ikhedut yojana: તાર ફેન્સીંગ યોજના: રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સહાયકારી યોજનાઓ ચાલુ છે. જેમા ખેડૂતોને ખેતીમા વિવિધ સાધનો ની ખરીદી અને સુવિધાઓ વિકસાવવા માટે સબસીડી અને સહાય આપવામા આવે છે. ખેડૂતોને ખેતરમા ઢોર અને અન્ય પશુઓ ખેતીના પાકને રંજાલ ન પહોંચાડે તે માટે ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના અમલમા છે. આ યોજનાની વિગતો નીચે મુજબ છે.
ikhedut yojana
રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના અંગે આ પોસ્ટમા માહિતી મેળવીશુ.
વિવિધ જિલ્લાના ખેડૂતોની અરજીઓ સ્વીકારવા આઈ ખેડૂત પોર્ટલ તા.08/12/2023 થી 30 દિવસ સુધી ખુલ્લું મૂકવામા આવશે. જેમા જિલ્લાવાઇઝ રજીસ્ટ્રેશન કરવા માટેની વિગતો નીચે મુજબ છે.
| ક્રમ | તારીખ | સમય | ઝોન | સમાવિષ્ટ જિલ્લા |
| ૧ | ૦૮/૧૨/૨૦૨૩ | સવારે ૧૦:૩૦ કલાકે | અમદાવાદ | અમદાવાદ, ખેડા, આણંદ,ગાંધીનગર |
| ૨ | ૦૮/૧૨/૨૦૨૩ | સવારે ૧૦:૩૦ કલાકે | જુનાગઢ | જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ |
| ૩ | ૧૦/૧૨/૨૦૨૩ | સવારે ૧૦:૩૦ કલાકે | મહેસાણા | મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી |
| ૪ | ૧૦/૧૨/૨૦૨૩ | સવારે ૧૦:૩૦ કલાકે | રાજકોટ | રાજકોટ, મોરબી, જામનગર, દેવભુમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર |
| ૫ | ૧૨/૧૨/૨૦૨૩ | સવારે ૧૦:૩૦ કલાકે | સુરત | સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ |
| ૬ | ૧૨/૧૨/૨૦૨૩ | સવારે ૧૦:૩૦ કલાકે | વડોદરા | વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહિસાગર, દાહોદ, ભરુચ, નર્મદા |
આ પણ વાંચો: Spoken English: સ્પોકન ઈંગ્લીશ શીખવા ક્લાસ નહિ કરવા પડે, ઘરેબેઠા free મા ફોનથી શીખવશે આ એપ.
તાર ફેન્સીંગ યોજના
ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા 2 (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા,રનીંગ મીટર દીઠ રૂ.200 અથવા ખરેખર થનાર ખર્ચના 50 % બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે. જિલ્લાના ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ તા.08/12/2023 ના રોજ સવારે 10.30 વાગ્યેથી 30 દિવસ સુધી ખુલ્લું મુકવામાં આવશે.
ખેડૂતોએ લેવાની કાળજી વિશે વાત કરીએ તો,કલસ્ટર માટે ખેડૂતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે.ખેડૂત/ખેડૂતોએ જુથ દ્વારા અરજી કર્યા બાદ 10 દિવસમાં ઓનલાઈન અરજીની પ્રિન્ટ અને સાધનીક પુરાવા સાથે જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂ કરવાનું રહેશે.ત્યારબાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજુરી આપવામાં આવશે.
આ માટે ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, 7/12,8-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ,બેન્ક પાસબુકની નકલ/રદ કરેલો ચેક,આધારકાર્ડની નકલ,કબુલાતનામું અને સ્વઘોષણા પત્રક,ડીમાર્કશન વાળો નકશો સાથે રાખવો અનિવાર્ય છે.
પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડૂત/ખેડૂત જુથ લીડરે નિયત ડિઝાઇન અને સ્પેસિફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપુર્ણ કામગીરી 120 દિવસમાં પૂર્ણ કરી સામાન ખરીદીના GST વાળા બીલ અને અન્ય જરૂરી દસ્તાવેજો સહીત કલેમ જમા કરાવવાનો રહેશે.ત્યાર બાદ કામગીરી પૂર્ણ થયાની સ્થળ ચકાસણી કર્યા પછી સહાયની રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન પર ફેન્સીંગ અને કરવાની સહાય મળવાપાત્ર છે.જેની તમામ ખેડૂતોને કાળજી લેવા તેમજ વધુ માહિતી માટે ક્ષેત્રીય ગ્રામસેવક અને વિસ્તરણ અધિકારી (ખેતી),તાલુકા પંચાયત કચેરીએ સંપર્ક કરશો.
અગત્યની લીંક
| ikhedut પોર્ટલ ઓફીસીયલ વેબસાઇટ | અહિં કલીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

તાર ફેન્સીંગ યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://ikhedut.gujarat.gov.in