Ayushman Card: Ayushman card Hospital List: આયુષ્માન કાર્ડ હોસ્પીટલ લીસ્ટ: PMJAY- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત રાજ્યના નાગરિકોને આગામી તા.૧૧ જુલાઈ ૨૦૨૩થી આરોગ્ય વીમા સુરક્ષા પેટે રૂ. ૧૦ લાખ સુધીની રકમ મળવાપાત્ર થશે. રૂ.પ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી છે.
Ayushman Card
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશના ગરીબ અને મધ્યવર્ગીય પરિવારજનો માટે શરૂ કરેલી આયુષ્માન યોજના આજે દેશના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. ત્યારે ગુજરાતમાં પણ વર્ષ ૨૦૧૮ થી અત્યારસુધીમાં આ યોજના હેઠળ કુલ ૧.૭૮ કરોડ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ આપવામા આવ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ રજીસ્ટર્ડ અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ નો લાભ મળે તે માટે પુરતા પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ખૂબ બહોળી સંખ્યામાં ૧.૭૮ કરોડ લાભાર્થીઓને ગુજરાતમાં આયુષ્માન કાર્ડ કઢાવવામા આવ્યા છે. હાલ ગુજરાતમાં ૨૦૪૫ સરકારી અને ૭૯૫ ખાનગી મળી કુલ ૨૮૪૦ જેટલી હોસ્પિટલ મા આયુષ્માન કાર્ડ અંતર્ગત ફ્રી સારવાર ઉપલબ્ધ છે અને નિયત કરેલ પ્રોસિજરોની સેવાઓ નિઃશુલ્કપણે ઉપલબ્ધ બનાવવામા આવી છે.
આ પણ વાંચો: GSRTC Bus Name: એસ.ટી.બસ માં સોમનાથ, સાબર, અમુલ આવા શબ્દો કેમ લખેલા હોય છે, જાણવા જેવી માહિતી
આયુષ્માન કાર્ડ હોસ્પીટલ લીસ્ટ
રાજ્યનો કોઇપણ ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવાર એકાએક આવી પડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે દેવાદાર ન બને તેની ચિંતા રાજ્ય સરકારે કરીને આયુષ્માન કાર્ડથી મહત્તમ લોકોને લાભાન્વિત કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે.
આયુષ્માન કાર્ડ અંતર્ગત દાવા નોંધણીના કિસ્સામાં ગુજરાતમાં અંદાજીત ૩૯ લાખ જેટલા ક્લેમ્સ (દાવા) આયુષ્માન કાર્ડ અંતર્ગત નોંધવામાં આવ્યા છે. આ સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં પાંચમાં ક્રમાંકે છે. જ્યારે અત્યાર સુધીમાં દાવાઓની રકમની દ્રષ્ટિએ રૂ. ૮,૦૮૧ કરોડની રકમના દાવા નોંધણી સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. નોંધનીય બાબત છે કે, પ્રવર્તમાન વર્ષમાં રૂ.૨૮૦૦ કરોડની રકમના ક્લેમ(દાવા)ની નોંધણી થયેલ છે. જે આગામી વર્ષમાં અંદાજીત રૂ.૩૫૦૦ કરોડ રકમના ક્લેમ(દાવા)ની નોંધણી થવાનો અંદાજ રાખવામા આવ્યો છે.
આ પણ વાંચો: 20-20-20 Rules: શું તમે મોબાઇલ કલાકો સુધી જુઓ છો, તો જાણી લો ૨૦-૨૦-૨૦ નો નિયમ
Ayushman Hospital List
PMJAY અંતર્ગત જે હોસ્પિટલોમા આયુષ્માન કાર્ડ હેઠળ ફ્રી સારવાર આપવામા આવે છે તે હોસ્પીટલનુ લિસ્ટ ચેક કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરી તમે કોઇ પન શહેરની હોસ્પીટલનુ લીસ્ટ જોઇ શકો છો.
- સ્ટેપ:1 સૌ પ્રથમ PMJAY પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ની ઓફીસીયલ વેબસાઇટ https://pmjay.gov.in ખોલો.
- સ્ટેપ:2 ત્યારબાદ આ વેબસાઇટમા ઉપર આપેલ Find Hospital ઓપ્શન મા જાઓ
- સ્ટેપ:3 ત્યારબાદ ઓપન થયેલ વેબસાઇટમા તમારે નીચે મુજબની વિવિધ વિગતો સબમીટ કરવાની થશે.
- તમારુ રાજય
- તમારો જિલ્લો
- હોસ્પિટલ પ્રકાર
- Speciality
- આટલુ સીલેકટ કરી સર્ચ બટન પર ક્લીક કરતા તમારા જિલ્લાની માન્ય હોસ્પિટલનુ લીસ્ટ જોવા મળશે.
અગત્યની લીંક
આયુષ્માન ભારત ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
Ayushman card Hospital List | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
1 thought on “Ayushman Card: આયુષ્માન કાર્ડ મા હવે મળશે 10 લાખ સુધીની સારવાર, જાણો તમારા શહેરમા કઇ કઇ હોસ્પીટલ મા મળશે free સારવાર”