લીમડાનો મોર ખાવાના ફાયદા: ચૈત્ર મહિનો આવે એટલે લીમડા મા નવો મોર અને કૂણા પાન આવવાનુ ચાલુ થઇ જાય છે. એવુ કહેવાય છે કે ચૈત્ર મહિનામા દરરોજ લીમડાના કૂણા 8-10 પાન અને મોર ખાઇ લ્યો તો આખુ વર્ષ નિરોગી રહો. પૌરાણીક સમયથી જ ચૈત્ર મહિનામા લીમડો ખાવાનુ ખૂબ જ મહત્વ રહેલુ છે. એટલે જ પહેલા સમયમા લોકો સવારે લીમડાનુ દાતણ કરવામા આવતુ. ચાલો આજે ચૈત્ર મહિનામા લીમડાનો મોર ખાવાના અદભુત ફાયદા જાણીએ.
કેવી રીતે બનાવશો લીમડાનો રસ
ચૈત્ર મહિનામા લીમડાના 8-10 કુમળા પાન, મુઠ્ઠીભર ફૂલ, બે કાળાં મરી, હિંગ, સિંધવ, જીરું અને અજમો મિક્સ કરીને તેનો રસ દરરોજ પીવાથી આખું વરસ નીરોગી રહેવાય છે. લીમડાના ઝાડ પરના ઝીણાં ફુલ એટલે કે મોરને અને લીમડાનાં કૂણાં પાનને સર્વરોગ પરિહારક તરીકે પણ ઓળખવામા આવે છે.
આ પણ વાંચો: રસોડાની વીવીધ વસ્તુઓનો ઔષધીય ઉપયોગ
લીમડો શીતળ, હળવો, કડવો, સ્વાદે તીખો અને પૌષ્ટિક છે. જે કૃમિ, ઊલટી, તાવ, રક્તદોષ, કફ-પિત્ત, દાહ અને વાયુને મટાડે છે. લીમડાનો રસ કડવો હોવાથી કફ અને પિત્ત થતા નથી આખું વર્ષ જો તમારે કફ-પિત્ત અને વાયુના દોષથી સુરક્ષીત રહેવુ હોય તો ચૈત્ર મહિનામાં મોરનો રસ કાઢીને પીવો જોઈએ.
લીમડાનો મોર ખાવાના ફાયદા:
લીમડાને ચૈત્ર મહિનામાં કુમળાં-કુમળાં પાન અને સફેદ ફૂલની માંજર આવે છે જેને મોર કહે છે. ઘણા લોકો આ પાન અને ફૂલને વાટીને તેમાં થોડું મીઠું(નમક) નાખીને પીતા હોય છે. લીમડાનો મોર ખાવાથી કે તેનો રસ પીવાથી નીચે જેવા ફાયદા થાય છે.
- લીમડાના મોરથી ઉનાળામાં નીકળતા ધામિયા નામના ગૂમડા, ચામડીના વીવીધ રોગો જેવા કે ખંજવાળ સાથેના દાદર, ખરજવું વગેરે તકલીફો દૂર થાય છે.
- આંગણામાં છાંયડો પાથરતો લીમડો એસિડિટીને જડમૂડથી નાબૂદ કરનાર અકસીર ઔષધ છે.
- લીમડાના પાંનથી ખોરાક પ્રત્યે રુચી વધે છે અને ભૂખ લાગે છે. જેમને ખોરાક પ્રત્યે રુચિ ન થતી હોય તેમને લીમડાનાં પાન અને નમકનું મિશ્રણ ખૂબ ઉપયોગી થાય છે. લીમડાની ઔષધિ પ્રત્યે સ્વભાવિક રુચિ નથી થતી પરંતુ તે ખોરાક પ્રત્યેની અરુચિ દૂર કરે છે.
આ પણ વાંચો: ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવા ટીપ્સ
- એસિડિટીના દર્દીઓએ ચૈત્રમહિનામાં લીમડાની માંજર અને કૂમળાં પાનનું શરબત ખાસ પીવું જોઇએ.
- ચામડીનાં દર્દોમાં ચમત્કારિક પરિણામ આપે છે લીમડા આરિષ્ટ એટલે કે જે ક્યારે અશુભ કે હાનિ પેદા નથી કરતો તેવો લીમડો.
- લીમડો બ્લડ શુગર કંટ્રોલ કરે છે
- કેન્સર સામે રક્ષણ આપે છે.
- લીમડાના પાનનો ધૂમાડો મચ્છર દૂર કરે છે
- ચહેરા પરના ડાઘ દૂર કરે છે.
- લીમડાનું દાતણ કરવાથી દાંત મજબૂત બને છે.
- મલેરિયામાં ફાયદો થાય છે.
- વાળ માટે લીમડો લાભકારી છે.
એમ કહેવાય છે કે ચૈત્ર મહિનામા લીમડાનો મોર ખાવાથી આખુ વર્ષ તંદુરસ્તી જળવાઇ રહે છે.
💥 Whatsapp Group માં જોડાવા 💥 | અહીં ક્લિક કરો |
💥 Google News પર Follow કરવા 💥 | અહીં ક્લિક કરો |

લીમડામા મોર ક્યારે આવે છે?
ચૈત્ર માસમા
લીમડામા મોર ક્યારે ખાવો જોઇએ ?
સવારે
2 thoughts on “લીમડાનો મોર ખાવાના ફાયદા: ચૈત્ર મહિનામા લીમડાનો મોર ખાઓ અને આખુ વર્ષ નિરોગી રહો”