PM Kisan 17 Instalments: આ પ્રકારના ખેડૂતોને નહીં મળે PM કિસાનનો 17મો હપ્તો, જાણો ક્યારે આવશે આ હપ્તો

PM Kisan 17 Instalments: PM કિસાન 17મો હપ્તો: ભારત સરકાર દ્વારા અઢળક યોજનાઓ ચલાવે છે. જેમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહિલાઓ, આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આર્થિક અને સાધનરૂપે મદદ કરે છે. જેથી આર્થિક રીતે નબળા વર્ગના લોકોના જીવન ધોરણમાં સુધારો આવે છે. ત્યારે આવીજ એક યોજના ખેડૂતો માટે પણ જાહેર કરવામાં આવી છે અને તે યોજનાનુ નામ છે PM કિસાન સન્માન નિધિ યોજના. આ યોજના અંતર્ગત ખેડૂત પરિવારને વાર્ષિક 6000 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે.

અત્યાર સુધી આ યોજનાના કુલ 16 હપ્તા ચૂકવાઈ ગયા છે અને હવે 17 મો હપ્તો આવતા સમયમાં ચૂકવવામાં આવશે. પરંતુ સરકાર દ્વારા એક ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે જેમાં અમુક પ્રકારના ખેડૂતોને આ યોજના માથી બાદ કરવામાં આવ્યા છે અને જે અંતર્ગત અમુક શરતો પણ પૂર્ણ કરવા પર જ ખેડૂતોને 17 મો હપ્તો ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો: Gold Price 1964 to 2024: 1964 મા રૂ.63 થી 2024 મા 73500 સુધી આ રીતે વધ્યો સોનાનો ભાવ; છેલ્લા 60 વર્ષનો સોનાનો ભાવ

PM Kisan 17 Instalments

PM કિસાન સન્માન નિધિ યોજના ભરતના ખેડૂતો માટે ચલાવવામાં આવે છે. તે ખેડૂતોને નાણાકીય સહાયતા આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા ચુકવવામાં આવે છે. પણ હવે તમામ ખેડૂતો PM Kisan 17 Instalments નું આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને 1 જૂન 2024 સુધી મતદાન થવાનું છે અને ત્યારબાદ 4 જૂનના રોજ આ ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

PM કિસાન 17મો હપ્તો

PM કિસાન યોજના હેઠળ પાત્ર કિસાનોને 4 માહિનામાં 2000 રૂપિયા મળે છે અને આવા 3 હપ્તા વર્ષ દરમિયાન મળે છે. અને તે એપ્રિલ, જુલાઇ – ઓગસ્ટ, નવેમ્બર – ડિસેમ્બરમાં આવે છે. આ પૈસા ખેડૂતોને સીધા બેન્ક એકાઉન્ટમાં જમા કરવવામાં આવે છે.

ક્યારે આવશે 17મો હપ્તો

PM કિસાન 17મો હપ્તો જૂનના પ્રથમ સપ્તાહ બાદ આપવામાં આવી શકે છે. પરંતુ સરકારે તેની તારીખ નક્કી નથી કરી. PM કિસાનનો 16 મો હપ્તો આ વર્ષના ફેબ્રુઆરીમાં PM દ્વારા રીલીઝ કરવામાં આવ્યો હતો. પણ તમને ખબર છે કે હવે પછીનો 17મો હપ્તો કોને કોને નહીં મળી શકે? આવો જોઈએ આ વિશેની માહિતી.

આ પણ વાંચો: ચોમાસાનુ અનુમાન: ટીટોડી ના ઇંડા પરથી કેવી રીતે કરવામા આવે છે ચોમાસા ની આગાહિ, આ વર્ષે કેવો પડશે વરસાદ

આ ખેડૂતોને નહીં મળે 17મો હપ્તો

આ ખેડૂતોને નહીં મળે 17 હપ્તો.

  • જે ખેડૂતોએ હજુ સુધી KYC વેરિફિકેશન નથી કરાવેલી.
  • જેની જમીનનું વેરિફિકેશન નથી થયું.
  • જે પરિવારના સભ્યો કેન્દ્ર / રાજ્ય સરકારના વિભાગો અને પ્રદેશિક કાર્યાલયો / જાહેર ઉપક્રમોમાં કામ કરી રહ્યા છે કે નિવૃત છે તેને મળવા પાત્ર નથી.
  • જે ખેડૂતો ટેક્સ ભરે છે તેમજ તેના પરિવારમાં કોઈ સભ્ય ડોકટર, એંજિનિયર, વકીલ, CA, આર્કિટેક જેવા પ્રમોશનમાં છે તે રજીસ્ટ્રેશન નહીં કરવી શકે છે.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
PM Kisan 17 Instalments
PM Kisan 17 Instalments

2 thoughts on “PM Kisan 17 Instalments: આ પ્રકારના ખેડૂતોને નહીં મળે PM કિસાનનો 17મો હપ્તો, જાણો ક્યારે આવશે આ હપ્તો”

Leave a Comment

error: Content is protected !!