Medicine Colour: દવાઓનો રંગ: આપણે બધા ક્યારેક ને કયારેક બીમર પડતા જો હોએ છીએ. અને બીમાર હોય એટલે આઅપ્ણે ટેબ્લેટ દવાઓ લીધી જ હોય છે. શુ તમે ક્યારેય રીમાર્ક કર્યુ છે કે દવાઓની ટેબ્લેટ રંગ બે રંગી હોય છે. અને દવાઓ ની ટેબ્લેટ બધી એક જ આકારની નથી હોતી. કોઇ ગોળ તો કોઇ લંબચોરસ હોય છે તો કોઇ સાવ અલજ આકારની હોય છે. આની પાછળ પણ ચોક્કસ કારણ હોય છે.
Medicine Colour
યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થયા બાદ 1960 ની આસપાસ દવાઓને સફેદ રંગની ગોળીઓમાં તૈયાર કરવામાં આવતી હતી. બાદમાં ટેકનોલોજી વધુ વિકસિત થવાથી દવાઓના નિર્માણમાં પણ પરિવર્તન આવવા લાગ્યુ. વર્ષ 1975ની આસપાસ રંગબેરંગી કેપ્સૂલ તૈયાર કરવામાં આવતી હતી. સાથે જ દવાઓના રંગમાં પણ અલગ-અલગ રંગો ઉમેરવામાં આવ્યા હતા. અત્યારે તમે મેડીકલ સ્ટોર પર જોશો તો તમને અલગ અલગ રંગોમાં દવાઓ ની ટેબ્લેટ જોવા મળશે.
દવાઓનો રંગ કેમ અલગ અલગ હોય છે ?
રિપોર્ટ અનુસાર હવે દવાઓની ટેબ્લેટ બનાવવા માટે 75000 થી વધુ કલર કોમ્બિનેશનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ટેબલેટની કોટિંગ માટે પણ અલગ-અલગ રંગોનો ઉપયોગ થાય છે. આ દવાઓને રંગબેરંગી શા માટે બનાવવામા આવતી હોય છે. હકીકતમાં આવુ એટલા માટે કરવામાં આવે છે કેમ કે જે લોકો દવાઓના નામ વાંચીને તેને ઓળખી શકતા નથી , તે દવાઓના રંગ અને આકાર જોઈને તેમાં સરળતાથી ઓળખી જાય છે આ કારણોસર તેમને યોગ્ય દવાની ઓળખ કરવામાં સરળતા રહે છે.
દવાઓનો બીમારીઓ સાથે પણ ઘણા ખરા અંશે સંબંધ હોય છે.
યુએસમાં થયેલા એક સંશોધન પ્રમાણે દવાઓના રંગનું બીમારીઓ સાથે પણ કંઈકને કંઈક સંબંધ હોય છે. જે બીમારીઓમાં ઓછી અસરની દવાઓ આપવામા આવે છે, તેનો રંગ આછો રાખવામાં આવતો હોય છે. તાત્કાલિક અસર માટે બનતી હેવી ડોઝની દવાનો કલર ઘણા કિસ્સ્સા મા ઘાટો હોય છે. આ સિવાય ગંધ અને સ્વાદના આધારે પણ દવાઓનો રંગ નક્કી કરવામાં આવતો હોય છે.
દવાઓના રંગનું પ્રાથમિક કાર્ય એ છે કે તે ગ્રાહકોને એક ગોળીને બીજી અને પ્રિસ્ક્રિપ્શન/નૉન-પ્રિસ્ક્રિપ્શન દવાઓ અને અન્ય કેપ્સ્યુલ્સ અથવા ગોળીઓ ને ઓળખવાની સરળૅતા રહે છે. ખાસ કરીને વૃદ્ધ દર્દીઓ ઘણીવાર મૂંઝવણમાં આવે છે જ્યારે બધી ગોળીઓ સમાન કદ, રંગ અને આકારની હોય છે. ઉપરાંત, તેજસ્વી રંગીન દવાઓ લાંબા ગાળા માટે પીડાતા વ્યક્તિઓને તેમના જીવનમાં રંગો ઉમેરવાથી હકારત્મક વલણ લાવે છે. ભલે રંગબેરંગી વસ્તુઓ ગોળીઓ હોય. તેથી, રંગ સંયોજનો અને રંગો લાગણીઓને આકર્ષિત કરે છે અને તબીબી ભૂલોની સંભાવનાને નોંધપાત્ર રીતે ઘટાડે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |