રસોડાની ઔષધિઓ: રસોડામા રહેલી આટલી વસ્તુ ઔષધિ તરીકે કામ લાગે છે, જાણો દરેકનો ઉપયોગ

રસોડાની ઔષધિઓ: આપણે રોજ બ રોજ ના જીવનમા ઘણી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઇએ છીએ. આ પૈકિ ઘણી વસ્તુઓનો આપણે બીમારી મા ઔષધિ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ આપણને આ બાબતની ખબર હોતી નથી. આજે રસોડામા આપણે ઉપયોગમા લેતા હોય તેવી વસ્તુઓ પૈકી કઇ કઇ વસ્તુઓનો ઔષધિ તરીકે ઉપયોગ કરી શકાય તેની માહિતી મેળવીએ.

રસોડાની ઔષધિઓ

રસોડામા આપણે રાય,જીરૂ,મેથી,ધાણા,હળદર,હિંગ, આદુ લવીંગ,એલચી,મરી,જાયફળ,તજ જેવા મસાલાઓનો ઉપયોગ કરતા હોઇએ છીએ. આજે આ દરેકનો ઔષધિ તરીકે ઉપયોગ જાણીએ. રસોડાની ઔષધિઓ ઘણી હોય છે. જેનો દરેકનો કઇ કઇ ઉપયોગ રહેલો છે.

રાઇ નો ઔષધિય ઉપયોગ

  • રાઇ પેટના દુખાવામા ઉપયોગી છે.
  • રાઇ અપચો-અજીર્ણ હોય તો ઉપયોગી છે.
  • રાઇ શરદી મા ઉપયોગી છે.

આ પણ વાંચો: વજન ઘટાડવા માટે કરો આ 5 ઉપાય મળશે 100 % રીઝલ્ટ

જીરુ નો ઔષધિય ઉપયોગ

  • જીરુ સ્ત્રીરોગો મા ખૂબ ઉપયોગી છે.
  • જીરુ ઊલટી,એસીડીટી,ગેસ,અપચો વગેરે પેટની તકલીફોમા ખૂબ ઉપયોગી છે.

મેથી નો ઔષધિય ઉપયોગ

  • મેથી નો ડાયાબીટીસ હોય તેમના માટે ઉપયોગ કરવો ફાયદાકારક છે.
  • હા પગમા કળતર થતી હોય તો મેથી ઉપયોગી છે.
  • મરડો,કરમિયા જેવી તકલીફોમા પણ મેથી ઉપયોગી છે.

ધાણા નો ઔષધિય ઉપયોગ

બળતરા,તરસ,આમવાત,લૂ લાગવી,પેશાબ અટકવો વગેરે માં ધાણા ઉપયોગી છે.

હળદરનો ઔષધિય ઉપયોગ

રસોડાની ઔષધિઓ મા હળદર ની વાત કરીએ તો તેના ઔષધીય ગુનો નીચે મુજબ છે.

શરદી,ઉધરસ,આંખના રોગ,કમળો,આંખના રોગ,ચામડીનારોગ,ખંજવાળ વગેરેમા હળદર ઉપયોગી છે. આપણે ત્યા શરદી ઉધરસમા હળદરવાળુ દૂધ અકસીર દવા ગણવામા આવે છે.

આ પણ વાંચો: અંજીર ખાવાના ફાયદાઓ

હિંગ નો ઔષધિય ઉપયોગ

આપણે ખોરાક બનાવવામા ઉપયોગ કરતા હિંગના ખૂબ જ ઔષધિય ફાયદા રહેલા છે. હિંગ પેટનો દુખાવો,આફરો,ઝાડા,અપચો, વાયુની તકલીફો વગેરેમા ખૂબ ઉપયોગી છે.

આદુ નો ઔષધિય ઉપયોગ

આદુ જીર્ણ,અપચો,આમવાત,પેટનો દુખાવો,અરૂચી,વાયુનો ગોળો જેવી બીમારીઓમા મા ખૂબ ઉપયોગી છે.

લવીંગ નો ઔષધિય ઉપયોગ

લવીંગના ઘણા ઔષધિય ઉપયોગ રહેલા છે. શરદી,ખાંસી, દાંતનો દુખાવો, ભૂખ ન લાગવી વગેરેમા લવીંગ ઉપયોગી છે. આ ઉપરાંત ઉધરસ,એસીડીટી અને ઉલટી મા પણ લવીંગ ઉપયોગી છે.

એલચી નો ઔષધિય ઉપયોગ

એલચી મૂત્ર રોગ, ઊલટી,મોઢાના રોગ વગેરેમા ઉપયોગી છે.

મરી નો ઔષધિય ઉપયોગ

રસોડાની ઔષધિઓ મા મરી પણ ઘણા ઔષધિય ગુણો ધરાવે છે.

  • મરી શરદી,આધાશીશી મા અકસીર છે.
  • મેલેરીયા તાવ હોય તો પણ મરી ઉપયોગી છે.
  • ખાંસી,ખજ અને અપચો મા મરી અકસીર છે.

જાયફળ નો ઔષધિય ઉપયોગ

  • ખીલ,કોલેરા,હેડકી,ઊલટી,માથાનો દુખાવો જેવી સમસ્યામા જાયફળ ના ઘણા સારા રીઝલ્ટ દેખાયા છે.
  • અનિંદ્રા હોય નીંદર ન આવતી હોય તો જાયફળ વાળુ દૂધ હાથવગો ઈલાજ છે.

તજ નો ઔષધિય ઉપયોગ

  • ઈલટી,હેડકી મા તજ ઉપયોગી છે.
  • માથાનો દુખાવો હોય તો તજ અકસીર છે.
  • રાતે ઉધરસ આવતી હોય તો તજ અકસીર ઈલાજ સાબિત થયેલ છે.

ઉનાળાની લૂ થી બચવાના ઉપાયો

વરિયાળી નો ઔષધિય ઉપયોગ

  • વરિયાળી મોઢાના રોગો,પિતનો તાવ,મરડો,એસિડીટી વગેરેમા ખાસ ઉપયોગી છે. બ્લડ પ્રેશરને કંટ્રોલ મા રાખે છે.

સુવા નો ઔષધિય ઉપયોગ

  • વાયુના રોગો,પેટનો દુખાવો મા સુવા દાણા અકસીર છે.
  • ઉલટી જેવુ થતુ હોય તો સુવા દાણા ચાવવાથી ઘણુ સારુ રીઝલ્ટ મળે છે.

લસણ નો ઔષધિય ઉપયોગ

લસણ આધાશીશી,સંધિવાત,પેટનો દુખાવો વગેરે મા ખાસ ઉપયોગી છે. ગેસ કબજીયાત મા રાહત મળે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
રસોડાની ઔષધિઓ
રસોડાની ઔષધિઓ

અનિંદ્રા ની સમસ્યા હોય તો શેનો ઉપયોગ કરી શકાય ?

અનિંદ્રા ની સમસ્યા મા જાયફળ ઉપયોગી છે.

સતત ઉધરસ આવતી હોય તો શેનો ઉપયોગ કરશો ?

ઉધરસ મા તજ,લવીંગ ઉપયોગી છે.

8 thoughts on “રસોડાની ઔષધિઓ: રસોડામા રહેલી આટલી વસ્તુ ઔષધિ તરીકે કામ લાગે છે, જાણો દરેકનો ઉપયોગ”

Leave a Comment

error: Content is protected !!