Petrol diesel Price: પેટ્રોલ ડીઝલ એ તમામ લોકોની જીવન જરૂરિયાત ની વસ્તુ છે. ફોર વ્હિલ કાર હોય કે બાઇક હોય પેટ્રોલ અને ડિઝલ વગર ચાલતુ નથી. પેટ્રોલ અને ડિઝલ ના ભાવની સામાન્ય જનજીવન પર સીધી અસર પડે છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડિઝલના ભાવ 100 રૂ ની આજુબાજુમા ચાલી રહ્યા હતા. જેમા થોડા દિવસો પહેલા 2 રૂ. નો ઘટાડો કરવામા આવ્યો હતો. જેનાથી લોકોને સીધો ફાયદો થયો છે. ચાલો જાણીએ દેશમા કઇ જગ્યાએ સૌથી મોંઘુ પેટ્રોલ ડિઝલ મળે છે અને કઇ જગ્યાએ સૌથી સસ્તુ પેટ્રોલ ડિઝલ મળે છે ?
Petrol diesel Price
સમગ્ર દેશ માં પેટ્રોલ-ડીઝલ ના ભાવમા લગભગ 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેનાથી દરેક રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો થયો છે. લગભગ 22 મહિના બાદ પેટ્રોલ ડિઝલના ભાવમાં પહેલીવાર ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ હવે 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા ના ભાવે મળી રહ્યુ છે. પેટ્રોલ ડિઝલના ભાવમા કરવામા આવેલા આ ઘટાડા બાદ પણ દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ 100 રૂપિયા કરતા વધુ ભાવે મળી રહ્યા છે.
પરંતુ, આજે આપણે જોઇશુ કે દેશનું સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ ક્યાં મળી રહ્યુ છે. બહુ ઓછા લોકોને તે વાત ની ખબર હશે કે, દેશમાં સૌથી ઓછા પેટ્રોલ-ડીઝલ ના ભાવ આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં હોય છે.
આ પણ વાંચો: ગુજરાત હિલ સ્ટેશન: આબુ અને ઉટી ને પણ ટક્કર મારે એવુ ગુજરાતનુ હિલ સ્ટેશન, સન સેટ જોવા માટે બેસ્ટ લોકેશન
અહીં પેટ્રોલ દિલ્હીથી લગભગ 12 રૂપિયા જેટલુ સસ્તું છે. અંદમાન-નિકોબાર ટાપુ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. હાલમા ભાવમા થયેલા ઘટાડા બાદ અહીં પેટ્રોલ નો ભાવ 82.42 અને ડીઝલ નો ભાવ 78.01 રૂપિયા પ્રતિ લીટર જેટલો છે. કિંમતોમાં થયેલા ઘટાડા પહેલા પેટ્રોલની કિંમત 84.10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 79.74 રૂપિયા લીટર હતી. એટલે કે અહીં ભાવમા કરેલા ઘટાડા ને લીધે પેટ્રોલ 1.68 રૂપિયા અને ડીઝલ 1.73 રૂપિયા પ્રતિ લીટર જેટલુ સસ્તુ થયું છે. સામનય રીતે એક કારની ટાંકી 35-40 લીટરની ક્ષમતાવાળી હોય છે. આ પ્રકારે અહિંના લોકો પોતાની ગાડીની ટાંકી ફુલ કરાવે તો અન્ય રાજયોની સરખામણી મા 500 રૂપિયા સુધી બચાવી શકે છે.
ક્યાં મળે છે સૌથી મોંઘુ પેટ્રોલ ?
દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલનમાં મળે છે. અહીં પેટ્રોલની કિંમત 110.68 રૂપિયા જેટલી છે. અહીંના અન્ય શહેરોમાં પણ પેટ્રોલ નો ભાવ 100 રૂપિયાથી વધુ જ છે. આ જ રીતે મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, બિહાર જેવા રાજયોમાં પણ પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરથી કરતા વધુ છે. રાજસ્થાનનું ગંગાનગર મા પણ પેટ્રોલ નો ભાવ ઊંચો છે. અહીં પેટ્રોલ 106.29 રૂપિયા પ્રતિ લીટર ના ભાવે મળી રહ્યું છે.
કેમ અલગ અલગ હોય છે ભાવ?
પેટ્રોલ ડિઝલ ના ભાવ દરેક રાજયમા અલગ અલગ હોય છે. દરેક રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘણો ફરક હોય છે. તેનુ કારણ એ છે કે દરેક રાજ્ય દ્વારા પેટ્રોલ અને ડિઝલ પર ઇંધણ પર વેટ અને સેસ અલગથી લેવામા આવે છે. જો પેટ્રોલ અને ડિઝલ ને GST હેઠળ લાવવામાં આવે તો ટેક્સનો દર એકસમાન થઈ જશે અને પછી શક્ય છે કે આખા દેશમાં પેટ્રોલ અને ડીઝલના એકસરખા ભાવે મળે. પેટ્રોલ અને ડિઝલ ના ભાવમા ફેરફાર હોવાનુ બીજુ કારણ ટ્રાન્સપોર્ટેશન છે. ઘણા દૂરના અને ઊંચાઇ પર આવેલા સ્થળોએ પેટ્રોલ ડિઝલ પહોંચાડવામા જ વધારાનો ખર્ચ ઘણો થઇ જતો હોય છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
