લીલા વટાણાના ફાયદા: Benefits Of Green Peas: શિયાળામા લીલા શાક્ભાજી ની લિજજત વધી જાય છે.ઋતુ અનુસાર લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમા આવે છે. શિયાળામા લીલા વટાણા પુષ્કળ પ્રમાણમાપ્રમાણમા આવતા હોય છે. અને ભાવ પણ વાજબી હોય છે. લીલા વટાણા શિયાળામા ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. આજે આપણે લીલા વટાણા ખાવાથી સ્વાસ્થ્ય ને થતા ફાયદાઓ જાણીશુ.
લીલા વટાણાના ફાયદા
શિયાળાની ઋતુ માં પુષ્કળ પ્રમાણમા આવતા લીલા વટાણા ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. લીલા વટાણા ભોજનમા સ્વાદ વધારવાનું કામ તો કરે જ છે. આ સાથે તે આપણા શરીરમા હૃદયથી લઈને કિડની સુધીના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આ શાકભાજી સ્કીન નિખારવામાં અને વજન ઘટાડવામાં ઉપયોગી બને છે.
અનેક રોગો સામે લડવામા ઉપયોગી
લીલા વટાણા મા રહેલા ઉપયોગી તત્વો ને કારણે તે અનેક પ્રકારના રોગો સામે લડવામાં મદદરૂપ થાય છે. લીલા વટાણામાં આયર્ન, મેંગેનીઝ, ઝીંક અને કોપર જેવા શરીર માટે ઉપયોગી તત્વો હોય છે. વટાણામાં જે શિયાળાની ઋતુમાં શરીર માટે ખૂબ જ ઉપયોગી એવા ઘણા પોષક તત્વો હોય છે. આ સિવાય તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામા હોય છે જે વિવિધ રોગો સામે લડવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. લીલા વટાણામાં લ્યુટીન અને ઝેક્સાથી જોવા મળે છે જેનાથી આંખોની રોશની વધારે છે.
વટાણામાં ભરપૂર પ્રમાણમા ફાઈબર હોય છે જે પાચનતંત્રને સારુ રાખે છે. વટાણા પ્રોટીનનો પણ સારો સ્ત્રોત જે શરીરના સ્યુગરને ખાંડને કન્ટ્રોલ કરે છે. આ સાથે, લીલા વટાણા કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ ઉપયોગી છે, જે હૃદય રોગને દૂર રાખે છે. તેમાં વિટામિન અને મિનરલ્સ પણ ભરપૂર માત્રામા મળી આવે છે. વટાણાના નાના લીલા દાણામાં ઘણા ગુણો છુપાયેલા છે.
ચહેરા પર ચમક લાવવા માટે આ રીતે વટાણાનો ઉપયોગ કરો
લીલા વટાણા થી સ્વાસ્થ્ય ને તો ઘણા ફાયદા થાય જ છે પરંતુ સ્કીન માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તે સ્કીન ને ચમકાવવાનું પણ કામ કરે છે. લીલા વટાણાને પીસીને ચહેરા પર લગાવવાથી કુદરતી સ્ક્રબ જેવુ કામ થશે. તે ચહેરાને સાફ કરે છે અને સ્કિન પર ગ્લો પણ લાવે છે. વટાણામાં વિટામીન A અને E ભરપૂર પ્રમાણમા જોવા મળે છે. જે ઠંડીમાં હોઠ અને પગ ની હિલ્સ ને ફાટતા અટકાવે છે. તેથી જ તેને શિયાળુ ડાયટમાં સામેલ અચૂક કરવામાં આવે છે. .
યુ.એસ.માં થયેલા સંશોધન અનુસાર વટાણામાં palmitoylethanolamide (PEA) તત્વ હોય છે. જે અલ્ઝાઈમર સામે લડવામાં મદદ કરે છે. વટાણામાં Palmitoylethanolamide (PEA) જોવા મળે છે. એટલે કે તેને ખાવાથી તમે અલ્ઝાઈમર જેવા રોગોથી દૂર રહી શકો છો. આ સિવાય તે સાંધાના દુખાવા અને સોજો પણ ઓછો કરે છે. જોકે હજારો ગુણોની ખાણ એવા વટાણાનું વધુ પડતુ સેવન ગેસ સર્જે છે. તેથી વટાણા યોગ્ય માત્રામા જ ખાવા જોઇએ.
લીલા વટાણામાં વિટામિન K પણ સારી માત્રામાં હોય છે. તેથી, જો તમે લીલા વટાણાનું સેવન કરો છો, તો તમારા હાડકાંને મજબૂત બનાવે છે અને હાડકાં સંબંધિત રોગોનું જોખમ ઓછુ થાય છે.
વટાણાના સેવન મા ધ્યાનમા રાખવાની બાબતો
- કિડની ની બીમારી હોય તેણે લીલા વટાણાનુ સેવન ઓછુ કરવુ જોઇએ.
- લીલા વટાણા આમ તો ખૂબ જ ફાયદાકારક છે. પરંંતુ તેના વધુ પડતા સેવનથી તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે જેનાથી પેટ ખરાબ થવાની શકયતા રહે છે.
- સંધિવાથી પીડિત લોકોએ લીલા વટાણાનું સેવન ન કરવું જોઈએ. તેનાથી સમસ્યા વધી શકે છે અને સાંધાનો દુખાવો વધી શકે છેછે.
- વટાણા પચવામા વધુ સમય લે છે. તેથી તેનુ વધુ પડતુ સેવન ગેસ અપચો જેવી તકલીફો કરાવી શકે છે.
- વટાણાના વધુ પડતા સેવનથી વજન વધે છે, કારણ કે વટાણામાં પ્રોટીન વધુ હોય છે.
- લીલા વટાણાના વધુ પડતા સેવનથી ઘા રૂઝાવવામાં સમય લાગી શકે છે, કારણ કે તેનાથી લોહી પાતળું થાય છે.
- લીલા વટાણામાં પ્રોટીન, એમિનો એસિડ અને ફાઈબર વધુ માત્રામાં હોવાથી યુરીક એસીડ વધી શકે છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

1 thought on “લીલા વટાણાના ફાયદા: શિયાળામા ભરપૂર આવતા લીલા વટાણા ખાવાથી થાય છે આટલા અદભુત ફાયદા”