Voter ID Aadhar Card Link: ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લીંંક કરો ઓનલાઇન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Voter ID Aadhar Card Link: ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ લીંક: લોકસભા ની ચૂંટણીઓ જાહેર થઇ ગઇ છે. ગુજરાત મા લોકસભાની ચૂંટણીઓ માટે 7 મી મે એ મતદાન થનાર છે. ત્યારે ઈલેકશન કમીશન દ્વારા મતદાર યાદિ જાહેર કરી દેવામા આવી છે. અને લોકોને મતદાર યાદિમા પોતાનુ અને તેના પરિવારનુ નામ ચેક કરવા અપીલ કરવામા આવી છે. ત્યારે ચૂંટણી પંચે લોકોને ચૂંટણી કાર્ડ અને આધાર લીંંક કરવા સૂચન કર્યુ છે. ચાલો જાણીએ ચૂંટણી કાર્ડ એટેલે કે વોટર આઇ.ડી, સાથે આધાર લીંક કરવાની પ્રોસેસ શું છે ?

Voter ID Aadhar Card Link

ઈલેકશન કમીશને મતદારોને વોટર આઈડી ને આધાર સાથે લિંક કરવાનું સૂચન કર્યું છે. જેની મદદથી એક જ વ્યક્તિના નામે નોંધાયેલા એકથી વધુ નકલી વોટર આઈડીને દૂર કરી શકાય છે.
વોટર આઈડી અને આધાર કાર્ડ એવા બે મહત્વપૂર્ણ ડોકયુમેન્ટ છે જેનો ઉપયોગ બેંક ખાતું ખોલવા, શાળા-કોલેજમાં પ્રવેશ મેળવવો, ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું, સરકારી યોજનાઓ નો લાભ લેવા વગેરે જેવા ઘણા મહત્વના કાર્યો માટે થાય છે. આધાર નંબરને વોટર આઈડી સાથે લિંક કરવાથી, એક જ વ્યક્તિના નામે નોંધાયેલા નકલી અથવા એકથી વધુ નકલી વોટર આઈડીને દૂર કરી શકાય છે.

આ પણ વાંચો: Sim Card Rules Change: 1 જૂલાઇ થી બદલી જશે સિમ કાર્ડ સાથે જોડાયેલ આ નિયમ, શું થશે તેનાથી ફેરફાર

ઈલેકશન કમીશન દ્વારા વોટર આઇ ડી કાર્ડ ને આધાર સાથે લીંક કરવા સૂચન કરવામા આવ્યુ છે. જેનાથી એક જ વ્યક્તિ ના નામે નોંધાયેલા એક થી વધુ ચૂંટણી કાર્ડ ની ઓળખ કરી શકાય અને આવા ડુપ્લીકેટ વોટર આઇડી કાર્ડ દૂર કરી શકાય. ઉલ્લેખનીય છે કે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ ને લીંક કરવુ ફરજીયાત નથી. વોટર આઇડી ને આધાર સાથે લીંક કરવા માટે નીચેના ડોકયુમેન્ટ ની જરૂર પડશે.

  • વોટર આઈડી કાર્ડ નંબર
  • આધાર કાર્ડ
  • રજીસ્ટર્ડ મોબાઈલ અને ઈમેલ

ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ લીંક

વોટર આઇડી સાથે આધાર ને લીંક કરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરવાની રહે છે.

  • Step 1: આ માટે સૌ પ્રથમ તમારે NVSPના ઓફીસીયલ પોર્ટલ https://www.nvsp.in/ અથવા મતદાર સેવા પોર્ટલ https://voters.eci.gov.in ઓપન કરી રજીસ્ટ્રેશન કરી સાઇન ઇન કરો.
  • Step 2: રજીસ્ટર થયા બાદ મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ એન્ટર કરો. આ પછી એકાઉન્ટ લોગિન માટે OTP દાખલ કરવો પડશે. જો તમે રજીસ્ટર નથી કરાવેલું તો તો ‘સાઇન-અપ’ પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરો. આ પછી મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને પછી Continue ઓપ્શન પર ક્લિક કરો. આ પછી તમારું નામ અને પાસવર્ડ દાખલ કરીને ઓટીપી દાખલ કરો. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ મોકલવામાં આવશે. આ પછી સાઇનઅપ પ્રક્રિયા પુરી થશે.
  • Step 3: ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો અને આધાર કલેક્શન ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો અને ફોર્મ 6B મા વિગતો ભરો. આ પછી તમારે આધાર અને ચૂંટણી ફોટો આઈડી નંબરની જરૂર પડશે.
  • Step 4: આ પછી EPIC નંબર એન્ટર કરો, જે તમારા મતદાર ID પર નોંધાયેલ છે. આ પછી ‘Verify & Fill Form’ ઓપ્શન પર ક્લિક કરો.
  • Step 5: ત્યારબાદ તમારી પસંદગીની ભાષા પસંદ કરીને ફોર્મ મા પુરી વિગતો ભરો.
  • Step 6: પછી ‘નેક્સ્ટ’ ઓપ્શન પર ક્લિક કરો. પછી ‘ફોર્મ 6B’ ભરો અને માંગવામા આવેલા જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરો.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Voter ID Aadhar Card Link
Voter ID Aadhar Card Link

Leave a Comment

error: Content is protected !!