ચોમાસાનુ અનુમાન: ટીટોડી ના ઈંડા પરથી ચોમાસાનુ અનુમાન: પહેલાના સમયમા જયારે ટેકનોલોજી અને હવામાન વિભાગ જેવી સુવિધાઓ નહોતી ત્યારે આપણા વડીલો વિવિધ બાબતો પરથી આવતા વર્ષે કેવો વરસાદ પડશે અને ચોમાસુ કેવુ રહેશે તેની આગાહિ કરતા હતા. હોળીના પવન નુ અનુમાન, ટીટોડી ના ઈંડા આ બધી ઘટનાઓ ચોમાસાની આગાહિ કરવા માટે મુખ્ય હતી. હજુ પણ ચોમાસુ કેવુ રહેશે તેના માટે હોળીનો પવન અને ટીટોડી ના ઉનાળામા મૂકવામા આવતા ઇંડા નો આપણા વડીલો આધાર લે છે.
ચોમાસાનુ અનુમાન
પ્રાચીન કાળમાં જ્યારે ટેકનોલોજી અને આધુનીક વિજ્ઞાાનનો વિકાસ થયો ન હતો ત્યારે ચોમાસા અને વરસાદની આગાહી કરવા માટે આપણા પૂર્વજો અવકાશીય અને ખગોળીય ઘટનાઓનુ અવલોકન તથા હોળીનો પવન, ટીટોડી ના ઇંડા મૂકવા જેવી ઘટનાઓના અભ્યાસની કોઠાસુઝ આધારે આવતા વર્ષે વરસાદ કેવો થશે તેની આગાહિ કરતા હતા. ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરવામા આવતી. જેમાંની કેટલીક પ્રથાઓનો હજુ પણ સહારો લેવામા આવે છે. વરસાદ અને ચોમાસાની આગાહિ કરવાના આ પરંપરાગત વિજ્ઞાનને આપણા વડીલોએ જાળવી રાખ્યું છે.
આ પણ વાંચો: કન્ફયુઝન: એ.સી. અને પંખો એકસાથે ચાલુ રાખવાથી ફાયદો થાય કે નુકશાન, સમજો વિડીયોમા
ચાલુ વર્ષે હવામાન નિષ્ણાંતો અને વડીલો દ્વારા હોળીની ઝાળ અને પવનની દિશા નુ અવલોકન કરવામા આવ્યુ હતુ. અને તેના આધારે આ વર્ષે ચોમાસાનો વરસાદ સારો રહેશે તેવી આગાહિ કરવામા આવી હતી. હવે ઉનાળામા દર વર્ષે ટીટોડી ઈંડા કઇ જગ્યાએ મૂકે છે તેના પરથી ચોમાસા મા કેવો વરસાદ થશે તેની આગાહિ કરવામા આવે છે. આ ઉપરાંત ટીટોડી કેટલી સંખ્યામા ઈંડા મૂકે છે તે પણ મહત્વનુ છે.
ટીટોડી ના ઈંડા પરથી ચોમાસાનુ અનુમાન
જેમાં ટીટોડીની એક લોકવાયકા ખૂબ જ જાણીતી છે. ટીટોડી કેટલી ઉંચાઇ પરના સ્થળે ઈંડા મૂકે છે અને કેટલા ઈંડા મૂકે છે તેના આધારે ચોમાસા ના વરસાદ નુ અનુમાન લગાવવામા આવે છે. ટીટોડી સૌ કોઇએ જોઇ જ હશે. ટીટોડી એ રાજસ્થાનના જળાશયો અને ગુજરાત પાસે જોવા મળતુ એક ફરતું પક્ષી છે. આ પક્ષી મોટાભાગે જમીન પર જ ફરતું હોય છે. આપણા વડીલો અને હવામાન ના જાણકાર લોકો ટીટોડીના ઈંડા પરથી વરસાદ કેવો થશે તેનુ અનુમાન લગાવતા હોય છે.
ત્યારે હાલ ગુજરાતમાં ટીટોડીએ મૂકેલા ઈંડા નો એક ફોટો સોશીયલ મીડીયામા જોવા મળી રહ્યો છે. ટીટોડીએ મહીસાગરના લુણાવાડા તાલુકાના દલુખડ્યા ગામમાં ઈંડા મુક્યા છે. ટીટોડીએ ત્યા ઊંધા ઈંડા મુક્યા છે, જેથી જાણકારો દ્વારા એવું અનુમાન લગાવવામાં આવ્યુ છે કે આ વર્ષે ચોમાસામાં વરસાદનું પ્રમાણે વધારે રહેશે.
આ પણ વાંચો: Surya Grahan 2024: સૂર્ય ગ્રહણ ની અદભુત ઈમેજ, રીંગ્સ ઓફ ફાયર મા ફેરવાઇ ગયો સૂર્ય
આમ તો ટીટોડી સામાન્ય રીતે 3 ઈંડા મૂકે છે. પરંતુ મહીસાગર ના આ ગામમાં ટીટોડીએ 4 ઈંડા મુક્યાં છે. જૂની માન્યતા અનુસાર ટીટોડીએ 4 ઈંડા મુકતા 4 મહિના સારો વરસાદ થશે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આપણા વડીલો અને જાણકારો ની પરંપરાગત માન્યતા અનુસાર ટીંટોડી 4 ઈંડા મૂકે તો ચોમાસામા 4 મહિના સારો વરસાદ થાય.
આ સાથે ટીટોડીના ઈંડા અંગે એવી પણ માન્યતા પ્રવર્તે છે કે જો ટીટોડી ઉંચાઇ પરના સ્થળો એ ઇંડા મૂકે તો વધુ વરસાદ થાય. અને જમીન પર કે નીચાણવાળા ભાગ મા ઈંડા મૂકે તો વરસાદ ઓછો થાય.
આપણી પ્રાચીન માન્યતાઓ અનુસાર વડીલો આવી ઘટનાઓ પરથી ચોમાસાની આગાહિ કરતા હોય છે. જો કે હવે તો આધુનીક ટેકનોલોજી અને વિજ્ઞાન નો વિકાસ થયો હોવાથી હવામાન વિભાગ તરફથી ચોમાસુ, અતિવૃષ્ટી, વાવાઝોડુ જેવી કુદરતી આપૈતોની અગાઉથી જ આગાહિ આપી દેવામા આવતી હોય છે અને જેને લીધે જાનહાની તથા માનહાની ટાળી શકાય છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
ચોમાસા નુ અનુમાન શેના પરથી કરવામા આવે છે ?
હોળી નો પવન અને ટીટોડી ના ઇંડા મૂકવા પરથી ચોમાસાનુ અનુમાન કરવામા આવે છે.
2 thoughts on “ચોમાસાનુ અનુમાન: ટીટોડી ના ઇંડા પરથી કેવી રીતે કરવામા આવે છે ચોમાસા ની આગાહિ, આ વર્ષે કેવો પડશે વરસાદ”