20-20-20 Rules: નોકરી કરતા લોકોને મોટા ભાગનું કામ મોબાઈલ કે લેપટોપ પર ક્લાકો સુધી કરવુ પડતુ હોય છે. કામ ઝડપથી પૂર્ણ કરવા માટે, લોકો લાંબા સમય સુધી સ્માર્ટફોન અથવા લેપટોપમાં તેમનું કામ કરતા જ રહે છે. ઘણી વખત કામનુ પ્રેસર એટલું હોય છે કે કામની વચ્ચે તેમને ઉઠવાનો અને બેસવાનો અને ખાવા-પીવાનો સમય નથી મળતો. આ સિવાય ફ્રી ટાઇમમાં લોકો સોશિયલ મીડિયા, વેબસિરીઝ, વીડિયો વગેરેમા મોબાઇલમા સમય પસાર કરતા રહે છે. સ્ક્રીનના વધુ પડતા સંપર્કમાં આવવાથી આંખોની તકલીફો ઉભી થાય છે. અને અહીંથી વિઝન સિન્ડ્રોમની સમસ્યાનું જોખમ વધી જતુ હોય છે.
આ મામલામાં નેત્ર રોગ નિષ્ણાંતો ના મત અનુસાર સ્ક્રીન પર સતત કામ કરવા અને ઓછી આંખો પટપટાવવા, કોન્ટેક્ટ લેન્સનો વધુ સમય સુધી ઉપયોગ કરવાને કારણે મોટાભાગે આ સમસ્યાઓ ઉભી થાય છે. વિઝન સિન્ડ્રોમને કારણે આંખોમાં ડ્રાઈનેસ થવા લાગે છે અને ઘણા પ્રકારની સમસ્યાઓ સામે આવે છે. સમય રહેતા તેને કંટ્રોલ ન કરવામાં આવે તો આ મુશ્કેલી ગંભીર રૂપ લઈ શકે છે.
વિઝન સિન્ડ્રોમ
વિઝન સિન્ડ્રોમના સમયમાં આંખોમાં ડ્રાઈનેસ વધવાથી શરીર ઇરિટેશન અનુભવે છે અને એવું લાગે છે કે જાણે કોઈ કચરો આંખમાં પડી ગયો હોય. આ સિવાય ઘણી વખત ઝાંખાપણું, ખંજવાળ, લાલાશ, થાક, એક જગ્યાએ બે વસ્તુ જોવાથી આંખ સામે અંધારા આવવા જેવા તમામ લક્ષણો પણ જોવા મળતા હોય છે.
20-20-20 Rules
20-20-20 ની ફોર્મ્યુલા
નિષ્ણાંતો ના મત મુજબ આ સમસ્યાથી બચવા માટે સતત કામ કરવાની સ્થિતિથી બચવું જોઈએ. તે માટે 20-20-20 ની ફોર્મ્યુલા ખુબ ઉપયોગી છે. તે માટે તમે કામની દરેક 20 મિનિટ બાદ બ્રેક લો અને 20 સેકેન્ટ માટે 20 ફુટનું અંતર રાખો. આ ફોર્મુલા ને એક રૂટીનનો ભાગ બનાવી લો. આ પ્રેક્ટિસ તમારા માટે ખુબ ઉપયોગી સાબિત થશે.
આ પણ વાંચો: માટલાનુ પાણી પીવાના ફાયદાઓ
20-20-20 Rules એક સ્ટડી અલગ અલગ ઉંમરના બાળકો પર કરવામાં આવ્યુ હતુ. જેમાં જાણવા મળ્યું છે કે, 25થી 30 ટકા બાળકોને દૂરના નંબર વધી રહ્યા છે. જોકે, મોબાઈલ કે ટેબલેટનો ઉપયોગ વધુ કરતા હોય તો આંખોને થોડી રાહત મળી રહે તે માટે 20-20-20 ફોર્મ્યુલા નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે. દર 20 મિનિટે 20 સેકન્ડ માટે 20 મીટર દૂર જોઈ લેવું જોઈએ. જોએ શક્ય ન હોય તો 20 સેકન્ડ માટે આંખને બંધ કરી લેવી જોઈએ. જેના કારણે સ્નાયુઓને થોડી રાહત મળશે.
અન્ય ટીપ્સ
- સ્ક્રીન ટાઇમને ઓછો કરવો જોઇએ. વચ્ચે-વચ્ચે આંખ પટપટાવતા રહો. અંધારામાં મોબાઇલ ફોન કે લેપટોપનો ઉપયોગ કરવાનુ ટાળવુ જોઇએ. જ્યાં પણ કામ કરો ત્યાં સારો પ્રકાશ હોય તેનું ધ્યાન રાખો.
- લેપટોપ પર કામ કરવા સમયે ચશ્માનો ઉપયોગ કરવો જોઇએ અને તેમાં એન્ટી ગ્લેયર લેન્ચ લગાવડાવો.
- સુવા સમયે નિયમિત રૂપથી ડોક્ટર દ્વારા નિર્દેશિત કરેલા આઈડ્રોપ નાખો.
- આંખોમાં ખંજવાળ આવવા પર આંખમાં પાણી નાખો, આંખોને ખંજવાળો નહીં.
- ફળ, લીલા શાકભાજી, બદામ, અખરોડ વગેરે વસ્તુઓને રૂટીન ડાયટમા સામેલ કરો. 20-20-20 Rules
સતત એકધારો ફોન જોવો આપણી આંંખો માટે નુકશાનકારક હોય છે.
આ પણ વાંચો: હળદરવાળુ દુધ પીવાના ફાયદાઓ
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
મોબાઇલ કઇ રીતે જોવો જોઇએ ?
મોબાઇલ આંખોથી દુર રાખીને જોવો જોઇએ.
મોબાઇલ અને કોમ્યુટર કઇ રીતે વાપરવા જોઇએ ?
મોબાઇલ અને કોમ્યુટર 20-20-20 ના રુલ્સ થી વાપરવા જોઇએ.
1 thought on “20-20-20 Rules: શું તમે મોબાઇલ કલાકો સુધી જુઓ છો, તો જાણી લો ૨૦-૨૦-૨૦ નો નિયમ”