Ikhedut Online: સોલાર પાવર કિટ સહાય: સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. જેમા ખેડૂતોને ખેતીમા નવા સાધનો વસાવવામા સહાય મળે તે માટે અને ખેડૂતો ને ખેતીકામ મા સહાયતા મળે તે માટે નવી સાધન સામગ્રી ખરીદિ મા સબસીડી આપવામા આવે છે. Ikhedut પોર્ટલ પ ખેડૂતો માટે વીવીધ યોજનાઓ માટે ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લુ મૂકવામા આવે છે.
Ikhedut Online
ખેડૂતોના પાકને જંગલી જાનવર નુકશાન ન પહોંચાડે અને ખેડૂતોને પાકના રખોલા માટે રાત્રે જાગવુ ન પડે તે માટે સોલાર પાવર કિટ (ઝટકો) મૂકતા હોય છે. જે સૂર્યપ્રકાશ દ્વારા ચાર્જ થઇ ચાલતો હોય છે. સોલાર પાવર કિટ સહાય યોજના માટે હાલ Ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરવાનુ ચાલુ છે. આ યોજનામા કેમ અરજી કરવી, કેટલી સહાય મળશે, કયા ડોકયુમેન્ટ જોઇએ તેની માહિતી આ પોસ્ટમા મેળવીશુ.
ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના.
આ પણ વાંચો: Tabela Loan 2023: પશુપાલન ને તબેલો બનાવવા સરકાર આપે છે 4 લાખની લોન,જાણો સંપૂર્ણ માહિતી
આ યોજનામા સહાય મેળવવા માટે મુખ્ય શરતો નીચે મુજબ છે.
- કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો એ લાભ લીધેલ હોય આવા ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
- સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કરવામા આવેલા કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- આ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે.
- ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ની ખરીદી કરવાની હોય છે.
- આ યોજના મા લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
- આ યોજના અંતર્ગત સોલાર કીટ માટે ૧૦ (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.
સોલાર પાવર કિટ ઓનલાઇન અરજી
સોલાર પાવર કિટ માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેના સ્ટેપ મુજબ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in ઓપન કરો.
- ત્યારબાદ તેમા “વિવિધ યોજનામા ઓનલાઇન અરજી કરો’ ઓપ્શન પર ક્લીક કરો.
- ત્યારબાદ ઓપન થયેલા પેજમા “ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” ઓપ્શન પર ક્લીક કરો.
- ત્યારબાદ તમને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ નુ લીસ્ટ જોવા મળશે.
- જેમા ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના સોલાર પાવર યુનિટ/કીટ ઓપ્શન પર ક્લીક કરો.
- ત્યારબાદ ઓપન થયેલા પેજમા તમારી ઓનલાઇન અરજી કરવા માટે જરૂરી વિગતો સબમીટ કરો.
- ત્યારબાદ તમારી અરજી કન્ફર્મ કરીને સેવ રાખો.
- તમારી આ યોજનામા લાભાર્થી તરીકે પસંદગી થયા બાદ મેસેજ દ્વારા જાણ મળશે.
- ત્યારબાદ તમારે સારી ગુણવતાવાળી સોલાર કિટની ખરીદી કરવાની હોય છે.
- જેની સ્થળ ખરાઇ ખેતીવાડી ખાતા તરફથી કરવામા આવે છે.
- ત્યારબાદ આ સહાય લાભાર્થીના બેંકખાતામા જમા કરવામા આવે છે.
આ પણ વાંચો: 5 State Election: રાજસ્થાન, MP સહિત 5 રાજયોની વિધાનસભાની ચૂંટણી જાહેર; મતદાન અને રીઝલ્ટની તારીખો
સોલાર પાવર કીટ સહાય ડોકયુમેન્ટ લીસ્ટ
આ યોજનામા નીચે મુજબના ડોકયુમેન્ટ ની આવશ્યકતા રહે છે/
- લાભાર્થીના 7/12 અને 8-અ ની નકલ
- બેંકખાતાની પાસબુકની નકલ
- સોલાર પાવર કીટ ખરીદીનુ પાકુ બીલ
- ભાવપત્રક
અગત્યની લીંક
| Ikhedut Online ઓનલાઇન અરજી | અહિં ક્લીક કરો |
| WHATSAPP ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google news પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |

સોલાર પાવર કીટ સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://ikhedut.gujarat.gov.in/
સોલાર પાવર કીટ સહાય મા કેટલી સહાય મળવાપાત્ર છે ?
કુલ ખર્ચના 50 % અથવા રૂ.15000 બેમાથી ઓછુ હોય તે.
1 thought on “Ikhedut Online: ખેડૂતોને ખેતરની ફરતે સોલાર પાવર કિટ નાખવા મળશે રૂ.15000 ની સહાય, ઓનલાઇન અરજી કરવાની તમામ માહિતી”