Best Home Remedies For Acidity 2023 | એસિડિટી ના કારણો, લક્ષણો અને એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર

Home Remedies For Acidity | એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર: અત્યારે લગભગ તમામ લોકોને એસિડિટીની સમસ્યા ક્યારેક અને ક્યારેક થતી હોય છે. એસિડિટી પાચન તંત્રને લગતી કોમન સમસ્યા છે, અતિશય તીખા, તેલવાળા અને મસાલેદાર ખોરાકને કારણે પેટમાં પિત્ત વધી જવાથી એસિડિટી થાય છે અને આપણને પેટમાં બળતરા અને ખાટા ઓડકાર જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.

આપણી હોજરીમાં પિત્ત નો ભરાવો વધી જાય ત્યારે તે ખોરાક સાથે ભળી અને આથો ઉત્પન્ન કરે છે, અને તે બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે. તેથી છાતીમાં, ગળામાં, અને પેટમાં બળતરા થાય છે. કોઈ ને શિરશૂળ અને ખાટી અથવા કડવી ઉલટી થાય. મોટેભાગે જમ્યા પછી બે ત્રણ કલાકે, અડધી રાત્રે અથવા નરણા કોઠે સવારે આવી તકલીફ વધે છે. આવું થાય ત્યારે એકાદ-બે ઉપવાસ કરવા જોઈએ. ત્યારબાદ છ-સાત દિવસ સુધી દૂધ-પૌંઆ, ખીર, રોટલી અને દૂધ જ લેવાં જોઈએ. આવાજ અન્ય ઉપાયો Home Remedies For Acidity માટે છે

આપણા પેટમાં હાઈડ્રોક્લોરિક એસીડ પેપ્સિન હોય છે, જે હોજરીમાં ખોરાકને પચવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાક ને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરે છે અને બહાર ના બેક્ટેરિયા દ્વારા થતા રોગોને અટકાવે છે. આપણા પેટ ની અસ્તર આવા એસિડને અનુકૂળ થાય છે, તેથી તે આપણા પેટને નુકસાન કરતું નથી. પરંતુ જો એસિડિટી અવાર નવાર થાય છે, તો તે ગેસ્ટ્રો એસોફેજલ રોગ (GERD-Gastro Oesophageal Disease) માં પણ પરિણમી શકે છે.

ભૂખ્યા પેટે ક્યારે પણ એસિડિટી થતી નથી. અતિશય તૈલી, તીખા, ખારા, ખાટા, કડવા જેવા રસવાળા ખોરાક નો વધારે પડતો કે સતત ઉપયોગ કરવાથી એસિડીટી થાય છે. અહી તમને Home Remedies For Acidity માટે થોડા ઉપચાર બતાવીએ છે.

કેટલીકવાર એસિડિટીની સમસ્યા દરેક ને અયોગ્ય ખોરાકના કારણે થઈ શકે છે, પરંતુ કેટલાક લોકોમાં આ સમસ્યા વધુ પ્રમાણમા થવા લાગે છે, જેને ક્યારેય પણ અવગણવી જોઈએ નહીં, જો સમસ્યા વધુ હોય તો ગંભીર સ્વરૂપ પણ લઈ શકે છે. એટલા માટે સૌથી પહેલા આપણે એસિડિટી માટે ઘરેલુ ઉપચાર \ Home Remedies For Acidity અજમાવવા શરૂ કરી દેવા જોઈએ.

What is Acidity? (એસિડિટી શું છે?)

Home Remedies For Acidity: આયુર્વેદ શાસ્ત્રમાં હાયપર-એસીડીટીને આમ્લપિત્ત તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય ભાષામાં એસિડિટીને પિત્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. વધુ પડતાં મસાલેદાર, ગરમ અને મસાલા વાળા ખોરાક ખાવાથી વ્યક્તિને એસિડિટી થાય છે.  આયુર્વેદ માં આ બધા દોષોના અસંતુલનથી રોગ ઉત્પન્ન થાય છે. કોઈ પણ દોષ ના વધારા કે ઘટાડાને લીધે દોષો અસંતુલિત સ્થિતિમાં આવી જાય છે અને રોગ ઉત્પન કરે છે. 

પિત્ત દોષ મોટેભાગે એસિડ પિત્તમાં એસિડિટી વધારે હોય છે, જેના લીધે દર્દીને છાતીમાં બળતરા થાય અને ખાટા ઓડકાર આવે છે. આયુર્વેદિક સારવાર પણ યોગ્ય ખોરાક અને નિયમિત જીવન શૈલીની સૂચના આપે છે, તેથી તે પિત્ત ઘટાડવાના આહારનું સેવન કરવા માટે સૂચનાઓ પણ આપે છે, જો સારવાર કરતી વખતે દર્શાવેલ ખોરાકનું પાલન કરવામાં ન આવે તો, તો રોગ મટે નહીં.  આથી આયુર્વેદિક સારવારમાં ખાવા-પીવા પર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ.

આ પણ વાંચો: હળદર વાળું દૂધ પીવાના ફાયદા અને હળદર વાળું દૂધ પીવાના નુકસાન

એસિડિટી થવાનું કારણ

Home Remedies For Acidity: એસિડિટી થવાના ઘણા બધા કારણો છે, જેમાં મુખ્યત્વે નીચે મુજબ કારણો છે-

  • વધુ પ્રમાણમા મસાલાવાળો અને તેલયુક્ત ખોરાક ખાવો.
  • અગાઉ ખાધેલા ખોરાકનું પાચન થયા વિના ફરીથી ખોરાક ખાવો.
  • એસિડિક પદાર્થોનું વધુ પરંનમાં સેવન કરવું.
  • અપૂરતી ઊંઘ ના કારણે પણ હાઈપર-એસીડીટી થઈ શકે છે.
  • વધુ સમય સુધી ભોજન ના કરવું.
  • પેઇનકિલર જેવી દવાઓ નો વધુ પડતો ઉપયોગ.
  • ગર્ભવતી સ્ત્રીઓમાં એસિડ રિફ્લક્સ પણ થાય છે.
  • વધુ પડતા નમક એટલેકે મીઠું નું સેવન કરવું.
  • આલ્કોહોલ અને નાશાકારક દ્રવ્યોનો વધુ પડતો વપરાશ.
  • વધુ પડતું ભોજન કરવું અને જમ્યા બાદ તરત ઊંઘી જવું.
  • વધુ પડતું ધૂમ્રપાન કરવું.
  • કેટલીક વાર વધુ પડતા તણાવ / સ્ટ્રેસને કારણે ખોરાકનું સરખું પાચન થતું નથી અને એસિડિટી થાય છે.
  • અત્યારના સમયમાં ખેડૂતો પાક ઉગાડવા માટે ઘણા પ્રકારના કિટનાશકો અને ખાતરનો ઉપયોગ કરે છે, તેના કારણે આ બધા ઝેરી રાસાયણિક ખોરાક ભોજન દ્વારા શરીરમાં પહોંચે છે અને પેટને લગતા રોગો થાય છે.

આ પણ વાંચો: માટલાનુ પાણી પીવાના ફાયદા: માટલાનુ પાણી જો ન પીતા હોય કરી દો આજથી જ શરૂ

એસિડિટી ના લક્ષણો ( Symptoms Of Acidity )

Home Remedies For Acidity: એસિડિટીનું પહેલું લક્ષણ પેટમાં ગેસ ઉત્પન્ન કરવાનું છે, તો પણ તેના સિવાય પણ નીચે મુજબ એસિડિટી ના લક્ષણો સામાન્ય રીતે જોવા મળે છે.

  • છાતીમાં બળતરા થવી જે ભોજન કર્યા બાદ થોડા કલાકો સુધી ચાલુ રહે છે.
  • ખાટા ખાટા ઓડકાર આવવા ક્યારેકતો ઓડકાર ગળા સુધી આવે છે.
  • વધુ પડતો ઓડકાર આવવો અને સ્વાદ કડવો લાગવો.
  • પેટમાં ખેંચાણ થવું.
  • ઉલ્ટી અને ઉબકા આવવા.
  • ગળા માં ઘરઘરાટી થવી.
  • આપણે શ્વાસ લેતા સમયે દુર્ગંધ આવવી.
  • માથાનો દુખાવો થાય અને પેટમાં દુખાવો થાય.
  • શરીરમાં બેચેની રહે અને હેડકી આવે.

How to prevent Acidity? | એસીડીટી મટાડવા ના ઉપાય

Home Remedies For Acidity: સામાન્ય રીતે અનિયમિત આહાર વિહાર અને અનિયમિત જીવનશૈલીના લીધે એસિડિટી જેવી સમસ્યા થાય છે. તેના માટે તમારી દીનચર્યા અને ખોરાક માં થોડો ચેંજ લાવીને એસિડિટી ની સમસ્યાને અમુક અંશ સુધી કંટ્રોલ કરી શકો છો.

  • ટામેટા ભલે ખાટા હોઈ પરંતુ તે આપના શરીરમાં આલ્કલીનું પ્રમાણ વધારે છે અને નિયમિત રીતે તેનું સેવન કરવાથી એસિડિટી થતી નથી.
  • દરરોજ જમ્યા પછી એક કપ પાઈનેપલ જ્યુસ પીવું જોઈએ.
  • બને ત્યાં સુધી તૈલી અને મરચા-મસાલેદાર ખોરાકથી દૂર રહો, અને સાદો અને ઓછો મસાલેદાર ખોરાક જ લેવો.
  • દરરોજ જમ્યા પછી તરત સૂવું નહીં. સૂવાના લગભગ બે કલાક પહેલાં ભોજન લો.
  • જમ્યા પછી ચાલવા જવાની આદત રાખો.
  • સવારે ઉઠતાવેત નિયમિત રીતે 2-3 ગ્લાસ ઠંડુ પાણી પીવાની આદત પાડો અને ત્યારબાદ લગભગ એક કલાક સુધી કંઈપણ ન ખાવું જોઈએ.
  • બહારના જંક ફૂડ અને પ્રિઝર્વેટિવ્સ ધરાવતા ખોરાક બિલકુલ ન ખાવા જોઈએ.
  • બને ત્યાં સુધી ચા અને કોફીનો ઉપયોગ ઓછો કરવો.
  • એક જ સમયે એકી સાથે વધુ ખોરાક ખાવાને બદલે 2 થી 3 વખત ઓછી માત્રા માં ખાઓ.
  • ફળો માં દાડમ અને આમળા સિવાય બીજા ખટાશ વાળા ફળોનો ઉપયોગ ટાળવો જોઈએ.
  • સવારે નાસ્તા માં પપૈયા નું સેવન કરવું.
  • નિયમિત રીતે યોગ – પ્રાણાયામ કરો.

આ પણ વાંચો: રસોડાની ઔષધિઓ: રસોડામા રહેલી આટલી વસ્તુ ઔષધિ તરીકે કામ લાગે છે, જાણો દરેકનો ઉપયોગ

એસિડિટી માટે ઘરેલુ ઉપચાર એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર

Home Remedies For Acidity દવાખાનાની મુલાકાત લેતા પહેલા એસિડિટી માટે ઘરેલુ ઉપચાર કરવા જોઈએ અહી તમને કેટલાક એસિડિટી માટે ઘરેલુ ઉપચારો આપેલા છે જે તમને એસિડિટી મટાડવામાં ઉપયોગી થશે.

  • ઠંડા દૂધમાં એક સાકર મિક્ષ કરીને પીવાથી એસિડિટી માં રાહત મળે છે.
  • અજમા ને એક ચમચી જીરું ગરમ પાણીમાં ઉકાળો અને ઠંડુ થયા પછી ખાંડ મિક્સ કરો ત્યારબાદ તેને પી લેવાથી રાહત મળે છે.
  • ભોજન કર્યા પછી વરિયાળી ચાવવાથી પણ એસિડિટીમાં રાહત મળે છે.
  • તજ એ કુદરતી એન્ટિ-એસિડ તરીકે કામ આપે છે અને આપની પાચન શક્તિ વધારી ને એસિડ વધવાની વધારાની ક્રિયાને અટકાવે છે.
  • ભોજન કર્યા પછી અથવાતો દિવસ દરમ્યાન ક્યારેય પણ ગોળનું સેવન કરવું જોઈએ. ગોળ આપની પાચન શક્તિને સુધારે છે, ગોળ પાચનતંત્ર ને વધુ પ્રમાણમા આલ્કલાઇન બનાવે છે અને આપના પેટની એસિડિટી ઘટાડવામાં મદદરૂપ થાય છે.
  • રોજ એક કેળું ખાવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે.
  • નારિયળ પાણીનું સેવન કરવાથી એસિડિટી માં રાહત રહે છે.
  • તુલસીના પાન અને ખાંડ વાળું પાણી ઉકાળીને ઠડું થયા પછી પી લેવાથી પણ રાહત રહે છે.
  • ગુલકંદ એ ખૂબ ઠંડુ હોય છે તેથી ગુલકંદ નું સેવન કરવું જોઈએ. ગુલકંદ હાઈપર એસિડિટી માટે ખૂબ જ ફાયદાકારક છે.
  • આમળા, વરિયાળી, અને ગુલાબના ફૂલનો પાઉડર બનાવી અને પછી અડધી ચમચી દરરોજ દિવસમાં બે વખત લેવાથી એસિડિટી માં રાહત મળે છે.
  • સૂકા આદું અને જાયફળને મિક્સ કરી ને પાઉડર બનાવીને એક ચપટી જેટલું ખાવાથી એસિડિટી મટે છે.
  • ગિલોય ના મૂલીયા ના પાંચથી સાત જેટલા ટુકડા પાણીમાં ઉકાળી અને તેને હૂંફાળું પીવું જોઈએ.
  • જો તમને એસિડિટી અવાર નવાર થતી હોય તો પછી તમારે તાત્કાલિક તમારા ફૅમિલી ડૉક્ટર પાસે જવું જોઈએ.
Home Remedies For Acidity
Home Remedies For Acidity

મહત્વપૂર્ણ લીંક

Home pageClick here
follow us on Google Newsclick here
Join our whatsapp GroupClick here

Home Remedies For Acidity માટે FAQ’s

એસિડિટી શું છે?

આપની હોજરીમાં જ્યારે પિત્તનો ભરાવો થાય ત્યારે તે આપના આહાર સાથે ભળી અને આથો ઉત્પન્ન કરી અને તે બહાર નીકળવા પ્રયત્ન કરે છે. ખાટા ઓડકાર આવે અને છાતીમાં બળતરા થાય.

એસિડિટી કેવી રીતે અટકાવવી?

ખોરાક લેવમાં કાળજી રાખવામા આવે અને નિયમિત દિનચર્યા રાખવાથી એસિડિટી માં રાહત મળે છે તે ઉપરાંત ઉપર આયુર્વેદિક ઉપાયો દર્શાવેલ છે.

શું છાશ એસિડિટી માટે સારી છે?

Home Remedies For Acidity: કાળા મરી અને ધાણા સાથે એક ગ્લાસ છાશ એ એસિડિટીના લક્ષણોને તરત જ હળવા કરવામાં મદદ કરે છે. છાશમાં રહેલું લેક્ટિક એસિડ પેટમાં એસિડિટીથી રાહત આપે છે.

આજે તમને Home Remedies For Acidity માટે થોડા ઉપાયો દર્શાવ્યા છે. આશા રાખીએ છીએ કે તમને આ માહિતી ગમી હશે. છતાં પણ આવી કોઈ તકલીફ વધુ પ્રમાણ માં હોય તો તમારે તમારા ડોક્ટર ની સલાહ લેવી હિતાવહ છે. Home Remedies For Acidity આ માટે બતાવેલા ઉપાયો થી તમને કોઈ નુકશાન તો નહીં થાય. પરંતુ ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

1 thought on “Best Home Remedies For Acidity 2023 | એસિડિટી ના કારણો, લક્ષણો અને એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર”

Leave a Comment

error: Content is protected !!