સરકારી યોજના: ખેડૂતો માટે ઉપયોગી છે આ 5 સરકારી યોજના, મળશે સહાય અને સબસીડી

સરકારી યોજના: ખેડૂતો માટે ઉપયોગી સરકારી યોજના: ભારત ખેતીપ્રધાન દેશ છે. અને ખેડૂતો માટે સરકાર દ્વારા ઘણી સહાયકારી યોજનાઓ અમલમા મૂકવામા આવી છે. વિવિધ યોજનાઓ અંતર્ગત ખેડૂતો ને સહાય આપવામા આવે છે તથા ખેતીમા જરૂરી વસ્તુઓ અને સાધનસામગ્રી ખરીદવા માટે સબસીડી પણ આપવામા આવે છે. આજે આપણે ખેડૂતો માટે ઉપયોગી વિવિધ સરકારી યોજનાઓની માહિતી મેળવીશુ.

સરકારી યોજના

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો આર્થીક રીતે સધ્ધર બને અને તેમને ખેતીમા વિવિધ વસ્તુઓ અને સાધન સામગ્રી ખરીદવા માટે સહાય આપવા માટે વિવિધ સહાયકારી યોજનાઓ અમલમા મૂકવામા આવેલી છે. ત્યારે ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે ઘણી સરકારી યોજનાઓ અમલમા છે. જેનાથી ખેડૂતોને આ 5 યોજનાઓ ખુબ જ લાભદાયક બની શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો ના હિતમા અવાર નવાર ઘણા નિર્ણયો કરવામા આવતા હોય છે. દેશના વડાપ્રધાન માન. નરેન્દ્ર મોદિ પણ ઘણીવાર પોતાના સંબોધનોમાં કહી ચુક્યા છેકે, આ સરકાર ખેડૂતોની સરકાર છે, આ સરકાર ગરીબોની સરકાર છે, આ સરકાર સમાજના છેવાડાના માનવીની સરકાર છે. એટલું જ નહીં ખાસ કરીને ખેડૂતોની આવક વધે તે માટે સરકાર દ્વારા ઘણા અગત્યના નિર્ણયો કરવામા આવે છે તથા અનેક સરકારી યોજનાઓ અમલી બનાવવામા આવી છે. પરંતુ ઘણાં ખેડૂતોને સરકારની આ યોજનાઓ વિશે માહિતી હોતી નથી. જેને લીધે આ યોજનાઓ નો લાભ લેવાથી વંચિત રહિ જાય છે.

આ પણ વાંચો: નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની નવી યોજના શરૂ, શાળામા ભણતી કન્યાઓને રૂ.50000 ની સહાય

પ્રધાનમંત્રી પાક વિમા યોજના

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પાક વીમા યોજના શરૂ કરવામાં આવેલ છે. જેથી ખેડૂતોને ખેતીના પાકમા કુદરતી કારણોસર નુકસાન જવા પર આર્થિક મદદ કરી શકાય. આ યોજના અંતર્ગત અતિવ્રુષ્ટી , વાવાજોડુ, દુષ્કાળ, કમોસમી વરસાદ જેવા કારણોસર ખેતીના પાકમા નુકશાન થવા પર સરકાર દ્વારા સર્વે કરાવીને અસરગ્રસ્ત વિસ્તારો માટે રાહતપેકેજ જાહેર કરવામા આવે છે. આ યોજના હેઠળ આફત, દુષ્કાળ અને જીવાતના કારણે નુકસાન જવાના કિસ્સામાં વીમા યોજના હેઠળ નાણાકીય સહાય આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

કેન્દ્ર સરકાર દ્વારા 2019 થી શરૂ કરવામા આવેલી એક આવરદાયક યોજના એટલે પીએમ કિસાન સન્માન નિધી યોજના. આ યોજના અંતર્ગત દેશના ખેડૂતોને રૂ.2000 નો એક એવા 3 હપ્તામા વાર્ષિક રૂ.6000 ની સહાય આપવામા આવે છે. અત્યાર સુધીમા આ યોજના અંતર્ગત 16 હપ્તામા સહાય જમા કરવામા આવી છે. આ યોજના અંતર્ગત DBT ના માધ્યમથી સીધી સહાય ખેડૂતો ના ખાતામા જમા કરવામા આવે છે.

પ્રધાનમંત્રી કિસાન સિંચાઇ યોજના

ખેડૂતોને ખેતીના પાક માટે સમયસર પાણી મળી રહે તે માટે અને સિંચાઈ સંબંધિત એક મોટી સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ દરેક ખેતરમાં પાણી મળી રહે તેવો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે. આ માટે નદિ અને ડેમો મા સંગ્રહાયેલા પાણીનો ખેતીમા સિંચાઇ માટે ઉપયોગ થાય તે માટે નહેરો દ્વારા અને પાઇપલાઇન દ્વારા પાણી પુરૂ પાડવામા આવે છે.

આ પણ વાંચો: CAA Rules: દેશમા લાગુ થયો CAA કાયદો, કોને મળશે નાગરીકતા; જાણો 1 કલીકમા માહિતી

કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના

ખેડૂતો ને ખેતી માટે જરૂરી નાણાકીય રકમ મળી રહે તે માટે આ યોજના 1998 થી શરૂ કરવામા આવી છે. આ યોજના અંતર્ગત સરકારમાન્ય બેંકો અને સહકારી મંડળીઓ માથી ખેડૂતો ને ધીરાણ આપવામા આવે છે. આ યોજના અંતર્ગત દેશના કરોડો ખેડૂતો ધીરાણ મેળવી રહ્યા છે. જેમા ખેડૂતો ને માત્ર 7 % ના વ્યાજદરે ધીરાણ આપવામા આવે છે. જો કે ઘણી વખત આ વ્યાજની રકમ પણ સરકાર તરફથી માફ કરવામા આવે છે.

પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY)

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને ભારત સરકાર દ્વારા પ્રતિ હેક્ટર રૂ. 50 હજારની આર્થિક સહાય આપવામા આવે છે. આ યોજના અંતર્ગત ઓર્ગેનિક ઉત્પાદનમાં ઓર્ગેનિક પ્રોસેસિંગ, પ્રમાણપત્ર, લેબલીંગ, પેકેજીંગ અને પરિવહન માટે દર ત્રણ વર્ષે ખેડૂતોને સહાય આપવામાં આવે છે. સરકાર દ્વારા આ યોજના મા ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડે છે. સજીવ ખેતી કરવા માટે પણ ખેડૂતો ને પ્રોત્સાહિત કરે છે.

ikhedut સબસીડી યોજનાઓ

ikhedut પોર્ટલ પર ખેડૂતો ને વિવિધ સાધન સામગ્રી ખરીદવા માટે સબસીડી આપવા માટે ઓનલાઇન અરજીઓ કરવામા આવે છે. ikhedut પોર્ટલ પર ખેડૂતો માટે ટ્રેકટર, પમ્પ સેટ, સ્માર્ટફોન, બાગાયત વિભાગની યોજનાઓ, ખેતીવાડીની યોજનાઓ વગેરે માટે ઓનલાઇન અરજીઓ કરવામા આવે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
સરકારી યોજના
સરકારી યોજના

ખેડૂતો માટે સબસીડી માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://ikhedut.gujarat.gov.in

1 thought on “સરકારી યોજના: ખેડૂતો માટે ઉપયોગી છે આ 5 સરકારી યોજના, મળશે સહાય અને સબસીડી”

Leave a Comment

error: Content is protected !!