અપચો ઘરગથ્થુ ઉપચાર: જમ્યા બાદ ઘણા લોકોને ગેસ,અપચો,એસીડીટી જેવી તકલીફો રહેતી હોય છે. રસોઈ બનાવવામાં આપણે અલગ અલગ પ્રકારના મસાલા અને તેલ,ઘી વગેરેનો ઉપયોગ કરતા જોઇએ છીએ. રસોઈમાં ઉપયોગમાં આવતી આ વસ્તુઓ શરદી ઉધરસ જેવી નાની મોટી બીમારીઓથી રાહત અપાવે છે. સાથે જ આ વસ્તુઓ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જેના કારણે તે શરીર માટે અન્ય રીતે પણ ઉપયોગી છે. ખાસ કરીને સામાન્ય તકલીફ માં રસોડામાં ઉપલબ્ધ કેટલીક વસ્તુઓ તરત જ અસર કરે છે. ખાધા પછી અપચો થતો હોય તો તમે રસોડામા ઉપલબ્ધ કેટલીક આ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવાથી પાંચ જ મિનિટમાં પેટના દુખાવાથી રાહત થઈ જશે.
અપચો ઘરગથ્થુ ઉપચાર
લવીંગનો ઉપયોગ
લવિંગમાં એન્ટિઓક્સિડન્ટ ની માત્રા વધુ હોય છે જે ઇમ્યુનિટી ને બુસ્ટ કરે છે. જે લોકોને અપચાની તકલીફ હોય તેમણે એક ગ્રામ લવિંગમાં 3 ગ્રામ હરડે ચૂર્ણ મિક્સ કરીને ઉકાળો બનાવી લેવુ જોઇએ. હવે આ ઉકાળામાં સિંધવ મીઠું ઉમેરીને પીવાથી અપચો મટે છે.
આ પણ વાંચો: ખજૂર ખાવાના ફાયદાઓ ગુજરાતીમા
હળદર
અપચો મટાડવા માટે હળદર પણ અકસીર છે. હળદર થી માત્ર અપચો જ નહીં પરંતુ ડાયાબિટીસ હૃદય રોગ જેવી તક્લીફોમા પણ લાભ થાય છે. હળદર નો ઉપયોગ કરવાથી અપચાંમાં પણ રાહત થાય છે. તેના માટે હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી હળદર ઉમેરીને પી શકાય છે. નિયમિત રીતે હળદર પીવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ પણ મટી શકે છે.
ખૂબ જ વાયુ થયો હોય તો, દિવસમાં અડધી ચમચી અજમો ગરમ પાણી સાથે લેવો જોઇએ. જેના કારણે પેટના દુખાવામાં અને હ્રદયના દુખાવામાં રાહત મળશે. અજમા સાથે થોડું સિંધાલૂણ અને લીંબુનાં બે-ત્રણ ટીંપાં પણ અક્સિર ઇલાજ છે.
ખાઇને તરત સૂવાની ટેવ હોય તો તરત જ સૂવાથી દૂર રહો. જમ્યા બાદ થોડુ ચાલવાની ટેવ પાડો. આપ જમ્યા બાદ ચાલવાની ટેવ પાડશો તો ન ફક્ત એસીડીટી અને અપચાની સમસ્યાનું નિવારણ નહીં આવે પણ સાથે સાથે પેટ પર જામતી ચરબીનાં થર પણ ઘટશે.
આ પણ વાંચો: પીળા દાંત સફેદ કરવા માટે ઘરેલૂ ટીપ્સ
આ અજમાવી જુઓ
એક લીંબુને કાપીને એમાં સંચળ અને મરીનો પાઉડર લગાડીને ગરમ કરી શેકી લો. પછી તેને ચૂસો. એનાથી ખોરાક જલદી પચી જશે અને તમારી ફરિયાદો ઓછી થઈ જશે. અથવા દહીં સાથે શેકેલું જીરું, મીઠું અને મરીનો પાઉડર ભેળવીને રોજ ખાવાથી અપચાની ફરિયાદ ઓછી થઈ શકે છે.
ઉપર મુજબના ઉપાય કર્યા પછી પણ જો કબજીયાત કે અપચો રહેતા હોય તો ડોકટરની સલાહ મુજબ યોગ્ય સારવાર અચૂક કરાવવી જોઇએ.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
google news પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
અપચો એટલે શુ ?
જમ્યા બાદ જમેલુ ઘડીકમા પચે નહિ અને ગેસ,એસીડીટી તકલીફ રહેત એને અપચો કહેવાય.
2 thoughts on “અપચો ઘરગથ્થુ ઉપચાર: જમ્યા બાદ અપચો રહેતો હોય તો કરો આ ઉપાય,મળશે ૫ મિનિટમા આરામ”