મગફળીના ફાયદા: Benefits of Groundnuts: સરળતાથી ઉપલબ્ધ મગફળી ને ગરીબોની બદામ કહેવામા આવે છે. મગફળી બદામ કરતા ખૂબ જ સસ્તી કિંમતે મળી રહે છે, તો આરોગ્યનો ખજાનો ગણવામા આવે છે મગફળીને. ચોપાટી એ બેઠા બેઠા કે ફિલ્મ જોતા જોતા લોકો ટાઇમપાસ માટે પણ મગફળીની સીંગ ખાતા હોય છે. ચાલો આજે આ લેખમા જાણીએ ગરીબોની બદામ ગણાતી મગફળી ખાવાના અઢળક ફાયદાઓ વિશે.
બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક માણસની પ્રિય એવી મગફળી ખાવાની મજા જ કંઇક અલગ હોય છે. મગફળીને ગરીબોની બદામ પણ કહેવાય છે. મગફળીમાં એટલું પ્રોટીન હોય છે જેટલું દૂધ અને ઈંડાંમાં પણ નથી હોતું. મગફળી ખાવી આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે. મગફળીમાં ગુડ ફેટ્સ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા નિયંત્રીત રાખે છે. આ કારણે હેલ્થ નિષ્ણાંતો વજન પર નિયંત્રણ રાખવા માટે સામાન્ય માખણને બદલે પીનટ બટરના સેવન પર ભાર મૂકે છે.
આ પણ વાંચો: આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રોસેસ
મગફળીના ફાયદા: Benefits of Groundnuts
- બાળકોને દરરોજ સવારે પલાળેલી મગફળી ખવડાવવાથી તેમની યાદશક્તિમાં વધારો થાય છે. પલાળેલી મગફળીના દાણા લોહીના પરિભ્રમણને નિયમિત કરે છે અને હૃદયની બીમારીથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને સ્નાયુઓને પણ મજબૂત કરે છે.
- મગફળીના સેવનથી શરીરમાં શુગરની માત્રા કંટ્રોલમા રહે છે. નિષ્ણાતોનું માનવું છે કે હાઈ કાર્બોહાઈટ્રેટવાળા હેવી નાસ્તા પછી થોડા દાણા જો મગફળીના લેવાય તો શુગર કંટ્રોલમાં રહે છે.
- મગફળીમાં વિટામિન-બી૩ નુ પ્રમાણ વધારે હોય છે, જે મગજને સક્રિય રાખવામાં મદદ કરે છે અને યાદશક્તિ સારી બનાવે છે.
- મગફળીમાં એન્ટીઓકસીડન્ટ સારી માત્રામાં હોય છે, જે શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારે છે અને રોગ સામે લડવામાં શરીરને મદદ કરે છે.
- મગફળીના દાણા એનર્જીનો મોટો સ્રોત છે. આ કારણે જ વ્રત દરમિયાન ફળાહારમાં એનું સેવન વધારે કરાય છે. નિયમિત પલાળેલી કે શેકેલી મગફળીના ૨૦ થી ૨૫ દાણા ખાવાથી ચમત્કારિક ફાયદા થાય છે.
- પલાળેલી મગફળીમાં ઓમેગા-૬ ફેટી એસિડ હોય છે, જે સ્કિનની કોઇ પણ સમસ્યા દૂર કરવાની સાથે ત્વચામાં નિખાર લાવે છે. મગફળી ચામડીના કોષોમાં બનતા ઓક્સડેશનને રોકે છે, સાથે ચામડીને નુકસાન કરતાં અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. પલાળેલી મગફળી ગેસ અને એસિડિટીની સમસ્યા પણ દૂર કરવામાં પણ મદદ કરે છે.
- મગફળીના નિયમિત સેવનથી લોહીની ઉણપ રહેતી નથી.
- વધતી ઉમરના લક્ષણોને રોકવા માટે મગફળીના સેવન કરાય છે. એમાં રહેલ એન્ટીઓકસીડન્ટ વધતી ઉમ્રના લક્ષણો જેમ કે રેખાઓ અને કરચલીઓ વધવાથી રોકે છે.
- એમાં કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે અને તેના સેવનથી હાડકાઓ મજબૂત બને છે.
શેકેલી મગફળી ખાવાના ફાયદા
અમેરિકન હાર્ટ એસોશિયન દ્રારા પ્રમાણિત છે કે તેલમાં શેકેલી મગફળી હાર્ટ સાથે સંબંધિત સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. તમારી જો તૈલી ત્વચા હોય તો તમારે મગફળી ખાવાનું ટાળવું જોઇએ. મગફળી ખાવાથી પાચન તંત્ર પણ સારું થાય છે. મગફળીમાં ફાઇબરની માત્રા સારી હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમને બીપીની તક્લીફ હોય તો તમારે રોજ શેકેલી મગફળી ખાવી જોઇએ.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
મગફળીમા કયા તત્વો હોય છે ?
મગફળીમા એન્ટીઓકસીડન્ટ ભરપુર માત્રામા હોય છે.
3 thoughts on “મગફળીના ફાયદા: ગરીબોની બદામ મગફળી ના ફાયદા જોઇ તમે પણ ચાલુ કરી દેશો ખાવાનુ”