ડાયાબીટીસ હેલ્થ ટીપ્સ: ટાઇપ 1 ડાયાબીટીસ: Type 1 Diabetes: ભારતમા ડાયાબીટીસ ના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. મોટી ઉંમરના લોકો મા આપણે ડાયાબીટીસ જોવા મળતા હતા પરંતુ છેલ્લા થોડા સમયથી નાના બાળકોમા પણ ડાયાબીટીસ ની બીમારી જોવા મળે છે. જેને ટાઇપ 1 ડાયાબીટીસ કહે છે. એક અંદાજ મુજબ ભારતમા કુલ 8 લાખ બાળકો ટાઇપ 1 ડાયાબીટીસ ની બીમારી થી પીડાઇ છે. ચાલો જાણીએ બાળકોમા જોવા મળતુ ટાઇપ 1 ડાયાબીટીસ ના લક્ષણો કેવા હોય ? તેનાથી બચવા શું કરવુ ?
ડાયાબીટીસ હેલ્થ ટીપ્સ
ડાયાબીટીસ મા શરીરમા સુગર નુલેવલ વધી જાય છે. જો ડાયાબીટીસ ને સમયસર કંટ્રોલ મા રાખવામા ન આવે તો તેના લીધે શરીરના અન્ય અવયવોને નુકશાન પહોંચે છે. ડાયાબીટીસ ના મુખ્ય 2 પ્રકાર છે.
- Type 1 Diabetes: ટાઇપ 1 ડાયાબીટીસ ખાસ કરીને બાળકોમા જોવા મળે છે. જેનુ મુખ્ય કારણ જીનેટીકલ એટલે કે આનુવંશિકતા અથવા એન્ટીબાયોટીક દવાઓનો ઓવરડોઝ હોઇ શકે છે.
- Type 2 Diabetes: ટાઇપ 2 ડાયાબીટીસ ખાસ કરીને મોટી ઉંમરના લોકો મા જોવા મળે છે. જે થવાનુ મુખ્ય કારણ અનિયમિત જીવનશૈલી, ખાન પાન વગેરે જેવા કારણો હોઇ શકે છે.
આજે આપણે બાળકોમા જોવા મળતા ટાઇપ 1 ડાયાબીટીસ વિશે માહિતી મેળવીશુ.
આ પણ વાંચો: ચીકી ખાવાના ફાયદાઓ: શિયાળામા ગોળ અને મગફળીની પાપડી ખાવાના છે અદભુત ફાયદાઓ
ટાઇપ 1 ડાયાબીટીસ લક્ષણો
શરીરમા ડાયાબીટીસ ની શરૂઆત થતા જ અમુક લક્ષણો જોવા મળે છે. શરીરમા ઇન્સ્યુલીન ન બનવાથી લોહિમા સુગર નુ પ્રમાણ વધી જાય છે. ટાઇપ 1 ડાયાબીટીસ ના લક્ષણો નીચેના જેવા જોવા મળે છે.
- વારંવાર તરસ લાગવી. બાળક ખૂબ વધારે પાણી પીવે.
- વારંવાર પેશાબ લાગવો. બાળક વારે ઘડીએ બાથરૂમ કરવા દોડી જાય.
- જમ્યા બાદ બાળકને ઉલટી થાય.
- સુગર લેવલ ખૂબ વધી જાય અને શરીરમા કિટોડીસ એટલે કે કિટોન લેવલ ખૂબ વધી જાય તો બાળક કલાકો સુધી સુન મુન બેસી રહે તેવુ પણ બને.
- સતત વજન ઘટવુ.
તમારા બાળકોમા જો આવા કોઇ લક્ષણો જોવા મળે તો ડોકટરની અચૂક સલાહ લઇ નિદાન કરાવવુ જોઇએ.
ડાયાબીટીસ ન થાય તે માટે શું ધ્યાન રાખશો ?
જો તમારા બાળકમાં ડાયાબિટીસના લક્ષણો દેખાઈ છે તો તેનું બ્લડ સુગર લેવલ ચેક કરાવવુ જોઇએ.
- બાળકના આહાર ખાન પાન પર વિશેષ ધ્યાન આપવુ જોઇએ. બાળકના આહારમાં તાજા ફળો, લીલા શાકભાજી, આખા અનાજનો સમાવેશ કરવો જોઇએ. ઉપરાંત, વધુ પડતા પ્રોસેસ્ડ ફૂડ અને જંક ફૂડ ખાવાનુ ટાળવુ જોઇએ.
- બાળકને નિયમિત વ્યાયામ કરાવવી જોઇએ. શારીરિક રીતે સક્રિય રહેવાથી ડાયાબિટીસ થવાનુનું જોખમ ઘટાડી શકાય છે.
- વધુ પડતી ગળી વસ્તુઓના સેવનથી દૂર રાખો. વધુ સુગર વાળો ખોરાક લેવાથી ડાયાબિટીસનું જોખમ વધવાની સંભાવના રહે છે.
- જો બાળકમાં અગાઉ જણાવ્યા મુજબના ડાયાબિટીસના કોઇ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટર ની સલાહ લેવી જોઇએ.
આ પણ વાંચો: હેલ્ધી ઉકાળા: શિયાળામા રોજ સવારે કરો હેલ્ધી ઉકાળાનુ સેવન, કફ શર્દી અને ખાંસી મા મળશે રાહત
ડાયાબીટીસ થાય તો શું ધ્યાન રાખશો ?
જો કોઇ બાળકને ડાયાબીટીસ હોય તો ખાસ સાવધ રહેવુ પડશે અને નીચેના જેવી બાબતો ખાસ ધ્યાનમા રાખશો.
- બાળકને સુગરવાળી એટલે કે ગળી વસ્તુઓ ખાવા અને પીવાથી બીલકુલ દૂર રાખો.
- ડોકટરની સલાહ મુજબ નિયમિત સમયસર ઇન્સ્યુલીન આપો.
- હાઇ ગ્લાયસેમીક ઇન્ડેક્ષ અને હાઇ ગ્લાયસેમીક લોડ વાળી વસ્તુઓ એટલે કે જેમા સુગર નુ પ્રમાણ વધુ હોય તેવી વસ્તુઓનો આહારમ સમાવેશ ન કરો.
- બાળકને નિયમિત વ્યાયામ કસરત કરાવો.
- સુગર લેવલ ચેક કરવા માટેની કીટ ઘરે જ વસાવો અને નિયમિત સુગર લેવલ મોનીટર કરો અને તેની નોંધ કરો.
- બાળકને ઘરનો હેલ્ધી ખોરાક જ આપો.
- બહારનો ખોરાક અને જંકફૂડ આપવાનુ ટાળો.
- સુગર લેવલ ઘટી જવાના કિસ્સામા બાળકને ગ્લુકોઝ પાઉડર અથવા ખાંડ નિયત માત્રામા આપો.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
