પોસ્ટ વિમા યોજના: Health Plus and Xpress Health Insurance Plan: ભારતીય પોસ્ટ વિભાગની ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ઘણી સારી વિમા યોજનાઓ ચાલે છે. તેમા એક સારી વિમા યોજના એટલે હેલ્થ પ્લસ અને એકસપ્રેસ હેલ્થ વિમા યોજના. આ વિમા પ્લાન મા માત્ર 755 રૂ. ના વિમા પ્રીમીયમ મા 15 લાખનો વિમો આપવામા આવે છે. સાથે અન્ય બેનીફીટ પણ મળવાપાત્ર છે. આ વિમા યોજનાની અન્ય વિગતો નીચે મુજબ છે.
પોસ્ટ વિમા યોજના
ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેંક તરફથી 3 વિમા યોજનાઓ ચાલે છે.
- 355 પોસ્ટ વિમા યોજ્ના: આ યોજનામા વાર્ષિક પ્રીમીયમ રૂ. 355 ભરવાનુ હોય છે. જેની સામે રૂ. 5 લાખનો અકસ્માત વિમો અને સાથે અન્ય લાભો મળવાપાત્ર છે.
- 555 પોસ્ટ વિમા યોજ્ના: આ યોજનામા વાર્ષિક પ્રીમીયમ રૂ. 555 ભરવાનુ હોય છે. જેની સામે રૂ. 10 લાખનો અકસ્માત વિમો અને સાથે અન્ય લાભો મળવાપાત્ર છે.
- 755 પોસ્ટ વિમા યોજ્ના: આ યોજનામા વાર્ષિક પ્રીમીયમ રૂ. 755 ભરવાનુ હોય છે. જેની સામે રૂ. 15 લાખનો અકસ્માત વિમો અને સાથે અન્ય લાભો મળવાપાત્ર છે.
આ પણ વાંચો: લોન યોજના: કરિયાણાની દુકાન શરૂ કરવા સરકારની આ યોજનામા મળશે રૂ.75000 ની લોન, માત્ર 4 ટકાના વ્યાજદરે
Health Plus and Xpress Health Insurance Plan
ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેંકની આ વિમા યોજના હેલ્થ પ્લસ અને એકસપ્રેસ હેલ્થ વિમા યોજના ની મુખ્ય વિગતો નીચે મુજબ છે.
- આ વિમા યોજનામા વાર્ષિક રૂ.755 પ્રીમીયમ ચૂકવવાનુ રહે છે.
- આ વિમા પોલીસી ની મુદત 1 વર્ષ ની રહે છે.
- આ વિમા યોજનાનો લાભ 18 થી 65 વર્ષની ઉંમરના કોઇ પન વ્યક્તિને મળવાપાત્ર છે.
- આ વિમા યોજનામા આકસ્મિક મૃત્યુ, આકસ્મિક કાયમી વિકલાંગતા અને આકસ્મિક આંશિક વિકલાંગતા ના કિસ્સામા રૂ. 15 લાખ નુ રીસ્ક કવર મળવાપાત્ર છે.
- વિમો લેનાર વ્યક્તિના આકસ્મિક મ્રુત્યુ બાદ તેના પુખ્ત વયના પુત્ર/પુત્રી ના લગ્ન માટે રૂ.1 લાખ મળવાપાત્ર છે.
- અકસ્માત ના કિસ્સામા રૂ.1 લાખ વળતર ઓપીડી વિના મળવાપાત્ર છે.
આ યોજના અંતર્ગત પોલીસી લેવા માટે તમારા નજીકની પોસ્ટ ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |