી લેજો કે આ વરસાદ નો છેલ્લો રાઉન્ડ હશે. કારણ કે, હવે આ સીઝનનું ચોમાસું થોડા દિવસો મા વિદાય લેશે. ચોમાસુ પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે પણ તેની આગાહી કરતા કહી દીધું કે, હાલ મોનસૂન વિડ્રોઅલ પ્રોસેસ શરૂ થઈ રહી છે. ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઇ રહી છે. રાજસ્થાન પરથી મોન્સૂન વિદાય પ્રક્રિયા શરૂ ગઈ છે. ગુજરાતમાં હજી સામાન્ય વરસાદી ઝાપટા આવવાની શકયતા છે. જેથી ગુજરાતમાં ચોમાસુ સંપૂર્ણ પૂર્ણ થતા હજી કેટલાક દિવસો લાગી શકે છે.

આ પણ વાંચો: અંબાજી લાઇવ દર્શન: ભાદરવી પૂનમ મહામેળા નિમિતે અંબાજી મંદિરના ઘરેબેઠા કરો લાઇવ દર્શન

રાજ્યના હવામાન બાબતે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું હતુ કે, આગામી 5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ આવવાની શકયતાઓ છે. આ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ આવવાની શકયતાઓ રહેલી છે. હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી અમુક સ્થળે ભારે વરસાદ આવવાની શકયતાઓ રહેલી છે. હાલ મોનસૂન વિડ્રોઅલ પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઇ છે.

ચક્રવાત ની આગાહિ

એક આગાહી મુજબ, 25 મી સપ્ટેમ્બરથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે. આ પહેલા બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાય તેવી શકયતા છે. 2 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર વચ્ચે ચક્રવાત સર્જાવાની શકયતા છે. હવે સૂર્ય સાયન તુલા રાશિમાં તારીખ 23 મીના રોજ બપોરે 12 કલાક 21 મિનિટે આવતા દક્ષિણ ગોળારંભમાં આવશે. ધીરે ધીરે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં જશે અને ભારતમાં ચોમાસું વિધિવત વિદાય લેતુ જોવા મળશેલેશે. રાજસ્થાનમાંથી 25 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શરૂઆત થાય તેવી શકયતા છે.

આમ, ધીરે ધીરે ચોમાસાની વિદાયની શરૂઆત થશે. તેના બાદ 23 મી થી ભારે ગરમી પડતી જોવા મળશે. પરંતું દેશના પશ્વિમ ભાગના અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળશે. આ હલચલ જબરદસ્ત હશે. જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે. 25 થી 30 સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

રાજયમા ચોથા રાઉન્ડમા સપ્ટેમ્બર માસમા ધોધમાર વરસાદ પડયા બાદ હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. અને હવે ચોમાસાને વિદાયની ઘડી ગણાઇ રહી છે. ત્યારે આવનારી નવરાત્રી અને વર્લ્ડ કપ મ ભારત પાક. મેચમા વરસાદ પડે તેવી આગાહિ કરવામા આવી છે.

અગત્યની લીંક

અંબાલાલ ની વાવાઝોડા અંગેની આગાહિ વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
ચોમાસુ વિદાય
ચોમાસુ વિદાય

Leave a Comment

error: Content is protected !!