આયુષ્માન કાર્ડ પ્રોસેસ: ઘરેબેઠા ઓનલાઇન ડાઉનલોડ કરો આયુષ્માન કાર્ડ, મળશે 10 લાખનો આરોગ્ય વિમો

આયુષ્માન કાર્ડ પ્રોસેસ: Ayushman Card Download: કેન્દ્ર સરકાર દ્વારા લોકોની આરોગ્ય અને સુખાકારી માટે આરોગ્ય ક્ષેત્રે અનેક સરકારી યોજનાઓ અમલી બનાવી છે. હેલ્થ સેન્ટર નુ વિસ્તરણ છેવાડાના ગામડા સુધી કરવામા આવ્યુ છે. આરોગ્ય ક્ષેત્રે સૌથી મહત્વની યોજના એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. એટલે કે આયુષ્માન ભારત યોજના. આયુષ્માન કાર્ડ અંતર્ગત 10 લાખનો આરોગ્ય વિમો આપવામા આવે છે. આ આર્ટીકલ મા આપણે આયુષ્માન કાર્ડ કેમ કઢાવવુ અને ઓનલાઇન કેમ ડાઉનલોડ કરવુ તેની પ્રોસેસ જાણીશુ.

આયુષ્માન કાર્ડ પ્રોસેસ

જો તમારી આવક સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા માપદંડ કરતા ઓછી હોય તો તમે આ યોજનાનો લાભ લઈ 10 લાખનો આરોગ્ય વિમો મેળવી શકો છો. આ યોજના અન્વયે લાભ લેવા માટે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવું જોઇએ. આ કાર્ડ તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે આરોગ્ય ક્ષેત્રે જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત કોઈ યોજનામાં રોજગારી તો કોઈ યોજનામાં મેડિકલ સહાય પણ આપવામાં આવે છે. આવી જ એક યોજના એટલે આયુષ્યમાન ભારત યોજના છે. જેમાં નાગરિકોને સરકારી અને માન્ય ખાનગી હોસ્પીટલો મા 10 લાખ રૂપિયા સુધીની સારવાર સાવ ફ્રીમાં આપવામા આવે છે. જે ભારતીય નાગરિક પાસે આ કાર્ડ હોય, તેમને 10 લાખ સુધી ની સારવાર ફ્રી યોજનાનો લાભ મળે છે.

આયુષ્માન કાર્ડ નવુ કઢાવવા માટે શું પ્રોસેસ કરવી તથા ઓનલાઇન ડાઉનલોડ કઇ રીતે કરવુ તેની પ્રોસેસ નીચે આપેલી છે.

આ પણ વાંચો: Voter List 2024: મતદાર યાદિ મા નામ નહિ હોય તો નહિ કરી શકો મતદાન, ચેક કરો તમારૂ નામ વોટર લીસ્ટમા ઓનલાઇન માત્ર 2 સ્ટેપમા

આયુષ્માન કાર્ડ રજીસ્ટ્રેશન પ્રોસેસ

આયુષ્માન કાર્ડ કઢાવવા માટે તમારે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. આ માટેની પ્રોસેસ નીચે મુજબ છે.

 • આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે સૌથી પહેલા તમારે આયુષ્યમાન ભારત હેલ્થ અકાઉન્ટ હોવુ જરૂરી છે. આના માટે https://abha.abdm.gov.in/register વેબસાઈટ ઓપન કરો.
 • હવે અહીં તમને આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ એમ બે ઓપ્શન જોવા મળશે. તમે બંનેમાંથી કોઈ પણ ઓપ્શન પર ક્લિક કરીને આગળ ની પ્રોસેસ કરી શકો છો.
 • તમે આધાર કાર્ડ અથવા લાયસન્સ જે પણ ઓપ્શન પસંદ કર્યો હોય, આગળના સ્ટેપમાં તમારે તે ડોકયુમેન્ટ નો નંબર લખવાનો છે.
 • હવે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તે સબમીટ કરો.
 • ઓટીપી નાખ્યા બાદ, તમારું હેલ્થ અકાઉન્ટ બની જશે, અને તમે આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરી શક્શો.

આયુષ્માન કાર્ડ કેમ બનાવવુ ?

આયુષ્યમાન ભારત કાર્ડ માટે અરજી કરવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

 • આયુષ્યમાન ભારત કાર્ડ મેળવવા માટે આવક મર્યાદા નક્કી કરવામા આવી છે, તમારી આવક આ નિયત મર્યાદા થી ઓછી હોય તો તમે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે એપ્લાય કરી શકો છો.
 • જો તમારી આવક મર્યાદા કરતા ઓછી હોય તો આવક નો દાખલો કઢાવી અને આધાર કાર્ડ લઇ નજીકના જનસેવા કેન્દ્ર, જિલ્લા પંચાયત અથવા તમારા નજીકના આરોગ્ય કેન્દ્ર પર જાઓ.
 • અહીં તમારે નેશનલ હેલ્થ મિશન માટે જે અધિકારી નિમાયેલા છે, તેને મળવાનું છે અને જરૂરી દસ્તાવેજ જેમ કે રેશનિંગ કાર્ડ, આધાર કાર્ડ, એડ્રેસ પ્રૂફ વગેરે આપવાના રહેશે.
 • આટલું કર્યા બાદ સંબંધિત અધિકારી તમારા ડોકયુમેન્ટ ચેક કરશે.
 • આ વેરિફિકેશન બાદ આયુષ્માન કાર્ડ ની પ્રોસેસ ઓનલાઇન કરી આયુષ્માન કાર્ડ કાઢી આપવામા આવશે.

આ પણ વાંચો: Dekho Apna Desh: ભારતમા ફરવા લાયક બેસ્ટ સ્થળો માટે વોટ કરો, ટુરીઝમ વિભાગનુ સર્ટી. મેળવો

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ

આયુષ્માન કાર્ડ માટે ને તમે જો પ્રોસેસ કરી હોય તો ત્યારબાદ તે ઓનલાઇન પણ ડાઉનલોડ કરી શકાય છે. આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રોસેસ નીચે મુજબ છે.

 • આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ https://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જવાનુ રહેશે.
 • ત્યારબાદ સૌથી પહેલા તમારા આધાર કાર્ડનો નંબર એન્ટર કરવાનો રહેશે અને યોજના સિલેક્ટ કરો.
 • હવે, તમારે આગળના સ્ટેપમાં તમારા રાજ્ય સીલેકટ કરવાનું રહેશે ત્યારબાદ નામ સિલેક્ટ કરીને આધાર કાર્ડ અથવા વર્ચ્યુઅલ આઈડી નંબર દાખલ કરો.
 • પછી તમને Agree નામનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરશો એટલે તમારા નંબર પર એક ઓટીપી સેન્ટ કરવામા આવશે. આ ઓટીપી દાખલ કરો.
 • હવે તમને આયુષ્યમાન ભારત કાર્ડ ડાઉનલોડ કરવાનો ઓપ્શન જોવા મળશે, જેની તમે કલર પ્રિન્ટ કરાવી રાખી શકો છો.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
આયુષ્માન કાર્ડ પ્રોસેસ
આયુષ્માન કાર્ડ પ્રોસેસ

1 thought on “આયુષ્માન કાર્ડ પ્રોસેસ: ઘરેબેઠા ઓનલાઇન ડાઉનલોડ કરો આયુષ્માન કાર્ડ, મળશે 10 લાખનો આરોગ્ય વિમો”

Leave a Comment

error: Content is protected !!