Manav kalyan Yojana 2024: માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ, 28 પ્રકારના વ્યવસાય માટે સહાય કીટ

Manav kalyan Yojana 2024: માનવ કલ્યાણ યોજના 2024: માનવ કલ્યાણ યોજના ફોર્મ: ગુજરાત સરકાર દ્વારા નાના ધંધાર્થીઓને આર્થીક પગભર બને તે માટે અને તેમના વ્યવસાયમા મદદરૂપ થવા તથા નાના વ્યવસાયકારો આત્મનિર્ભર બને તે માટે અનેક યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આવી જ એક યોજના એટલે Manav kalyan Yojana 2024 માનવ કલ્યાણ યોજના 2024 છે. આ યોજનામા કુલ 28 પ્રકારના વ્યવસાય માટે નાના ધંધાર્થીઓને ટુલ્સ કીટ સહાય રૂપે આપવામા આવે છે. આ યોજનાની તમામ માહિતી આ પોસ્ટ મા મેળવીશુ.

Manav kalyan Yojana 2024: માનવ કલ્યાણ યોજના 2024: માનવ કલ્યાણ યોજના અરજી ફોર્મ જે નાના ધંધાર્થીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય કક્ષાએ 1,20,000 હોય તેવા લોકો આ યોજના અંતર્ગત સહાય માટે અરજી કરી શકે છે અને શહેરી વિસ્તાર માં રહેતા લોકો માટે આવક મર્યાદા 1,50,000 હોય તેવા લોકો માનવ કલ્યાણ યોજના માટે તેની ઓફીસીયલ વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in પર થી ઓનલાઈન અરજી કરી શકે છે.

આ પણ વાંચો: PM Kisan 17 Instalments: આ પ્રકારના ખેડૂતોને નહીં મળે PM કિસાનનો 17મો હપ્તો, જાણો ક્યારે આવશે આ હપ્તો

Manav kalyan Yojana 2024

યોજના નુ નામManav kalyan Yojana 2024
અમલીકરણ વિભાગકુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ
યોજનાનો હેતુનાના ધંધાર્થીઓ માટે સ્વરોજગારીની તકો
કચેરી સંપર્કજિલ્લા ઉદ્યોગ કેન્દ્ર
અરજી નો પ્રકારઓનલાઈન અરજી
ફોર્મ ભરવાની તારીખ3 જુલાઇ 2024 થી
Official Websitehttps://e-kutir.gujarat.gov.in

આ પણ વાંચો: Gold Price 1964 to 2024: 1964 મા રૂ.63 થી 2024 મા 73500 સુધી આ રીતે વધ્યો સોનાનો ભાવ; છેલ્લા 60 વર્ષનો સોનાનો ભાવ

માનવ કલ્યાણ યોજના 2024

રાજયમા નાના ધંધાર્થીઓને તેમના વ્યવસાય મા મદદરૂપ થવા માટેની આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્‍વરોજગારી ની તકો ઉભી કરી શકે તે માટે વધારાના ઓજારો/સાધનો ની ટુલ્સ કીટ રૂપે સહાય આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્‍યકિતઓ/કારીગરોની આર્થીક સ્‍થિતિ સુધારવા માટે સ્‍વરોજગાર યોજનાને બદલે 1995 થી શરૂ કરવામાં આવી છે. આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૨૮ પ્રકારના નાના ધંધાર્થીઓને વ્યવસાયો માટે કે જેની કુટુંબની વાર્ષીક આવક નિયત કરેલી મર્યાદા કરતા ઓછી હોય તેવા લોકોને સ્વરોજગારીની તકો ઉભી કરવા માટે વ્‍યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે.

માનવ કલ્યાણ યોજના વ્યવસાય લીસ્ટ

માનવ કલ્યાણ યોજના 2023 મા નીચેના વ્યવસાય માટે સાધન સહાય ટુલ્સ કીટ મળવાપાત્ર છે.

  • કડીયાકામ માટે સહાય
  • સેન્ટીંગ કામ સહાય
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ સહાય
  • મોચી કામ કીટ સહાય
  • ભરત કામ
  • દરજી કામ કીટ સહાય
  • કુંભારી કામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • સુથારી કામ
  • ધોબી કામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહીં વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણાં બનાવટ માટે સહાય
  • ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફલોરમીલ
  • મસાલા મીલ સહાય
  • રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
  • મોબાઇલ રીપેરીંગ સહાય
  • પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
  • હેર કટીંગ (વાળંદ કામ) કીટ સહાય

માનવ કલ્યાણ યોજના આવક મર્યાદા

આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે નીચે મુજબ આવક મર્યાદા નિયત કરવામા આવી છે.

  • આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો જોઇએ. આવા લોકોએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.

અથવા

  • આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ.120000/- નિયત કરવામા આવેલ છે.
  • શહેરી વિસ્‍તાર માટે રૂ.150000/- ની આવક મર્યાદા નિયત કરવામા આવેલ છે.
  • આવક અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત કરેલા અધિકારીનો આવકનો દાખલો અચૂક રજૂ કરવાનો રહેશે.
Manav kalyan Yojana 2024
Manav kalyan Yojana 2024

વય મર્યાદા

માનવ કલ્યાણ યોજના નો અંતર્ગત લાભ લેવા માટે અરજદાર ની ઉંમર 16 વર્ષ થી 60 વર્ષની વચ્ચે હોવી જોઇએ.

ડોકયુમેન્ટ લીસ્ટ

આ યોજના અંતર્ગત ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબ ના ડોકયુમેન્ટ રજુ કરવા જરૂરી છે.

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસેંસ / લીઝ કરાર / ચૂંટણી કાર્ડ)
  • જાતી નો દાખલો
  • આવકનો દાખલો
  • અભ્યાસના પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા
  • બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
  • એકરારનામું

માનવ કલ્યાણ યોજના ઓનલાઇન અરજી ફોર્મ

આ યોજનામા ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

  • સૌ પ્રથમ આ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની સતાવાર વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in ઓપન કરવાની રહેશે.
  • ત્યારબાદ આ વેબસાઇટમા ઉપર આપેલા વિવિધ વિભાગ પૈકી કમિશનર,કુટીર અને ગ્રામોદ્યોગ પર ક્લીક કરો.
  • ત્યારબાદ વિવિધ યોજનાઓનુ લીસ્ટ તમને જોવા મળશે. તે પૈકી માનવ ક્લ્યાણ યોજના પર ક્લીક કરો.
  • આ યોજનાની તમામ માહિતી આપને જોવા મળશે તે વાંચી લો.
  • ત્યારબાદ ઓનલાઇન અરજી કરો. જેમા સૌ પ્રથમ તમારુ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે અને ત્યારબાદ તમારી માંગવામા આવેલી માહિતી કાલજીપૂર્વક ભરો.
  • માંગવામા આવેલા જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરો.
  • ડોકયુમેન્ટ અપલોડ કરતી વખતે એક ખાસ ધ્યાન રાખો કે ઓરીજીનલ ડોકયુમેન્ટ ને સ્કેન કરીને જ અપલોડ કરવાના રહેશે.
  • ત્યારબાદ અરજી કન્ફર્મ કરી પ્રીન્ટ કાઢી તમારી પાસે સેવ રાખો.

માનવ કલ્યાણ યોજના ઓનલાઇન રજીસ્ટ્રેશન

માનવ કલ્યાણ યોજના માટે અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે તમારુ નવુ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. જેમા નીચેની વિગતો સબમીટ કરવાની રહેશે.

  • પુરૂ નામ અંગ્રેજીમા
  • આધાર કાર્ડ નંબર
  • જન્મ તારીખ
  • મોબાઇલ નંબર
  • ઈ મેઇલ
  • વગેરે જેવી માહિતી

ઉપર મુજબની વિગતો નાખી સૌ પ્રથમ તમારુ રજીસ્ટ્રેશન કરો ત્યારબાદ તમે લોગીન થઇ ઓનલાઇન ફોર્મ ભરી શકસો.

માનવ કલ્યાણ યોજના માટે તા. ૩ જુલાઇ ૨૦૨૪ થી ઓનલાઇન ફોર્મ ભરવાનુ ચાલુ થનાર છે. માનવ કલ્યાણ સરકારની કલ્યાણકારી યોજના છે. જે નાના વ્યવસાયકારો માટે ખૂબ જ ઉપયોગી છે. આ યોજનાની તમામ ડીટેઇલ માહિતી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ પર જોવા મળશે. ઓનલાઇન ફોર્મ પણ આ જ વેબસાઇટ પર ભરવાના હોય છે.

માનવ કલ્યાણ યોજના હેલ્પલાઇન

આ યોજનામા ઓનલાઇન અરજી કરવા માટે વિશેષ માહિતીની જરૂર હોય તો 9909926280 અને
9909926180 છે. જેના પર સંપર્ક કરવાથી માહિતી મળી રહેશે. ઉપરાંત તમારા જિલ્લા ના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પરથી પણ વધુ માહિતી મળી રહેશે. તમામ જિલ્લા ના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના સરનામા અને ફોન નંબર નીચે આપેલ છે. જેના પર સંપર્ક કરી શકસો.

માન કલ્યાણ યોજના માટે વધુ માહિતી માટે કુટીર અને ગ્રામોદ્યોગ ની ઓફીસીયલ વેબસાઇટ e-kutir.gujarat.gov.in પર વધુ માહિતી મળી રહેશે.

Manav kalyan Yojana 2023 Link

ઓફીસીયલ વેબસાઇટ પર માહિતી વાંચોઅહિં ક્લીક કરો
ઓનલાઇન અરજી ફોર્મઅહિં ક્લીક કરો
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સરનામાઅહિં ક્લીક કરો
Home pageClick here
follow us on Google Newsclick here
Join our whatsapp GroupClick here

માનવ કલ્યાણ યોજના માટે સતાવાર વેબસાઇટ કઇ છે ?

https://e-kutir.gujarat.gov.in

માનવ કલ્યાણ યોજના 2024 માં કયા લોકોને લાભ મળે છે ?

ગુજરાત રાજ્યના તમામ લોકો કે જેની વાર્ષિક આવક 120000 ગ્રામ્ય કક્ષાએ અને શહેરી વિસ્તારમાં 150000 આવક હોય તેવા તમામ લોકો ને લાભ મળે છે .

Manav Kalyan Yojana 2024 મા ક્યાં વ્યવસાય માટે સહાય મળી શકે છે ?

આ યોજના માં કુલ 27 પ્રકારના અલગ અલગ વ્યવસાય માટે સહાય મળી શકે છે.

માનવ કલ્યાણ યોજના અંતર્ગત કોઈ પણ પ્રશ્નો હોય તો હેલ્પલાઇન માટે નંબર ક્યો છે?

9909926280
9909926180

માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ શું છે?

માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ઓનલાઇન તા.૩ જુલાઇ ૨૦૨૪ થી ભરાશે.

6 thoughts on “Manav kalyan Yojana 2024: માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ, 28 પ્રકારના વ્યવસાય માટે સહાય કીટ”

Leave a Comment

error: Content is protected !!