Gold Price 1964 to 2024: 1964 મા રૂ.63 થી 2024 મા 73500 સુધી આ રીતે વધ્યો સોનાનો ભાવ; છેલ્લા 60 વર્ષનો સોનાનો ભાવ

Gold Price 1964 to 2024: સોનાનો ભાવ 1964 થી 2024: સોનાને સલામત રોકાણ ગણવામા આવે છે. અને લોકો શેરબજાર કરતા સોનામા રોકાણને પ્રથમ પસંદગી આપતા હોય છે. છેલ્લા થોડા વર્ષોના સોનાના ભાવની તમે સરખામણી કરશો તો ખ્યાલ આવશે કે સોનાના ભાવ દર વર્ષે વધતા જાય છે. મતલબ સોનુ સ્થીર વળતર આપે છે. આ માટે જ લોકો સોનામા રોકાણ કરવાનુ વધુ પસંદ કરે છે. ચાલો જાણીએ છેલ્લા 60 વર્ષમા સોનાનો ભાવ કઇ રીતે વધ્યા છે ?

Gold Price 1964 to 2024

સોનું એક રોકાણ માટે પહેલી પસંદગી હોય છે. લોકો આ પીળી ધાતુ મા રોકાણ કરવાનુ વધુ પસંદ કરે છે. છેલ્લા 60 વર્ષના સોનાના ભાવ જોતા ખ્યાલ આવે છે કે 1964 મા 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 63 જેવો હતો જે આજે 73000 જેટલો થાય છે. મતલબ કે તમે 1963 મા લીધેલ રૂ. 63 ના સોના ની કિંમત આજે રૂ. 73000 જેવી થાય છે.. મતલબ કે આ 60 વર્ષ મા સોનામા 1150 ગણુ વળતર મળ્યુ છે. સોનુ લોકો કટોકટી મા મુશ્કેલ સમય માટે પન રાખે છે. સોનાના ભાવમા થતો વધારો ઘટાડો આમ તો ઘણી બાબતો પર આધાર રાખે છે. તેમાં સોનાની માંગ અને સપ્લાય, આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા ની સ્થિતી, આંતરરાષ્ટ્રીય લેવલે યુધ્ધ જેવી સ્થિતી, મોંઘવારી, ડોલરની કિંમત, તહેવારો અને લગ્નની સીઝન, વ્યાજ દરો અને સરકારી નીતિઓ જેવા કારણોસર સોનાના ભાવ મા વધારો ઘટાડો થતો હોય છે.

સોનાનો ભાવ 1964 થી 2024

  • 1964: સોનાનો ભાવ રૂ. 63: 1964 મા 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 63 હતો.
  • 1973: સોનાનો ભાવ રૂ. 278: 10 વર્ષમા સોનાનો ભાવ વધીને રૂ. 278 એ પહોંચ્યો હતો.
  • 1979: સોનાનો ભાવ રૂ. 937 રૂ. : 1973 બાદ 5 વર્ષમા સોનાના ભાવ મ સારો વધારો જોવા મળ્યો. અને લગભગ 4 ગણા સોના ના ભાવ થયા. આ સમયગાળા મા સોના ના ભાવમા વધારો થવાનુ કારણ ઇરાન મા થયેલી લોકપ્રીય ક્રાંતિ હતુ.
  • 1987: સોનાનો ભાવ રૂ. 2570: 19 ઓકટોબર 1987 ને બ્લેક મંડે ના નામથી ઓળખવામા આવે છે. આ દિવસે અમેરીકન શેરબજારમા એક જ દિવસમા 22 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
  • 1998: સોનાનો ભાવ રૂ. 4045 : 1987 બાદ 10 વર્ષમા સોનાના ભાવમા એટલો ખાસ વધારો થયો ન હતો. અને સોનાના ભાવ ડબલ પણ ન થયા. 1998 મા આંતરરાષ્ટ્ર્ર્રીય અર્થવય્વસ્થા અને નાણાકીય વ્યવસ્થા મા ઘણી ઉથલપાથલ જોવા મળી હતી.
  • 2008: સોનાનો ભાવ રૂ. 12500: 1998 બાદ 10 વર્ષમા સોનાના ભાવમા સારો એવો વધારો થયો અને સોનાના ભાવ લગભગ 3 ગણા થયા. 2008 ના વર્ષમા વૈશ્વિક નાણાકીય મંદી અને વૈશ્વિક નાણાકીય કટોકટી સર્જાઇ.
  • 2011: સોનાનો ભાવ રૂ. 25000: 2008 બાદ સોનાના ભાવે રફતાર પકડી અને માત્ર 3 વર્ષમા જ સોના ના ભાવ ડબલ થઇ ગયા.
  • 2019: સોનાના ભાવ રૂ. 39000: 2011 બાદ 8 વર્ષમા સોનાના ભાવમા ધીમો વધારો નોંધાયો અને સોનાના ભાવ 25000 થી 39000 એ પહોંચ્યા.
  • 2020: સોનાના ભાવ રૂ. 48000: 2020 મા આવેલા કોરોના સમયમા સોનાના ભાવમા અકલ્પનીય વધારો જોવા મળ્યો. અને સોનાના ભાવ 50000 એ પહોંચ્યા.
  • 2022: સોનાના ભાવ રૂ. 52000: 2020 મા ધરખમ વધારા બાદ 2022 સુધી સોનાના ભાવમા ખાસ કઇ વધારો થયો નહિ. 2022 મા સોનાના ભાવ 52000 જેટલા નોંધાયા હતા.
  • 2023: સોનાના ભાવ રૂ. 63000: 2023 મા સોનાના ભાવ મા સારો એવો વધારો જોવા મળ્યો હતો અને સોનાના ભાવ 63000 એ પહોંચ્યા હતા.
  • 2024: સોનાના ભાવ રૂ. 74000: 2024 મા માત્ર 4 મહિનામા જ સોનાના ભાવ મા જબરજસ્ત ઉછાળો આવ્યો છે. અને માત્ર 3-4 મહિના ના ગાળા મા જ સોના ના ભાવ 74000 એ પહોંચ્યા છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Gold Price 1964 to 2024
Gold Price 1964 to 2024

સોનાના દરરોજ ના ભાવ જોવા માટે કઇ વેબસાઇટ છે ?

https://www.ibja.co

6 thoughts on “Gold Price 1964 to 2024: 1964 મા રૂ.63 થી 2024 મા 73500 સુધી આ રીતે વધ્યો સોનાનો ભાવ; છેલ્લા 60 વર્ષનો સોનાનો ભાવ”

Leave a Comment

error: Content is protected !!