માટલાનુ પાણી પીવાના ફાયદા: ઉનાળામાં તડકા એન ગરમી ખૂબ જ પડતા હોય છે અને તરસ લાગે તો આપણે ફ્રિજનું ઠંડુ પાણી પીવાનું જ વધુ પસંદ કરતા હોઇએ છીએ. ફ્રીઝનુ ઠંડુ પાણી પીવાથી લોકોને ટાઢક થતી હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ફ્રિજનું આ ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી. આમ છતાં મોતાભાગે લોકો ફ્રિજનું ઠંડુ પાણી જ પીતા હોય છે. ઉનાળામા ઠંડુ પાણી જ પીવુ છે પરંતુ ફ્રીઝ્નુ નહિ તો શુંંકરવુ ? તેના માટે આપણી પાસે ખૂબ જ જૂનો વિકલ્પ ઉપલબ્ધ છે. માટલા.
માટલાનુ પાણી પીવાના ફાયદા
આ માટીના બેડા એટલે માટલામાં ભરેલું પાણી પીવાથી એટલા જોરદાર ફાયદા થાય છે કે તેને ચમત્કાર પણ ગણી શકાય. માટલાનુ પાણી પાણીની તરસ તો છીપાવે જ છે પરંતુ સાથે સાથે પાણીમા રહેલા ગુણોને વધુ નિખારે પણ છે. માટલાનું પાણી ગુણકારી બની જાય છે અને અનેક બીમારીઓ માંથી બચાવવામા મદદરૂપ બને છે. માટલાનુ પાણી પીવાના ફાયદા ડીટેઇલ્મા જોઇએ.
આ પણ વાંચો: ચૈત્ર મહિનામા લીમડાનો મોર ખાવાના ફાયદા
ગળાને તંદુરસ્ત રાખે છે.
નિષ્ણાંતો ન અમત અનુસાર માટલાનુ પાણી આપણા ગળાને સ્વસ્થ રાખે છે. શરદી, ખાંસી અને અસ્થમા ના દર્દીઓએ લોકોએ માટલાનુ પાણી અચૂક પીવુ જોઇએ.
હાનિકારક રસાયણ ન હોય
પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરીને પીવાથી BPA જેવા ઘણા ઝેરી રસાયણ આપણા શરીરમાં જાય છે પરંતુ માટલાનુ પાણી પીવાથી કોઇ હાનિકારક રસાયણ શરીરમાં જતા નથી અને શરીરને નુકશન થતુ અટકે છે.
શરીર માટે ફાયદાકારક છે
માટેના વાસણ બનાવવા માટે માટી વપરાય છે તેમાં ખનીજ અને એનર્જી રહેલા હોય છે જેથી તેમાં ભરેલુ પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
આ પણ વાંચો: રસોડાના મસાલાઓનો ઔષધિય ઉપયોગ
પાચન શક્તિ સૂધરે છે.
જે વ્યક્તિઓને પાચન ને લગતી સમસ્યાઓ હોય તે વ્યક્તિઓએ માટલાનુ પાણી પીવુ જોઇએ જેનાથી તેની પાચનની સમસ્યા દૂર થઇ જાય છે.
લૂથી રક્ષણ મળે છે
માટીના વાસણોમાં રાખેલા પાણીમાં વિટામીન અને ખનીજ શરીરના ગ્લૂકોઝના સ્તરને કંટ્રોલ કરે છે. ગરમીમાં લૂથી બચવું અઘરૂ હોય છે. પરંતુ માટલાનું પાણી તમને લૂ લાગવાથી સરળતાથી બચાવી શકે છે.
એસિડિટી થી છૂટકારો
ઘણા લોકોને ગેસ,એસીડીટી ની સમસ્યા થતી હોય છે. માટલાનું પાણી પીવાથી એસિડિટી અને પેટની સમસ્યાઓને દૂર થાય છે. આ તેનો ફાયદો છે. અનેક લોકોને ગેસની સમસ્યા હોય છે. જે માટલાન અપાણીથી દૂર થઈ શકે છે.
વજન ઓછું કરવામાં મદદરૂપ
આપણા શરીરના મેટાબોલિઝમમાં પણ માટલાના પાણીથી સુધારો થાય છે. તેનાથી વજન પણ ઓછું થઈ શકે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
આમ ઉનાળામા માટલાનુ પાણી પીવાથી ઠંડુ પાણી તો મળે જ છે. સાથે સાથે હેલ્થ ને પણ ઘણા ફાયદા થાય છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
માટલાનુ પાણી કેવુ હોય છે ?
માટલાનુ પાણી ઠંડુ હોય છે.
8 thoughts on “માટલાનુ પાણી પીવાના ફાયદા: માટલાનુ પાણી જો ન પીતા હોય કરી દો આજથી જ શરૂ”