Kisan Credit Card: સૌથી સસ્તી લોન, 4 ટકાના વ્યાજે મળશે 3 લાખની લોન

Kisan Credit Card: દેશના ખેડૂતો આર્થીક રીતે સધ્ધર બને અને ખેતીમા વિકાસ કરી શકે તે માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ અંતર્ગત સહાય આપવામા આવે છે. આવી જ એક યોજના એટલે કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા ખેડૂતોને લોન આપવામા આવે છે.

જેમા ખેતીની જમીન પર માત્ર 7 ટકા જેવા નજીવા વ્યાજદરે લોન આપવામા આવે છે. આ યોજના હેઠળ, ખેડૂતોને ટૂંકા ગાળા માટે લોન આપવામાં આવે છે, જેથી તેઓ ખેતી માટે જરૂરી સાધનો ખરીદી શકે અને અન્ય ખર્ચાઓને પહોંચી શકે. આનો એક ફાયદો એ છે કે ખેડૂતોને આ યોજના હેઠળ મળતી લોન પર બહુ વ્યાજ ચૂકવવું પડતું નથી, તેમને ખૂબ ઓછા વ્યાજ દરે લોન મળે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે, ક ઈ બેંકોમા લોન મળે ? તેના શું ફાયદા છે અને કેવી રીતે અરજી કરી શકાય ? તેની માહિતી મેળવીશુ.

Kisan Credit Card

શું છે કિસાન Kisan Credit Card ?
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના એ એક સરકાર દ્વારા અમલમા મૂકવામા આવેલી યોજના છે જે 1998માં ખેડૂતોને ખેતીની જમીન પર ધિરાણ આપવા માટે અમલમા આવી હતી. આ યોજના ની શરૂઆત NABARD (નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ) દ્વારા કરવામાં આવી હતી. હવે તેને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડી દેવામા આવી છે. હવે પીએમ કિસાનના લાભાર્થીઓ પણ આ યોજના અંતર્ગત ધીરાણ માટે અરજી કરી શકે છે.

કિસાન ક્રેડીટ કાર્ડના ફાયદા

  • આ યોજના Kisan Credit Card અંતર્ગત ખેડૂતોને 4% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામા આવે છે.
  • KCC ધારકને મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં રૂ. 50,000 સુધીનું, બીજા જોખમના કિસ્સામાં રૂ. 25,000 સુધીનું વિમા કવરેજ આપવામા આવે છે.
  • પાત્રતા ધરાવતા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ સાથે બચત ખાતું પણ આપવામાં આવે છે, જેના પર તેમને સારા દરે વ્યાજ આપવામા આવે છે, આ સાથે તેમને સ્માર્ટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પણ આપવામા આવે છે.
  • લોન ચૂકવવા માટે પણ ઘણી રાહત આપવામા આવે છે.
  • લોનનું વિતરણ પણ એકદમ સરળતાથી થાય છે.
  • આ ક્રેડિટ ખેડૂતોને 3 વર્ષ સુધી આપવામા આવે છે, ખેડૂતો પાક લણ્યા પછી તેમની લોન ચૂકવી શકે છે.
  • સૌથી સારી વાત એ છે કે ખેડૂતોને 1.60 લાખ રૂપિયા સુધીની લોન પર કોઈ કોલેટરલ ચૂકવવુ પડતુ નથી.
  • આ યોજના અંતર્ગત ધીરાણ પર 7% વ્યાજ હોય છે. પરંતુ ઘણી વખત સરકાર તરફથી આ વ્યાજ માફ કરવામા આવે છે.

કયાથી મળશે લોન ?


Kisan Credit Card અંતર્ગત ખેડૂતોને નીચે મુજબની સંસ્થાઓમા થી ધીરાણ આપવામા આવે છે.

સહકારી બેંકો
પ્રાદેશિક ગ્રામીણ બેંકો
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
બેંક ઓફ ઈન્ડિયા
ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા
બેંક ઓફ બરોડા
સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક

ડોકયુમેન્ટ લીસ્ટ
કિસાન ક્રેડીટ કાર્ડ અંતર્ગત ધીરાણ મેળવવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટની આવશ્યકતા રહે છે.

જમીન ના ડોકયુમેન્ટ
પાસપોર્ટ સાઇઝના ફોટો
આધાર કાર્ડ
પાન કાર્ડ
બેંક કેટલાક વધુ દસ્તાવેજો પણ માંગી શકે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Kisan Credit Card
Kisan Credit Card

1 thought on “Kisan Credit Card: સૌથી સસ્તી લોન, 4 ટકાના વ્યાજે મળશે 3 લાખની લોન”

Leave a Comment

error: Content is protected !!