સિંહ દર્શન: gujarat Tourism: સિંહ દર્શન કરવુ એ લ્હાવો હોય છે પ્રવાસીઓ માટે. સિંહ જોવા માટે સૌરાષ્ટ્રમા ગીરનુ જંગલ એ મુખ્ય સ્થળ છે. સિંહો માટે 4 મહિનાનુ વેકેશન હોય છે. આ 4 મહિના પ્રવાસીઓ માટે ગીરનુ જંગલ બંધ રાખવામા આવે છે. હવે પ્રવાસીઓ માટે સિંહ દર્શન કરવા માટે ગીરનુ જંગલ ખુલ્લુ મૂકવામા આવ્યુ છે. ત્યારે સિંહ દર્શન કરવા માટે ડિસેમ્બર સુધીનુ બુકીંગ ઓનલાઇન માધ્યમથી ફુલ થઇ ગયુ છે.
સિંહ દર્શન
ગીરના જંગલમાં સિંહ ના દર્શન માટે જવા ઈચ્છતા લોકો માટે એક સારા સમાચાર છે. સિંહોનુ 4 મહિનાનુ વેકેશન પુરૂ થઇ ગયુ છે અને પછી ફરીવાર સિંહ દર્શન માટે જંગલ ખુલ્લુ મૂકવામા આવ્યુ છે. પ્રથમ દિવસે જ પ્રવાસીઓમાં સિંહ જોવા માટે અનોખો ઉત્સાહ જોવા મળ્યો. ચાર મહિના પછી ફરીવાર સિંહ ના દર્શન શરૂ કરવામા આવયા માત્ર ગુજરાતના જ નહી પણ દેશના ખુણે ખુણેથી પ્રવાસીઓ ઉમટી પડયા છે. વન વિભાગે વિધિવત પ્રવાસીઓની જીપ્સીને લીલી ઝંડી આપીને સિંહ દર્શનની શરૂઆત કરાવી હતી. જંગલમાંથી સિંહ દર્શન કરીને પરત ફરેલા પ્રવાસીઓએ તેમનો આ બાબતે અનુભવ જણાવ્યો હતો.
આ પણ વાંચો: Tabela Loan 2023: પશુપાલન ને તબેલો બનાવવા સરકાર આપે છે 4 લાખની લોન,જાણો સંપૂર્ણ માહિતી
જુનાગઢ જિલ્લાના સાસણ ગીર જંગલમાં સિંહોનુ વેકેશન પુરૂ થઇ ગયુ છે. જે અંતર્ગત હવે પ્રવાસીઓ ફરી સિંહ દર્શનની મજા માણી શકશે. આજે ગીરમા પ્રવાસીઓમાં સિંહ જોવા માટે ભારે ઉમંગ, ઉલ્લાસ અને ઉત્સુકતા જોવા મળી હતી. ચાર મહિના બાદ આજે ફરી સિંહ પ્રેમીઓ માટે સિંહ જોવા માટે શરુ કરવામા આવ્યુ હતું. માત્ર ગુજરાત ન અજ નહી પરંતુ દેશના ખૂણે ખૂણેથી અહીં સિંહ પ્રેમીઓ ઉમટી પડ્યા છે.
વન અધિકારીઓ દ્વારા વિધિવત રીતે પ્રવાસીઓની જીપ્સીને લીલી ઝંડી આપવામા આવી હતી અને પ્રવાસીઓને સાસણગીર જંગલમાં સિંહ દર્શન માટે પ્રવેશ આપવામા આવ્યો હતો. મહત્વનું છે કે સાસણ ગીર જંગલમાં સિંહ ની સાથે સાથે પ્રવાસીઓને હરણ સહિતના અન્ય વન્ય જીવો અને પ્રકૃતિની મજા માણવા મળે છે. ગીરના જંગલમા પ્રકૃતિ માણવા માટે દેશના ખૂણે ખૂણે થી પ્રવાસીઓ આવતા હોય છે.
4 મહિના કેમ બંધ હોય છે સિંહ દર્શન
એશિયાઈ સિંહો માટે દુનિયાભરમાં ફેમસ એવું ગીરનું જંગલ ચાર મહિના માટે બંધ રાખવામા આવે છે. 15 જૂન થી લઈને 16 ઓક્ટોબર સુધી વનરાજો માટે વેકેશન જાહેર કરવામા આવે છે. ચોમાસાની ઋતુ શરુ થાની સાથે જ ગીરનું જંગલ દર વર્ષે પ્રવાસીઓ માટે બંધ રાખવામા આવે છે. કારણ કે જંગલના રાજા સિંહ અને બીજા ઘણા પ્રાણીઓ માટે સંવનન કાળ શરૂ થયો હોવાથી, તેમને કોઈ ખલેલ ના પહોંચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે ગીર નુ જંગલ પ્રવાસીઓ માટે બંધ રાખવામા આવે છે.
આ પણ વાંચો: CIBIL Score: લોન લેવી છે પણ કેટલી મળશે, ચેક કરો તમારો CIBIL Score કેટલો છે.
તો બીજી તરફ, ચોમાસાની ઋતુમાં વન વિભાગની કામગીરી વધી જતી હોય છે. કારણ કે, ઈન્ફાઇટના કારણે સિંહો અને અન્ય પ્રાણીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે વરસતા વરસાદમાં પણ તેમને રેસ્ક્યુ કરી બચાવ કામગીરી કરવાની હોય છે. ચોમાસાના ચાર મહિનામાં વરસાદને કારણે જંગલના રસ્તા બિસ્માર બની જતા હોય છે. તેથી ભારે વરસાદમાં રસ્તાઓને રીપેર કરવા જેવા પડકારો આ ચાર મહિના મા કરવાના હોય છે. જેથી વેકેશન ખૂલે એટલે મુસાફરોને પ્રવાસમા કોઈ તકલીફ ન થાય.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

1 thought on “સિંહ દર્શન: ગીર ના સિંહોનુ વેકેશન થયુ પૂર્ણ, પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકાયુ જંગલ”