Ikhedut Portal: બાગાયત વિભાગ સહાય યોજનાઓ: સરકાર દ્વારા ખેડૂતો ને વિવિધ સાધન સામગ્રીની ખરીદી માટે અને વિવિધ ફળ ફૂલ ના પાકોના વાવેતર માટે બાગાયત વિભાગની યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. બાગાયત વિભાગની યોજનાઓ અંતર્ગત વિવિધ પાકોના વાવેતર માટે સહાય અને સબસીડી આપવા માટે Ikhedut Portal પર ઓનલાઇન અરજીઓ કરવા માટે પોર્ટલ ખુલ્લુ મૂકવામા આવ્યુ છે. જેમા તા.12/03/2024 થી 11/05/2024 સુધી ઓનલાઇન અરજી કરી શકાય છે.
Ikhedut Portal
રાજ્યમાં વર્ષ 2024-25 માટે ખેડૂતો માટે બાગાયત વિભાગની સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવા તા.12/03/2024 થી 11/05/2024 સુધી Ikhedut Portal ખુલ્લુ મુકવામાં આવ્યું છે. વિવિધ ઘટકો અંતર્ગત લાભ મેળવવા માંગતા ખેડૂતો નિયત સમય મર્યાદા ની અંદર લાભ મેળવવા માટે અરજી કરી શકે છે. હાલ બાગાયત વિભાગના 105 જેટલા ઘટકોમાં ઓનલાઇન અરજી કરી શકાય છે. રાજય અને કેન્દ્ર પુરસ્કૃત યોજનામાં અમલી ઘટકોના લક્ષ્યાંક મુજબ સરકારના નિયમાનુસાર લાભ આપવામાં આવશે.
કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન
આ ઘટક અંતર્ગત વિવિધ ઘટકોની ખરીદી તથા નિર્માણ માટે સહાય આપવામા આવે છે. જેમ કે કાપણીના સાધનો, કોલ્ડ સ્ટોરેજ બાંધકામ, કોલ્ડ રૂમ નિર્માણ, પ્રોસેસીંગના સાધનો ની ખરીદી, રેફ્રીજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહિકલ, બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા, સંકલીત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ વગેરે માટે સહાય અને સબસીડી આપવામા આવે છે.
આ પણ વાંચો: નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની નવી યોજના શરૂ, શાળામા ભણતી કન્યાઓને રૂ.50000 ની સહાય
ફૂલ અને ઔષધિય/સુંગધિત પાકોના વાવેતર માટે
આ ઘટક અંતર્ગત વિવિધ ફૂલો ના વાવેતર માટે સહાય આપવામા આવે છે. જેમા ઔષધીય ફૂલો, કંદ ફૂલો, છૂટા ફૂલો અને સુગંધીત પાકોના વાવેતર માટે બીયારણ, રોપા અને અન્ય ખર્ચ માટે સહાય આપવામા આવે છે.
ફળ પાકોના વાવેતર
આ ઘટક અંતર્ગત વિવિધ ફળ પાકો ના વાવેતર માટે સહાય આપવામા આવે છે. જેમા આંબા, જામફળ, ડ્રેગન ફૃટ, કેળ, દાડમ, લીંબુ, નાળીયેરી, પપૈયા, દ્રાક્ષ, કીવી, સ્ટ્રોબેરી જેવા ફળ પાકો ના વાવેતર માટે રોપા ખરીદી અને અન્ય ખર્ચ માટે સહાય આપવામા આવે છે.
બાગાયતી યાંત્રિકરણ
આ ઘટક અંતર્ગત બાગાયતી ખેતીમા યાંત્રીકરણ લાવવા માટે વિવિધ સાધન સામગ્રી ખરીદવા માટે સબસીડી આપવામા આવે છે. ટ્રેકટર, પાવર ટીલર, નેપસેક સ્પ્રેયર, લણણી ના સાધનો, મીની ટ્રેકટર, સ્વયં સંચાલીત બાગાયત મશીનરી જેવા સાધનો ખરીદવા માટે સબસીડી આપવામા આવે છે.
અન્ય ઘટકો
બાગાયત વિભાગ અંતર્ગત અન્ય પણ વિવિધ ઘટકો માટે સહાય અને સબસીડી આપવામા આવે છે. જેમા નર્સરી ની સુવિધા વધારવા માટે, નવી નર્સરી ની સ્થાપના માટે, મધમાખી ઉછેર માટે, મશરુમ ઉત્પાદન માટે, મસાલા પાકો ના વાવેતર માટે, નેટ હાઉસ બનાવવા માટે, શાકભાજી પાકો ના વાવેતર માટે વગેરે જેવા વિવિધ ઘટકો અંતર્ગત સહાય આપવામા આવે છે.
આ પણ વાંચો: LRD Recruitment 2024: પોલીસ વિભાગમા આવી મોટી ભરતી, 12472 જગ્યાઓ પર મોટી ભરતી
Ikhedut સબસીડી પ્રોસેસ
Ikhedut પોર્ટલ પર કરેલી ઓનલાઇન અરજી અંતર્ગત સહાય સબસીડી મેળવવા માટે નીચેના જેવી પ્રોસેસ હોય છે.
- સૌ પ્રથમ Ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેમા તમે જે ઘટક માટે સહાય મેળવવા માંગતા હોય તે ઘટક સીલેકટ કરી ઓનલાઇન અરજી કરો અને તમારી ઓનલાઇન કરેલી અરજી પ્રીન્ટ કરી સાચવી રાખો.
- હવે તમને બાગાયત વિભાગ તરફથી તે ઘટક માટે મંજુરી આપવામા આવશે.
- ત્યારબાદ તમારી અરજી, જરૂરી બીલ અને અનુ ડોકયુમેન્ટ સાથે તમારી ફાઇલ બાગાયત વિભાગ મા જમા કરાવો.
- હવે બાગાયત વિભાગના અધિકારી તરફથી તમે કરેલા વાવેતર માટે તમારા ખેતરની રૂબરૂ મુલાકાત કરી ચકાસણી કરવામા આવશે.
- ત્યારબાદ તમારી ફાઇલની ચકાસણી કરી સહાય બેંક ખાતામા જમા કરવામા આવશે.
ડોકયુમેન્ટ લીસ્ટ
બાગાયત વિભાગની યોજનાઓ માટે સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેના જેવા ડોકયુમેન્ટની જરૂરીયાત રહે છે.
- ખાતેદાર ખેડૂત ના ૭/૧૨ અને ૮-અ ની નકલો
- ખેડૂતના આધાર કાર્ડ ની નકલ
- બેંકખાતાની પાસબુકની નકલ
- જે ઘટક માટે અરજી કરી હોય તેના જરૂરી બીલ
અગત્યની લીંક
| Ikhedut Portal ઓફીસીયલ વેબસાઇટ | Click here |
| Home page | Click here |
| follow us on Google News | click here |
| Join our whatsapp Group | Click here |

બાગાયત વિભાગની સહાય માટે ઓનલાઇન અરજી કરવાની તારીખો શું છે ?
તા.12/03/2024 થી 11/05/2024
1 thought on “Ikhedut Portal: ખેડૂતો માટે સબસીડી અને સહાય માટે ઓનલાઇન અરજીઓ શરૂ, બિયારણ અને વાવેતર માટે સહાય યોજનાઓ”