તાડપત્રી સહાય યોજના: ખેડૂતોને તાડપત્રી ખરીદવા મળશે રૂ.1875 ની સહાય, 22 ડિસેમ્બર પહેલા કરો ઓનલાઇન અરજી

તાડપત્રી સહાય યોજના: Ikhedut Online apply: સરકારના ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા ખેડૂત સહાય માટે અનેક સરકારી યોજનાઓ અમલમા છે. જેમા મોબાઇલ સહાય યોજના, ટ્રેકટર ખરીદી સબસીડી, ડ્રેગન ફ્રુટ વાવેતર સહાય, નારિયેળી કેળ જેવા પાકો માટે સહાય, પાણીની મોટર ખરીદવા સહાય જેવી યોજનાઓ મુખ્ય છે. ખેડૂતોને ખેતી માટે તાડપત્રી ખરીદવા માટે સબસીડી આપવામા આવે છે. તાડપત્રી સહાય માટે કયા અરજી કરવાની, કયા ડોકયુમેન્ટ જોઇએ, કેટલી સહાય મળશે વગેરે માહિતી મેળવીશુ.

તાડપત્રી સહાય યોજના

ખેડૂતોને તાડપત્રી ની ખરીદી માટે નીચેની શરતોને આધીન સહાય આપવામા આવે છે.

  • અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બેમાંથી જે ઓછું હોય તેટલી સહાય મળવાપાત્ર છે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ તાડપત્રીની ખરીદી માટે આ સહાય આપવામા આવશે.
  • સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તેટલી સહાય મળવાપાત્ર છે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ તાડપત્રી માટે આ સહાય મળવાપાત્ર છે.
  • અનુસુચિત જાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બે માંથી જે ઓછું હોય તેટલી સહાય મળવાપાત્ર છે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ તાડપત્રી માટે સહાય આપવામા આવશે.
  • તાડપત્રી ખરીદી માટે વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

આ પણ વાંચો: લીલા વટાણાના ફાયદા: શિયાળામા ભરપૂર આવતા લીલા વટાણા ખાવાથી થાય છે આટલા અદભુત ફાયદા

તાડપત્રી સહાય ઓનલાઇન અરજી

તાડપત્રી સહાય માટે ઓનલાઇન અરજી માટેની પ્રોસેસ નીચે મુજબ હોય છે.

  • સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in ઓપન કરો.
  • તેમા વિવિધ યોજ્નામા અરજી કરો ઓપ્શન સીલેકટ કરો
  • તેમા ખેતીવાડીની યોજનાઓ પર કલીક કરો
  • ત્યારબાદ તેમા તાડપત્રી સહાય યોજના પર કલીક કરો.
  • તેમા જરૂરી વિગતો ભરીને સૌ પ્રથમ તમારૂ રજીસ્ટ્રેશન કરો.
  • ત્યારબાદ તાડપત્રી સહાય યોજના ફોર્મ ઓનલાઇન ભરો.
  • તમારી આ અરજી કન્ફર્મ કરી તેની પ્રીન્ટ કાઢી લો.
  • હવે તમારી અરજી મંજૂર થશે ત્યારે તમને જાણ કરવામા આવશે.
  • ત્યારબાદ તમારે નિયત કરેલા ડીલરો પાસેથી તાડપત્રીની ખરીદી કરવાની રહેશે.
  • અને તેના બીલ તથા અન્ય જરૂરી ડોકયુમેન્ટ સાથે ગ્રામસહાયક ને રજુ કરવાના હોય છે.

આ પણ વાંચો: India Top 15 Place: કુદરતી સૌદર્યથી ભરપૂર આ છે ભારતના ફરવાલાયક બેસ્ટ 15 સ્થળો

તાડપત્રી સહાય ડોકયુમેન્ટ લીસ્ટ

તાડપત્રી સહાય યોજનામા અરજી કરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની આવશ્યકતા રહે છે.

  • ખેડૂતના 8-અ ની નકલ
  • ખેડૂતના 7/12 ની નકલ
  • ખેડૂતના બેંંકખાતાની પાસબુક ની નકલ
  • ખેડૂતના આધારકાર્ડની નકલ

અગત્યની લીંક

તાડપત્રી સહાય ઓનલાઇન અરજીઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
તાડપત્રી સહાય યોજના
તાડપત્રી સહાય યોજના

Leave a Comment

error: Content is protected !!