સ્માર્ટફોન સહાય યોજના: Mobile Sahay Yojana: સરકાર દ્વારા ખેડુતો ખેતીમા વિકાસ કરી શકે તે માટે ઘણી સહાય યોજનાઓ અમલમા મૂકવામા આવી છે અને તે અંતર્ગત સહાય પણ આપવામા આવે છે. જેનાથી ખેડુતો નો આર્થીક રીતે ઘણો ટેકો મળી જાય છે અને ખેતીમા નવીનીકરણ કરી શકે છે. આવી જ એક સારી યોજના એટલે મોબાઇલ સહાય યોજના. ખેડૂતો ખેતીમા નવી નવી ટેકનોલોજી અને માહિતી મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા સ્માર્ટફોન ખરીદવા માટે ખેડૂતો ને સહાય આપવામા આવે છે.
સ્માર્ટફોન સહાય યોજના
ખેતી ક્ષેત્રની યોજનાઓ માટે Online Portal ikhedut પર આપ બધી યોજનાઓની માહિતી જોઈ શકો છો અને આ પોર્ટલ પરથી જ ઓનલાઇન અરજી કરી શકો છો. ikhedut પોર્ટલ પર ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલન ની યોજનાઓ, બાગાયતી ખેતી ની યોજના, ખેડુતો ને ખેતીના સાધનો ની યોજનાઓ અંતર્ગત સહાય આપવામા આવે છે. જેમા ખેતીવાડી ખાતાની યોજનાઓ અંતર્ગત સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપવામા આવે છે.
સહાય યોજના નું નામ | ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના |
મળતી સહાય | 6,000 રૂપિયા |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | ખેડૂતો ખેતીની નવી માહિતી મેળવે |
લાભાર્થી | રાજ્ય નાં ખેડૂતો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
ઓફીસીયલ વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in |
આ પણ વાંચો: 5G smartphone 2024: 10000 થી ઓછી કિંમતમા મળતા આ છે બેસ્ટ 5G ફોન, જાણો ફીચર અને કિંમત
Mobile Sahay Yojana
સરકારના ખેતીવાડી ખાતા અંતર્ગત ની આ યોજના મા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે રૂ.6000 જેટલી સહાય આપવામા આવે છે. આ યોજના અંતર્ગત ખાતેદાર ખેડૂત હોય તો તે આ યોજના અંતગત લાભ મેળવી શકે છે. આ યોજના માં જો ખેડૂત 15,000 ની કિંમત સુધી નો કોઈપણ મોબાઈલ ની ખરીદી કરે તો તેને મોબાઈલ ની કિંમત ના 40% અથવા તો 6,000/- રૂપિયા જે ઓછું હશે તે સહાય સ્વરૂપે આપવામાં માં આવશે.
આ યોજના અંતર્ગત જો કોઈ ખેડૂત રૂપિયા 10,000 સુધી નો કોઈપણ મોબાઈલ ની ખરીદી કરે છે તો તે ખેડૂત ને 10,000 નાં 40% એટલે કે 4,000 નું રૂપિયા ની સહાય મળવાપાત્ર છે.
પણ જો કોઈ ખેડૂત રૂપિયા 15,000 કરતા વધારે કિંમત નો મોબાઈલ ખરીદી કરે છે તો તેને વધુમા વધુ રૂ. 6000 ની જ સહાય મળવાપાત્ર છે. જેમ કે 20,000 રૂપિયા નો મોબાઇલ ખરીદી કરે છે તો તે ખેડૂત ને 20,000 માં 40% નહિ પરંતુ તેને વધુ મા વધુ રૂ. 6,000 રૂપિયા ની સહાય મળવાપાત્ર રહેશે.
સ્માર્ટફોન સહાય પાત્રતા ધોરણો
જે ખેડૂતો આ યોજના અંતર્ગત Smartphone સહાય યોજના નો લાભ લેવા માંગતા હોય તો તેના માટે નીચે મુજબના પાત્રતા ધોરણો નક્કી કરવામા આવેલ છે.
- આ યોજના નો લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજયના વતની હોવા જોઇએ.
- જો એક જમીન માં સંયુકત ખાતેદાર હસે તો પણ કોઈપણ એક ખેડૂત ને જ લાભ મળશે.
- માલીકીની જમીન ધરાવતા હોવા જોઇએ.
- જો ખેડૂત ને સયુંક્ત ખાતા ધરાવતા હોઈ તો તેઓ ને ikhedut-8A માં દર્શાવેલ ખાતેદાર પૈકી એક ને જ લાભ મળવાપાત્ર રહેશે.
- આ યોજના નો લાભ આજીવન એક વખત જ મળવાપાત્ર છે.
- આ યોજના અંતર્ગત માત્ર સ્માર્ટફોન ખરીદી માટે જ સહાય આપવામા આવે છે. એસેસરીઝ ખરીદવા માટે સહાય મળવાપાત્ર નથી.
આ પણ વાંચો: Signature maker: તમારા નામની આવી સ્ટાઇલીશ સહિ બનાવો ઓનલાઇન, લોકોમા તમારી પણ પડશે એન્ટ્રી
સ્માર્ટફોન સહાય યોજના ડોકયુમેન્ટ લીસ્ટ
સ્માર્ટફોન ખરીદી સહાય યોજના અંતર્ગત ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે જેની પ્રોસેસ નીચે મુજબ હોય છે.
- નિયત કરેલી તારીખો મુજબ ikhedut પોર્ટલ ઓનલાઇન અરજી માટે ખુલ્લુ મૂકવામા આવે છે. જેમા જે તે તાલુકાનુ નક્કી કરેલા લક્ષ્યાંક મૂજબ વહેલા તે પહેલા ના ધોરણે ઓનલાઇન અરજી કરવાની હોય છે.
- જેમા પસંદ થયેલા ખેડૂતો ને મોબાઇલ ખરીદી માટે પૂર્વમંજૂરી આપવામા આવે છે.
- ત્યારબાદ ખેડૂતે સ્માર્ટફોન ની ખરીદી કરવાની હોય છે.
- ખરીદી કર્યા બાદ નીચે મુજબના ડોકયુમેન્ટ જોડી અરજી ગ્રામસેવકને જમા કરાવવાની હોય છે.
- ikhedut પોર્ટલ પર કરેલી અરજી ની નકલ
- સ્માર્ટફોન ખરીદી પૂર્વમંજૂરી આદેશની નકલ
- આધારકાર્ડ ની નકલ
- બેંક ની પાસબુક ની નકલ
- ૭/૧૨ અને 8-અ ની નકલ
- જે Smartphone ખરીદ્યો હોઈ તે ફોન નું GST વાળું બીલ
- મોબાઈલ ફોન નું IMEI Number
મોબાઇલ સહાય યોજના અગત્યના નિયમો
- આ યોજના માટે ખેડૂત લાભાર્થી એ નીચે મુજબ ના જરૂરી નિયમો નુ પાલન કરવાનુ રહેશે.
- ખેડૂતમિત્ર એ આ યોજના નો લાભ મેળવવા માટે સૌપ્રથમ ilhedut Portal પર Online અરજી કરવાની હોય છે. જેમા તાલુકાના લક્ષ્યાંક મૂજબ વહેલા તે પહેલા ધોરણે ઓનલાઇન અરજી કરવાની હોય છે.
- ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા કક્ષા એ તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા મોબાઇલ ખરીદી માટે પૂર્વમજૂરી આપવામા આવે છે. જેમાં આપની અરજી જો મંજૂર થઈ જશે તો લાભાર્થી ને SMS થી જાણ કરવામા આવે છે.
- જો આપની અરજી મંજૂર થઈ જાય તો લાભાર્થી એ અરજી મંજૂર થાય ના નિયત કરેલા દિવસોમાં મોબાઈલ ફોન ની ખરીદી કરવાની હોય છે.
- આ યોજના મા માત્ર સ્માર્ટફોન ની ખરીદી માટે જ સહાય મળવાપાત્ર છે. ફોનના એસેસરીઝ વગેરે માટે
અગત્યની લીંક
ikhedut પોર્ટલ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
સ્માર્ટફોન સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://ikhedut.gujarat.gov.in
ખેડૂતોને સ્માર્ટફોન ની ખરીદી માટે કેટલી સહાય આપવામા આવે છે ?
રૂ.6000
smart mobile
Smart phone
Patelshantilal please give a mobile phone